News of Friday, 4th October 2024
મધ્યપ્રદેશની કુખ્યાત ગેંગનો બોસ ખાસ ઓપરેશનમાં સુરત એસઓજીએ ઝડપી લીધો
આખો પરિવાર અને સગાઓ લૂંટનાં ધંધામાં સામેલ, સારેલ ગેંગના અમુક સભ્યો અને મેઇન બોસ આકાશ જાનું લોકોની નવરાત્રી ન બગાડે તે માટે અનુપમસિંહ ગેહલોત દ્વારા આદેશ અપાયેલ :ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત, ડીસીપી રાજદીપસિંહ નકુમનાં માર્ગદર્શનમાં મોટી સફળતાથી લોકો ખુશ.....ઓપરેશન સુકાની પીઆઇ અશોક ચૌેધરી અકિલા સમક્ષ દિલ ધડક દાસ્તાંન વર્ણવે છે.

રાજકોટ તા. ૪: મધ્યપ્રદેશની કુખ્યાત ચારોલ ગેંગના સભ્યો પકડાઈ ગયા હતા પણ ૭-૭ વર્ષથી કુખ્યાત આ ગેંગનો મુખ્ય સૂત્રધાર ફરાર હોવાનું પોલીસ કમિશનર દ્વારા નવરાત્રી સમયે રીઢા ગુનેગારો સંદર્ભેની બેઠકમાં અનુપમસિંહ ગેહલોતને જાણવા મળતા તુરંત જોઇન્ટ સીપી ક્રાઇમ રાઘવેન્દ્ર વસ્ત અને ડીસીપી રાજદીપસિંહ નકુમ સાથે ચર્ચા કરી સુરતવાસીઓ ચિંતા વગર નવરાત્રી મહોત્સવ માણી શકે તે માટે એસઓજી પીઆઇ અશોક ચોધરી ટીમ આ ગેંગની મોડેસ ઓપરેન્ડીનાં અભ્યાસુ હોવાથી તેમને કામગીરી સુપ્રત કરેલ, અને તેમાં એસઓજી સફળ રહ્યાનું પીઆઇ અશોક ચોધરી દ્વારા અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
ઉપરોક્ત સુચના મુજબ સુરત શહેર એસ.ઓ.જી.ના ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરી આવા ગુન્હેગારો ઉપર ચાંપતી નજર રાખી રહેલ હતી. તે દરમ્યાન એએસઆઇ હિતેષસિંહ દિલીપસિંહ તથા એચસી રાજુભાઈ ભીમાભાઈ નાઓને સને-૨૦૧૭માં સુરતના સરથાણા અને દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તથા લીમડીમાં જાંબુઆની કુખ્યાત ચડ્ડી બનિયાનધારી સારેલ ગેંગે દેશી તમંચો તથા જીવલેણ હથીયારો સાથે ઘરો ઉપર ત્રાટકી તરખાટ મચાવેલ હતો અને જે-તે સમયે આ ગેંગના અમુક સભ્યો પકડાઈ ચુકેલ હતા પરંતુ આ ટોળકીનો માસ્ટર માઇન્ડ ગણાતો ગેંગનો મુખ્યા હજુ પોલીસ પકડથી દુર છે અને તે ગેંગનો મુખ્યા સાયણ વિસ્તારમાં છુપાઈને રહે છે અને તે કોઈ કામ સર કતારગામ વિસ્તારમાં આવવાનો હોવાની બાતમી મળેલ જે બાતમી આધારે એસ.ઓ.જી.,ના માણસોએ કતારગામ ગજેરા સર્કલ વિસ્તારમાં વોચ ગોઠવી આરોપી આકાશ જાનુ ચારેલ ઉ.વ-૨૬ ધંધો-મજુરી હાલરહે- સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ ખાતે આવેલ નવા બાંધકામની સાઇટ ઉપર સાયણ સુગર ફેકટરીની બાજુમાં સાયણ સુરત મુળવતન- ઝાયણીગામ કાળીયા ફળીયુ. પોસ્ટઃ બાલવાસા તાઃ થાંદલા જિઃ જાબુઆ (મધ્યપ્રદેશ)વાળો કાંઈ સમજે વિચારે તે પહેલા જ તેને દબોચી લેવામાં સફળતા મળેલ છે. તેમ એસઓજી પીઆઇ અશોક ચોૈધરી દ્વારા જણાવાયં હતું.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
