<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

ગાંધી જયંતિ નિમિત્તે નિરમા યુનિવર્સિટીના NSS યુનિટે જગતપુર ગામની સફાઈ કરી

અમદાવાદઃ ગાંધી જયંતિ નિમિતે અને ‘સ્‍વચ્‍છ ભારત, સ્‍વસ્‍થ ભારત' મિશનના સમર્થનમાં, નિરમા યુનિવર્સિટીની સ્‍કૂલ ઓફ ટેક્‍નોલોજીના NSS યુનિટના વિદ્યાર્થીઓએ તાજેતરમાં અમદાવાદના જગતપુર ગામમાં સ્‍વચ્‍છતા અભિયાનનું આયોજન કર્યું હતું.વિદ્યાર્થીઓએ માત્ર ગામના વિવિધ વિસ્‍તારોની સફાઈ જ નહીં પરંતુ સ્‍વચ્‍છતા જાળવવાના મહત્‍વ વિશે જાગૃતિ લાવવા માટે રહેવાસીઓ સાથે ચર્ચા પણ કરી હતી. તેમ યુનિ.ની યાદીમાંથી પ્રદિપ સુરૂએ જણાવ્‍યું છે.

(2:40 PM IST)