<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે: અંબાલાલ પટેલની આગાહી

3થી 5 ઓક્ટોબર દરિયામાં ભારે પવન ફૂંકાશે. મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં છૂટોછવાયા વરસાદની આગાહી: અમદાવાદ અને ગાંધીનગમાં વરસાદી ઝાપટું પડી શકે: 8થી 10 ઓક્ટોબર દક્ષિણ-મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે

અમદાવાદ :  રાજ્યમાં વરસાદને લઇ અંબાલાલ પટેલે આગાહી કરી છે. નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે. નવરાત્રિની શરૂઆતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. 3થી 5 ઓક્ટોબર દરિયામાં ભારે પવન ફૂંકાશે. મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં છૂટોછવાયા વરસાદની આગાહી છે.

   અમદાવાદ અને ગાંધીનગમાં વરસાદી ઝાપટું પડી શકે છે. 8થી 10 ઓક્ટોબર દક્ષિણ-મધ્ય ગુજરાતમાં  વરસાદ પડી શકે છે. 8થી 10 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 10થી 14 ઓક્ટોબર અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનશે

  . વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે. 28 ઓક્ટોબર સુધી સાયક્લોન ચક્રવાકમાં પરિવર્તિત થઇ શકે છે. ચક્રવાતની અસર સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં રહેશે.

(8:05 PM IST)