<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

ઉપરવાસમાં આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધી, હાલ સપાટી 138.61 મીટર પહોંચી

નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, જેની મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 7 સેમી બાકી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:ઉપર વાસમાંથી પાણીની આવકમાં વધારો થતાં અને બપોરે ત્રણ કલાકના અહેવાલ મુજબ નર્મદા ડેમ ની સપાટીમાં 24 કલાકમાં 2 સેમીનો વધારો થયો છે, હાલ નર્મદા ડેમની સપાટી 138.61 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમ ની મહત્તમ સપાટી 138.68 મીટર છે, નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી પર પહોંચવા માટે માત્ર 7 સેમી બાકી
નર્મદા ડેમ ના ઉપરવાસ માંથી 112986 ક્યુસેક પાણીની આવક સામે નર્મદા નદીમાં કુલ 80,873 ક્યુસેક પાણીની જાવક એટલે કે છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમ ના 3 દરવાજા 1.30 સેન્ટિમીટર ખુલ્લા કરવામાં આવ્યા છે, નર્મદા ભરૂચ અને વડોદરા ના 42 કાંઠાના વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલમાં નર્મદા ડેમ 99.68 ટકા ભરાયો છે, આજે નર્મદા ડેમ મહત્તમ સપાટી વટાવે એવી સંભવના છે અને બપોરે 12 કલાક બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નર્મદાના વધામણાં કરવા આવી શકે છે.

(11:17 PM IST)