News of Friday, 27th September 2024
ગુજકોમાસોલનો નફો વધારા સાથે ૭૭.૬૦ કરોડઃ ૨૦% ડીવીડન્ડ જાહેર
સહકારી સંસ્થાની સભામાં ચેરમેન દિલીપ સંઘાણીનું સંબોધન

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ,તા. ૨૭: ગુજકોમાસોલની બેઠકમાં ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવેલ કે આપને જણાવતાં આનંદ થાય છે કે, ગુજકોમાસોલે ચાલુ વર્ષ (૨૦૨૩-૨૪) માં રૂા. ૪૩૫૭ કરોડનું ટર્નઓવર કરેલ છે અને ગત સાલ જે રૂા. ૬૯૩૪ કરોડનો નફો હતો તેની સામે ચાલુ સાલે રૂમ. ૭૭.૬૦ કરોડનો એટલે કે ગત સાલ કરતાં રૂા. ૮.૨૬ કરોડનો વધુ ગ્રોસ નફો કરેલ છે તેમજ તમામ જોગવાઈઓ અને ખર્ચા બાદ કરી રૂા. ૨૦.૪૨ કરોડનો નેટ નફો કરેલ છે.અગાઉના વર્ષોની જેમ જ ચાલુ સાલે પણ ગુજકોમાસોલના બોર્ડ દ્વારા ૨૦% ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી છે.
વર્ષ દરમિયાન ગુજકોમાસોલના ફંડમાં રૂા. ૧૩.૪૭ કરોડનો વધારો થતાં રીઝર્વ તથા અન્ય ફંડો વધીને રૂમ. ૧૩૫,૦૪ કરોડ થયા છે તથા કાયમી મિલકતોમાં રૂા. ૧૨.૧૪ કરોડ જેટલો વધારો થવા પામેલ છે. જયારે વર્ષના અંતે કુલ ઇન્વેસ્ટમેન્ટ રૂમ. ૨૯.૫૨ કરોડ હતું તે વધીને રૂા. ૩૦.૭૨ કરોડ થયું છે.ગુજકોમાસોલ દ્વારા ગત સાલ ૧૮૩૫ કરોડ રૂપિયાના ૧૬.૧૪ લાખ મે.ટન ખાતરની સામે ચાલુ સાલે ૨૦૦૫ કરોડ રૂપિયાના ૧૬,૯૧ લાખ મે.ટન ખાતરનું વેચાણ થયું છે. જેમાં ઈફકો દ્વારા ૬.૩૪ લાખ મે.ટન જયારે કૃભકો દ્વારા ૪.૫૦ લાખ મે.ટન ખાતરો પુરા પાડવામાં આવેલ છે.બિયારણ વિભાગનું ટર્નઓવર પણ સતત વધતું રહ્યું છે. ૧૫-૨૦ કરોડથી લઈને ચાલુ સાલે રૂા. ૧૦૪ કરોડ સુધી પહોંરયું છે અને રાજયના ૯૪૦૭ ખેડૂતોને બીજ વિતરણની સહાયનો લાભ પણ મળ્યો છે.
ટેકાના ભાવની ખરીદીઓ અંતર્ગત ગુજકોમાસોલે ચાલુ સાલે ચણા, મગફળી, તુવર તથા રાયડાની કુલ ૩,૫૩,૮૬૦ મે.ટનની કુલ રૂા. ૧૯૬૯ કરોડની ખરીદી સરકારશ્રી દ્વારા નિયત જુદા-જુદા ખરીદ કેન્દ્રો ખાતેથી પૂરી પારદર્શકતા સાથે પૂરી કરેલ છે.સંસ્થાની જરૂરિયાત અને અન્ય પ્રાથમિકતાઓને ધ્યાને લઈ સંસ્થાના જુદા- જુદા એસ્ટેટોને માતબર રકમનો ખર્ચ કરીને રીનોવેટ કરવામાં આવ્યા છે. જેમાંથી કાયમી આવકના ્વોત પણ ઉભા થયા છે. તેમ દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
