<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

સુરતની સિવિલ હોસ્પિટલમાં ઠેર ઠેર ગંદકીના ગંજ : ડોક્ટરો પણ બીમાર પડી ગયા : મહાનગરપાલિકાએ પણ નોટિસ ફટકારી

 સુરત : છેલ્લા કેટલાક દિવસોથી બીમારીઓનાં ઘર થયાં છે. તાવ, ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા સહિતની બીમારીને કારણે સરકારી હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આ સાથે મોતના આંકડામાં પણ વધારો થયો છે. ત્યારે હોસ્પિટલમાં સારવાર આપતા તબીબો પણ હવે ડેન્ગ્યુ, મલેરિયા તેમજ ચિકનગુનિયા સહિતની બીમારીમાં સપડાઈ રહ્યા છે.
આ દરમિયાન સુરત સિવિલ હોસ્પિટલમાં ઠેર-ઠેર ગંદકીના થર પણ જોવા મળ્યા હતા.
ડોક્ટરો પણ બીમારીમાં સરતાં મહાનગરપાલિકા દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગંદકીને લઈને મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલને નોટિસ પણ ફટકારવામાં આવી છે.
એને લઈને તાત્કાલિક આ ગંદકીને સાફ કરવાની પ્રક્રિયા કરી દેવામાં આવી છે.નવી સિવિલ હોસ્પિટલમાં ડૉ. વૃતિક વસાવા અને ડૉ. સ્મિત નામના તબીબો ડેન્ગ્યુની બીમારીમાં તેમજ ડૉ. પ્રિયંકા પટેલ તેમજ ડૉ. તિવિશા ચૌધરી નામના તબીબો ચિકનગુનિયાની બીમારીમાં સપડાયાં હતાં.  ઉલ્લેખનીય છે કે 12મી સપ્ટેમ્બરના રોજ સ્મિમેર હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર ધારાનું ડેન્ગ્યુમાં મોત નીપજ્યું હતું.નવી સિવિલ હોસ્પિટલમાં ડૉ. વૃતિક વસાવા અને ડૉ. સ્મિત નામના તબીબો ડેન્ગ્યુની બીમારીમાં તેમજ ડૉ. પ્રિયંકા પટેલ તેમજ ડૉ. તિવિશા ચૌધરી નામના તબીબો ચિકનગુનિયાની બીમારીમાં સપડાયાં હતાં.

(9:52 PM IST)