તા. ૨૫ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર વદ – ૧૨ શુક્રવાર
News of Monday, 30th September 2024
૭મી સુધી દ.ગુજરાત સિવાયના વિસ્તારોમાં મેઘરાજાનો વિરામ
ફીરોઝપુર, સીરસા, ચુરૂ, અજમેર, માઉન્ટ આબુ, ગુજરાતના ડીસા, સુરેન્દ્રનગર, જુનાગઢમાં ચોમાસાની વિદાય વેધરએનાલીસ્ટ અશોકભાઇ પટેલની ૧ ઓકટોબરથી ૭ ઓકટોબર સુધીની આગાહી : આગાહી સમયમાં દ.ગુજરાતમાં થોડા દિવસ છુટાછવાયા ઝાપટા અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એકાદ બે દિવસ છુટાછવાયા ઝાપટાની સંભાવના : મુખ્યત્વે વાતાવરણ સુકુ રહેશે

રાજકોટ તા. ૩૦ : દક્ષિણ પヘમિ ચોમાસાએ દેશના કેટલાક ભાગોમાંથી વિદાય લીધી છે અને હજુ થોડા ભાગોમાંથી વિદાય લેવા માટે સાનુラકૂળ છે. દરમિયાન આગામી ૭ ઓકટોબર સુધી દ.ગુજરાત સિવાયના વિસ્તારોમાં મેઘરાજા વિરામ લેશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે.
તેઓએ જણાવેલ કે, હાલની પરિસ્થિતિ મુજબ હાલમાં ચોમાસુ વિદાય રેખા ફીરોઝપુર, સીરસા, ચુરૂ, અજમેર, માઉન્ટ આબુ, ગુજરાતનું ડીસા, સુરેન્દ્રનગર, જુનાગઢ અને ત્યાંથી ૨૧ ડીગ્રી નોર્થ અને ૭૦ ઇસ્ટમાં વિદાય થયું છે. આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસુ વિદાય રાજસ્થાન, હરીયાણા, પંજાબના થોડા વધુ ભાગો તેમજ જમ્મુ-કાશ્મીર, લડાખ, ગિલગીટ, બલતીસ્તાન, મુઝફરાબાદ અને હિમાચલ ભાગોમાંથી વિદાય લેવા માટે સાનુラકૂળ પરિબળો તૈયાર થાય છે.
એક દોઢ કિ.મી.ના લેવલમાં કોમોરીન વિસ્તારથી દક્ષિણ કોસ્ટલ કર્ણાટક સુધી લંબાય છે. એક ટ્રફ ૧.૫ કિ.મી.થી ૩.૫ કિ.મી.ના લેવલમાં નોર્થ કોંકણથી દક્ષિણ પૂર્વ યુ.પી. (એમ.પી. ઉપરથી પસાર થઇ) સુધી લંબાય છે.
સમગ્ર કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, સૌરાષ્ટ્રના પヘમિ ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે.
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા. ૧ થી ૭ ઓકટોબર સુધીની આગાહી કરતા જણાવેલ કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિવિધિ આગાહી સમયગાળા દરમિયાન ઘટશે. મુખ્યત્વે દ.ગુજરાતમાં થોડા દિવસો છુટાછવાયા ઝાપટાની શક્યતા છે અને દ.ગુજરાતની નજીકના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ છુટાછવાયા ઝાપટાની શક્યતા આગાહી સમયમાં બે-એક દિવસ રહેશે.
આગાહી સમયમાં ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને બાકીના સૌરાષ્ટ્ર - કચ્છમાં મુખ્યત્વે સુકુ વાતાવરણ એટલે કે વરસાદની ગતિવિધિની શક્યતા ઓછી છે
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
