News of Friday, 27th September 2024
શારીરિક કસોટીમાં 25 ગણા ઉમેદવારો બોલાવાયા : વન રક્ષકની કુલ 823 જગ્યા માટે ભરતી પરીક્ષા
મેદાન માટે ગાંધીનગર, પંચમહાલ, સુરત અને જૂનાગઢમાં આયોજન

ગાંધીનગરઃ વન રક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની તારીખો જાહેર કરાઈ છે. અત્રે જણાવીએ કે, 5 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર આ પરીક્ષા કસોટી યોજાશે. જે માટે ગાઉન્ડ ગાંધીનગર, પંચમહાલ, સુરત અને જૂનાગઢમાં આયોજન કરાયું છે. 823 જગ્યાઓ માટે આ શારીરિક કસોટી યોજાશે
વન રક્ષકની ભરતીમાં શારીરિક કસોટી માટે 25 ટકા ઉમેદવારોને બોલાવવાનો નિર્ણય કરાયો હતો. જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ મેરીટના ધોરણે લાયક ઠરેલા ઉમેદવારોની એપ્લાઇડ કેટેગરી તથા ટ્રીટેડ કેટેગરી સાથેના રોલનંબર પ્રમાણેની યાદી તથા જિલ્લાવાઇઝ કટઓફ માર્કસની શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલા 25 ગણા ઉમેદવારોની યાદી આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ માટે Forest Guard વર્ગ-3 સંવર્ગની કુલ 823 સીધી ભરતી છે.
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
