તા. ૨૫ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર વદ – ૧૨ શુક્રવાર
News of Monday, 30th September 2024
આજથી ૬ ઓકટોબર સુધી ગુજરાત-સોૈરાષ્ટ્રમાં હળવા-મધ્યમ વરસાદની આગાહી
આજે વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર જીલ્લામાં ભારે વરસાદની સંભાવના

અમદાવાદ તા.૩૦: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગઇકાલે વડોદરા અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. આજે સવારે પણ અમદાવાદ શહેર સહિત રાજ્યના અનેક શહેરોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ગાઢ વાદળો ઘેરાયા હતા. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, આજે વડોદરા, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે ૧ ઓક્ટોબરથી રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી શકે છે.
આજે ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની શકયતા છે. કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
તા.૧ ઓકટોબરે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદમાં અમુક સ્થળોએ વરસાદની શકયતા છે. જ્યારે ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ઘણા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં વરસાદની શકયતા નથી.
તા.૨ ઓક્ટોબરે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. જ્યારે રાજ્યના આ સિવાયના અન્ય તમામ જિલ્લાઓમા વરસાદની શકયતા જણાતી નથી. તા.૩ ઓક્ટોબરે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. જ્યારે રાજ્યના આ સિવાયના અન્ય તમામ જિલ્લાઓમા વરસાદની શકયતા જણાતી નથી. તા.૪ ઓકટોબરે સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. જ્યારે રાજ્યના આ સિવાયના અન્ય તમામ જિલ્લાઓમા વરસાદની શકયતા જણાતી નથી. તા.૫ ઓકટોબરે તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. જ્યારે રાજ્યના આ સિવાયના અન્ય તમામ જિલ્લાઓમા વરસાદની શકયતા જણાતી નથી. તા.૬ ઓકટોબરે નવસારી અને વલસાડમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. જ્યારે રાજ્યના આ સિવાયના અન્ય તમામ જિલ્લાઓમા વરસાદની શકયતા જણાતી નથી.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
