<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

સોશ્‍યલ મિડીયામાં પિતૃઓની મજાક કરનારાને જેલ ભેગા કરો

સુરત જીલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ કમલેશ મહેતાની માંગણી

રાજકોટ,તા. ૨૭: અત્‍યારે શ્રાધ્‍ધ પક્ષ ચાલી રહ્યો છે. ત્‍યારે હિન્‍દુ ધર્મની અંદર પોતાના પિતૃઓને યાદ કરી અને શ્રાધ્‍ધ કરે છે બ્રહ્મભોજન કરવાની ભોજન કુટુંબ  વગેરે પોતાની આસ્‍થા પ્રમાણે કરે છે અને કાગવાસ નાખે છે.

ત્‍યારે અમુક લોકો સોશ્‍યલ મીડિયામાં વિડીયો બનાવી અને પોતાના પિતૃઓની મજાક કરે છે આવા મજાક કરતા વિડીયો ઉપર આપણા સાધુ સંતોએ યોગ્‍ય પગલા લેવા જોઇએ. આ બાબતે કોર્ટની અંદર જવાની હું તૈયારી કરી રહ્યો છું. સોશ્‍યલ મીડિયા ખોલો એટલે આપણા પિતૃઓની મજાક કરતા અનેક વિડીયા  જોવા મળે છે અને આવા વીડિયોનેલોકોએ અવગણીને એને આપણી ભાષામાં જવાબ આપવો જોઇએ.

મારી સરકારશ્રી પાસે માંગણી છે કે આવા વીડિયો ઉપર પ્રતિબંધ લગાડવામાં આવે અને આવા વિડીયો બનાવનાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.પિતૃઓની મજાક કરતા આવા તત્‍વો ઉપર પોલીસ કેસ કરી અને જેલ ભેગા કરવામાં આવે તેવી સુરત જીલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ કમલેશ મહેતાએ માંગણી કરી છે.

(2:33 PM IST)