News of Sunday, 29th September 2024
આજથી સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાતના ૧૪ જિલ્લામાં મેઘરાજા રૂદ્ર સ્વરૂપમાં ધારણ કરે તેવા એ઼ધાણ વર્તાયા
દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, નર્મદામાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ગાંધીનગરઃ રાજ્યનાં 14 જીલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગે રાજ્યનાં અમુક જીલ્લાઓમાં યલો એલર્ટ પણ જારી કર્યું છે.છેલ્લા ત્રણ દિવસથી એકાએકા વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. હવામાન વિભાગે આજે રાજ્યનાં 14 જીલ્લામાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, નર્મદામાં વરસાદની આગાહી કરી છે.સૌરાષ્ટ્રમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી
સૌરાષ્ટ્રનાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગરમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરી છે.શુક્રવારે 189 તાલુકામાં વરસાદ પડ્યો
રાજ્યમાં શુક્રવારે સવારે 6થી રાતના 8 વાગ્યા સુધી 189 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 4.17, નર્મદાના સાગબારામાં 3.82, જૂનાગઢમાં 3.62, જૂનાગઢ શહેરમાં 3.62, રાજકોટના ધોરાજીમાં 3.50, જૂનાગઢના માણાવદરમાં 3.03, બનાસકાંઠાના દાંતામાં 2.68, સાબરકાંઠાના વડાલીમાં 2.64, રાજકોટના ઉપલેટામાં 2.60, સુરેન્દ્રનગરના ચુડામાં 2.44, જૂનાગઢના વંથલીમાં 2.40, જૂનાગઢના માંગરોળમાં 2.13, મહેસાણાના સતલાસણામાં 2.09, જૂનાગઢના મેંદરડામાં 2.05, વલસાડના પારડીમાં 2.05, ખેડામાં 2.05, નડીયાદમાં 2.01 વરસાદ પડ્યો હતો.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
