News of Wednesday, 2nd October 2024
રાજપીપલા નાગરિક સહકારી બેંક લી.ને બીઝનેશ ફોર એમ્પ્લોયનો શ્રેષ્ઠ એવોર્ડ પ્રાપ્ત થયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંક ફેડરેશન ગાંઘીનગર દ્વારા ગાંઘીનગરમાં સહકાર સેતુ સંમેલન ૨૦૨૪ તા. ૨૬/૯/૨૦૨૪ના યોજાયેલ આ કાર્યક્રમમાં રાજપીપલા નાગરિક સહકારી બેંકેને ગુજરાતની કુલ ૨૧૩ સહકારી બેંકોમાંથી "બીઝનેશ ફોર એમ્પ્લોય" નો શ્રેષ્ઠ એવોર્ડ મળેલ છે.આ બેન્કના તમામ કર્મચારીઓ ની મહેનત અને ધગશ થી થયેલા કાર્યો ને કારણે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ અગાઉ બેંકને ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંક ફેડરેશન વર્ષ ૧૯૯૪-૯૫માં એવાર્ડ મળેલ હતો. ત્યારબાદ ૧૯ વર્ષે બાદ આ સિધ્ધી બેંક ને ફરી મળેલ છે. અગાઉ વર્ષ ૨૦૧૮-૧૯માં પણ બેંકને ગુજરાત રાજય સહકારી સંઘ દવારા રાખવામાં આવેલ શિલ્ડ હરીફાઈમાં દ્વિતીય નંબર આવેલ અને એવોર્ડ મળેલ હતો.
ફેબ્રુઆરી 2018માં ૧૧ ડીરેકટરની ચુંટણી થયેલ ત્યારે હીત રક્ષક પેલનલનો બહુમતીથી વિજય થયેલ ત્યારબાદ થી બેંકના વિકાસમા પ્રગતી થયેલ છે. તેના કારણે વર્ષ 2023-24 માં થયેલ ચુંટણીમાં સભાસદોએ હીત રક્ષક પેનલને સંપુર્ણ બહુમતી આપી બેંકના વિકાસની કામગીરી માટે તક આપેલ જેમા વર્ષ ૨૦૧૮ માં બેંક દ્વારા સર્વ પ્રથમ બેંકના ગ્રાહકો માટે એપ શરૂ કરવામાં આવી હતી ત્યાર બાદ આર.ટી.જી.એસ તથા એન.ઇ.એફ.ટી.ની સુવિઘા, એસ.એમ.એસની સુવિઘા, કયુઆર કોડની સુવિઘા બેકની વેબસાઇટબનાવવામા આવી, બેંક દ્વારા ડીજીટલ સેવાઓ આપવાની શરૂઆત કરવામા આવી રહી છે.
વર્ષ ૨૦૧૮માં સભાસદો દ્વારા સત્તા આપવામાં આવી હતી ત્યારે બેંકની ડીપોઝીટ રૂા.૫૫.૪૧ કરોડ હતી જે વર્ષ ૨૦૨૪માં રૂા.73.47 કરોડ થવા પામેલ છે. તથા વર્ષ ૨૦૧૮માં ધીરાણ રૂ।. 21.57 કરોડ હતુ.જે વર્ષ ૨૦૨૪ માં રૂા.૪૪.૦૩ કરોડ થવા પામેલ છે. આમ જોતા ડીપોઝીટ માં રૂા.૧૮.૦૬ કરોડ તથા ઘિરાણમાં રૂા.૨૨.૪૬ કરોડ વઘારો થયેલ છે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
