<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

રાહુલના અનામત અંગે નિવેદનનો ઉગ્ર વિરોધ અમદાવાદમાં ભૂપેન્‍દ્રભાઇ પણ ધરણા ઉપર

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ,તા.૨૭: ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ આજે બપોરે ૩ વાગ્‍યે રાહુલ ગાંધીના વિદેશમાં અપાયેલ અનામત ઉપરના નિવેદન વિરુદ્ધ ધરણા કરનાર છે. તે ભાગરૂપે સુભાષ બ્રિજ સર્કલ પાસે ધરણા પ્રદર્શન કરવાના છે.

રાહુલ ગાંધી થોડા દિવસ પહેલા વિદેશ પ્રવાસે હતા. ત્‍યારે તેમને એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. અને તેમને ભારતના લોકો માટે અનામતને લઈને એક નિવેદન આપ્‍યુ હતુ. તેના લીધે સમગ્ર ભારત દેશમાં તેનો વિરોધ થઈ રહ્યો છે.

તે ભાગરૂપે આજે ગુજરાતના સીએમ ભૂપેન્‍દ્રભાઈ પટેલે સુભાષ બ્રિજ સર્કલ પાસે આવેલી કલેક્‍ટરની ઓફિસ પાસે ધરણાનું પ્રદર્શન કરશે. અને જે રાહુલ ગાંધી વિદેશ પ્રવાસ વખતે અનામત વિશે બોલ્‍યા છે. તેને લઈને રાહુલ ગાંધી માફી માગે તેવા નિવેદન ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેને લઈને ભાજપ દ્વારા સમગ્ર દેશમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે.

(2:25 PM IST)