News of Friday, 27th September 2024
નવરાત્રી પહેલા જ છેલ્લા બે દિવસમાં અમદાવાદમાં ૧૫૦ બિનવારસી વાહનો જપ્ત ઓપરેશન
વાહનમાં તહેવારો દરમિયાન કોઈ વિસ્ફોટક વસ્તુ મૂકે તેવી સેન્ટ્રલ દ્વારા ઇનપુટ કે બીજું કંઈ? બીએસએફ બેંક ગ્રાઉન્ડ ધરાવતા સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકના સૂચનથી જોઇન્ટ સીપી શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ ડીસીપી ક્રાઇમ અજિત રાજીયાનના નેતૃત્વમાં એસીપી ભરત પટેલ ટીમનું જોરદાર અભિયાન

રાજકોટ તા.૨૭: આગામી નવરાત્રી અને દીપોત્સવી તહેવારો અંતર્ગત બીએસએફ બેંક ગ્રાઉન્ડ ધરાવતા અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા લાંબા સમયથી બિનવારસી પડેલા વાહનો જપ્ત કરવાની ઝુંબેશ ક્રાઇમ બ્રાન્ચ મારફત શરૂ કરાવી અત્યાર સુધીમાં ૧૫૦ થી વધુ વાહનો જપ્ત કર્યાની બાબતને અમદાવાદ ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ અજીત રાજીયાન દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
વિવિધ દેશો વચ્ચે જે તણાવભરી અને યુદ્ધની પરિસ્થિતિ છે ત્યારે કોઈ ઉગ્રવાદી જૂથ કે સ્લીપર સેલ આવા વાહનમાં બોંબ રાખી અરાજકતા ન ફેલાવે તેવું આ અભિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઇન્ટ સીપી શરદ સિંઘલનાં માર્ગદર્શન નીચે અને ડીસીપી ક્રાઇમનાં નેતૃત્વમાં તેમની ટીમના એસીપી ભરત પટેલ સ્ટાફ સફળતાપૂર્વક આ કાર્યવાહી કરી રહેલ છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
