News of Wednesday, 2nd October 2024
રાજપીપળા ઓવારા કરજણ નદીમાં અનેકવાર મચ્છી મારવા ફોડાતા ટોટાથી રામગઢ બ્રિજ ને નુકશાન થયું .?!
ઘણીવાર ગેરકાયદેસર મોટી જાળ નાંખી મચ્છીને પકડવાના વેપલા સાથે કેટલીક જગ્યા પર ટોટા ફોડી મચ્છી મારવામાં આવતી હોવાની બૂમ: ભૂતકાળમાં મત્સ્ય વિભાગે આ બાબતે ચેકીંગ પણ કર્યું હતું પરંતુ મચ્છી મારનાર છટકી ગયા હતા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં મત્સ્ય વિભાગ દ્વારા અનેકવાર ચેકીંગ કરી ગેરકાયદેસર મોટી જાળ કે સરકારી ઓવારે મચ્છ મારી માટે ઉપયોગ માં લેવાતી નાની નાવડી પર બાઝ નજર રાખવામાં આવે છે પરંતુ આવા તત્વો લાગ જોઈને મચ્છી મારી કરી છટકી જતા હોય છે સાથે સાથે કેટલીકવાર અમુક લોકો ટોટા ફોડી ને પણ મચ્છી મારી કરતા હોવાની બૂમ સંભળાઈ છે અને વારંવાર ગેરકાયદેસર ટોટા ના કારણે રાજપીપળા થી રામગઢ જતા પુલ ને નુકશાન થતું હોવાનું જાણવા મળ્યું છે.
ગેરકાયદેસર મચ્છી મારી ના કારણે કરજણ નદીના પાણી માં માછલીઓ સહિત અન્ય જળચર જીવો પણ મૃત્યુ પામતા હોય છે અને ખાસ કરીને ત્યાં ફોડવામાં આવતા ટોટા ના કારણે કરજણ નદી પરનો રામગઢ જતો પુલ પણ ત્રણ વખત ક્ષતિ પામ્યો હતો જેમાં બે વાર તો જે તે કોન્ટ્રાકટર ને મરામત કરવી પડી હતી , તંત્ર ગેરકાદેસર થતી માછીમારી પર લગામ લગાવી આવા તત્વો સામે કડક પગલાં લે તે જરૂરી છે
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
