<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

સ્‍વચ્‍છતા કી દૌડ, હરે કલ કી ઓર : ગાંધીનગરમાં કાર્યક્રમ

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર : ભારત સરકારના ‘સ્‍વચ્‍છતા હી સેવા ૨૦૨૪' અંતર્ગત તા.૧૭-૯ થી તા.૨-૧૦ સુધીમાં સ્‍વચ્‍છતા અન્‍વયે જાગૃતિ ફેલાવા માટે ભારતના જુદા જુદા રાજયોમાં વિભિન્‍ન કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે ત્‍યારે રીજીઓનલ ઓફીસ, ગાંધીનગર, માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ‘સ્‍વચ્‍છતા કી દૌડ, હરે કલકી ઓર' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમાં આશરે ત્રણસોથી વધુ લોકો જોડાયા હતા. જે પૈકી તારાપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તથા માર્ગ અને મકાન વિભાગના અન્‍ય અધિકારીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં અંતર્ગત શ્રી વિનય બંસલ, રીજીઓનલ ઓફીસર, ગાંધીનગર માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત સરકાર, સમિર રાવલ, મુખ્‍ય ઇજનેરશ્રી, રાષ્‍ટ્રીય ધોરી માર્ગ, માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત સરકાર તથા શ્રી સુનિલ યાદવ, રીજીઓનલ ઓફીસર, એન.એચ.એ.આઇ. ભારત સરકાર વગેરે હાજર રહ્યા હતા

(2:41 PM IST)