<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th September 2024

ગુજરાતમાં ભર ભાદરવે અષાઢી માહોલ બરાબરનો જામ્યો : ભાવનગર જિલ્લાના મહુવામાં સાડા ૬ ઇંચ વરસાદ ખાબકયો : 186 તાલુકામાં હળવો ભારે વરસાદ

રાજ્યના 6 તાલુકામાં 3 ઈંચથી વધુ, 18 તાલુકામાં 2 ઈંચથી વધુ જ્યારે 56 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો

અમદાવાદ તા.૨૯

ગુજરાતમાં ભર ભાદરવે અષાઢી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લામાં વરસ્યો છે. જિલ્લાના તમામ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે જાણો રાજ્યના ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે. 

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં 6.8 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉમરલામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 6 તાલુકામાં 3 ઈંચથી વધુ, 18 તાલુકામાં 2 ઈંચથી વધુ જ્યારે 56 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

(12:04 PM IST)