<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત રાજપીપળા એસ. ટી. ડેપો માં ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:“સ્વભાવ-સ્વચ્છતા, સંસ્કાર-સ્વચ્છતા”ના ધ્યેય સાથે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લાના રાજપીપળા ડેપોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ છે. ત્યારે જિલ્લા આરોગ્ય શાખા - નર્મદા ના સહકાર થકી રાજપીપળા એસ.ટી.ડેપો ખાતે ડેપોના સ્ટાફ તથા સફાઈ કામદાર સ્ટાફના સ્વાસ્થ્ય માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં સ્ટાફના કર્મચારીઓ ના આરોગ્યની ચકાસણી આવી, જેમાં મુખ્યત્વે હિમોગ્લોબીન ચેકઅપ, ડાયાબિટીસ અને હાયપટેન્શન ચેકઅપ, આંખોની તપાસ તથા બેઝિક એન. સી. ડી. સ્ક્રીનીંગ અંગેની ચકાસણી કરી જરૂરિયાત મુજબની દવાનું વિતરણ કરવામાં આવ્યું અને સ્વાસ્થ્યની કાળજી રાખવી તે અંગેનું સલાહ સૂચન માર્ગદર્શન પાઠવ્યું હતું.

(11:18 PM IST)