News of Friday, 27th September 2024
ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરવા તે પરોપકારનું કાર્ય : રાજયપાલ
એસ.પી.એન.એફ. એશો.ના સંયોજકો સાથે આચાર્ય દેવવ્રતજીની બેઠક

ગાંધીનગર રાજભવનમાં એસ.પી.એન.એફ એશોના દેવવ્રતજીના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર
(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા.૨૭: પ્રાકળતિક ખેતી સફળ ખેતી પદ્ધતિ છે, વિજ્ઞાન છે. સુખનો માર્ગ છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકળતિક કળષિનો વ્યાપ વધારવા માટે રાજ્યમાં પ્રવળત્ત અને પ્રયત્નશીલ સ્વૈચ્છિક સંગઠન સસ્ટેનેબલ પ્રોગ્રેસિવ નેચરલ ર્ફામિંગ એસોસિએશનના રાજ્ય સંયોજકોને સંબોધતાં કહ્યું હતું કે, પ્રાકળતિક ખેતી માટે ખેડૂતોને પ્રેરિત કરવા તે પરોપકારનું કામ છે. ખેડૂતોએ પ્રાકળતિક ખેતીની સાથે સાથે દેશી ગાયનો ઉછેર કરીને તેની નસલ સુધારણાના પ્રયત્નોમાં પણ લાગી જવું જોઈએ. આમ કરવાથી પ્રાકળતિક ખેતી સમળદ્ધ થશે અને દૂધ ઉત્પાદનથી આવક પણ વધશે.
એસ.પી.એન.એફ. એસોસિએશનના રાજ્ય સંયોજકો સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે રાજભવનમાં બેઠક કરી હતી. તેમણે પ્રાકળતિક ખેતી ક્ષેત્રના આગેવાનોને સંબોધતાં કહ્યું હતું કે, ખેડૂતો બીજામળત, જીવામળત, ઘનજીવામળત, આચ્છાદન અને મિશ્ર પાક; આ પાંચ આયામો યોગ્ય રૂપે અપનાવીને પ્રાકળતિક ખેતી કરે તો સંપૂર્ણ સફળતા મળશે જ.
એસ.પી.એન.એફ. એસોસિએશનની બેઠકમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સંગઠનની કોર કમિટીના સદસ્યો, ઝોન-જિલ્લા સંયોજકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ અવસરે સંગઠનના મંત્રી શ્રી દીક્ષિતભાઈ પટેલે સ્વાગત પ્રવચનમાં સંગઠન વિશે વિગતો આપી હતી. શ્રી મહેશભાઈ સોલંકીએ સંગઠનનો નાણાકીય અહેવાલ રજૂ કર્યો હતો. શ્રી નિકુંજભાઈ ઠાકોરે વિવિધ સમિતિઓની માહિતી આપી હતી. શ્રી અચ્યુતભાઈ પટેલે સંગઠન વિશે જણાવીને વધુમાં વધુ લોકોને સંગઠનમાં જોડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. શ્રી હિતેશભાઈ વોરાએ સમગ્ર બેઠકનું સંચાલન કર્યું હતું.
આ બેઠકમાં રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા, પ્રાકળતિક કળષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ.સી.કે.ટીંબડીયા, કળષિ વિભાગના સંયુક્ત સચિવ શ્રી પી.ડી.પલસાણા, આત્મા ડાયરેક્ટર શ્રી સંકેત જોષી સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં એસ.પી.એન.એફ. એસોસિએશનના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
