News of Friday, 27th September 2024
પંચમહાલના પાવાગઢ ખાતે પ્રસિદ્ધ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે નવરાત્રિ પહેલા શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના દર્શન કરવાના સમયમાં કર્યો ફેરફાર
નવરાત્રિના દિવસોમાં માનવ મેરામણ મોટી સંખ્યામાં ભીડ જોવા મળશેઃ દર્શાનાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે તંત્રએ બસોની સંખ્યા વધારી

પાવાગાઢઃ પંચમહાલના પાવાગઢ ખાતે પ્રસિદ્ધ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે નવરાત્રિના દિવસોમાં શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં ભીડ જોવા મળતી હોય છે. ત્યારે આગામી 3 ઑક્ટોબરથી શરુ થતી નવરાત્રિ પહેલા શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના દર્શન કરવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દર્શાનાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે તંત્રએ બસોની સંખ્યા વધારી છે.
પાવગઢ ખાતે માતાજીના દર્શન કરવા માટે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી નવરાત્રિ પહેલા દર્શન કરવાના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં આસો સુદ એકમથી પૂનમ સુધી મહાકાળી માતાજીના દર્શન કરવાના સમયમાં ફેરફાર કર્યો છે. જેમાં પ્રથમ નોરતે, આઠમા નોરતે અને પૂનમના દિવસે માતાજીના દર્શન કરવા માટે સમયમાં વધારો કરીને સવારે 4 વાગ્યે દ્વાર ખુલશે અને રાતના 8 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
