News of Friday, 4th October 2024
સુરતના માંગરોળના તરસાડી ગામે એક બિલ્ડિંગની ગેલેરીનો સ્લેબ ધરાશાઈ થતા એક વિદ્યાર્થીનુ મોત
ગેલેરીનો સ્લેબ તૂટી પડતા ત્રણ પૈકી એકને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત

સુરતના માંગરોળ તાલુકાના તરસાડી ગામે એક બિલ્ડિંગની ગેલેરીનો સ્લેબ ધરાશાઈ થવાથી એક વિદ્યાર્થીનુ મોત થયું છે. ત્રણ વિદ્યાર્થીઓ સ્કૂલ પરથી પરત આવી રહ્યા હતા તે દરમિયાન ગેલેરીનો સ્લેબ ધરાશાઈ થયો હતો. ત્રણ પૈકી એકને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે એક વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થી ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
