News of Friday, 27th September 2024
અમદાવાદમાં રાજગોર બ્રાહ્મણ યુવા સંમેલન યોજાયુઃ યુવા ટીમની રચના
જ્ઞાતિ એકતા એ સમાજ સેવાનો પાયો છેઃ બંકિમ મહેતા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૭: શ્રી ધીરજલાલ લક્ષ્મણભાઈ તેરૈયા વિદ્યાર્થી ભવન, અમદાવાદ ખાતે રાજગોર બ્રાહ્મણ (કાઠીગોર) સેવા સમિતિ અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ, અમદાવાદ શાખા દ્વારા બે વિશેષ ‘‘ધાર્મિક'' અને ‘‘સામાજિક'' પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ પ્રસંગ રાજગોર બ્રાહ્મણ યુવા સંમેલન અને પુ.નીલકંઠચરણદાસ સ્વામીજી, શ્રી સ્વામિનારાયણ ગાદી સ્થાન, તીર્થધામ - જેતપુર ની અધ્યક્ષતામાં સત્સંગ સભા યોજાઇ હતી.
રાજગોર બ્રાહ્મણ યુવા સંમેલનમાં રાજગોર જ્ઞાતિના ગૌરવ બંકિમભાઈ મહેર્ર્તાં, પ્રમુખ, રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ, પ્રેરક ઉપસ્થિતિ રહી. પ્રાસંગિક પ્રવચનમાં જ્ઞાતિ એકતાએ સમાજસેવા માટેનો પાયો ગણાવ્યો અને ભાવિમાં પણ સમાજમાં આવા કાર્યમાં સહયોગ આપવાનું આશ્વાસન આપ્યું હતું. યુવા સંમેલનનો મુખ્ય હેતુ હતો - જ્ઞાતિમાં વિવિધ સમાજલક્ષી પ્રવળત્તિઓને આગળ ધપાવવી, યુવાનોને જ્ઞાતિ સેવા માટે મંચ પૂરું પાડવું, જ્ઞાતિમાં પ્રતિભાશાળી વ્યક્તિઓને તક, સહાય પૂરી પાડવી અને નિરાધાર વળદ્ધોને આર્થિક સહાયના વ્યવસ્થાનો નિર્માણ કરવો. સંમેલનમાં ૩૦ જેટલી યુવા પ્રતિભાઓની ટીમની રચના કરવામાં આવી છે.
આ તકે નીલકંઠચરણદાસ સ્વામીજી, જેતપુર એ સનાતન ધર્મની આસ્થાને બિરદાવી હતી. કાર્યક્રમના અંતે શ્રી ભાવેશભાઇ માઢક, પ્રમુખ રાજગોર બ્રાહ્મણ (કાઠીગોર) સેવા સમિતિ, અમદાવાદ દ્વારા જ્ઞાતિજનો અને યુવાનો આ બંને પ્રસંગમાં પોતાનો કિંમતી સમય ફાળવીને હાજર રહ્યા તે માટે આભાર પ્રગટ કરવામાં આવ્યો. સફળ બનાવવા ભાનુશંકરભાઈ તેરૈયા (CA) સુરત, અશોકભાઈ માઢક અને કિશોરભાઈ મહેતાની ટીમે જહેમત ઉઠાવી હતી. ગિરીશભાઈ પંડ્યાએ ફોટોગ્રાફીની સેવા આપી હતી. રાજગોર યુવા બ્રિગેડે સેવા આપી હતી. આ બંને ભવ્ય પ્રસંગનાં દાતા શૈલેષભાઈ તેરૈયા અને અક્ષયભાઈ તેરૈયા તથા તેમના પરિવારનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
