તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Monday, 4th May 2026
કરજણ નદી પરનો 67 વર્ષ જૂનો જર્જરિત બ્રીજ તોડી 22 કરોડના ખર્ચે 180 મીટર લાંબો નવો બ્રીજ બનશે
નવો બ્રિજ 18 મહિનામાં બની જશે 180 મીટર લાંબો બનશે હાલ બાજુના બ્રીજ પરથી ડાયવર્ઝન આપવામાં આવ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના રાજપીપળા થી ભરૂચ અંકલેશ્વર તરફ જતા રસ્તામાં કરજણ નદી આવે છે. જેને પાર કરવા 1959 માં કરજણ બ્રીજ બનાવવામાં આવ્યો હતો જેથી આ વિસ્તારના ગામોમાં વાહનવ્યવહાર સરળ બન્યો હતો. આ અતિ મહત્વનો બ્રીજ એવો કરજણ બ્રીજ પર ટ્રાફિક વધતા થોડા વર્ષો પહેલા અંકલેશ્વર રાજપીપળા ફોરલેન રોડ બન્યો જેમાં નવો બ્રીજ બાજુમાં બનાવવામાં આવ્યો હતો આમ બે બ્રિજ થી ટ્રાફિક ચાલતો હતો.
ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તમામ રાજ્યના જર્જરિત બ્રીજો બંધ કરી તેમાં સમારકામ કરી લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં આ કરજણ બ્રીજ જે 67 વર્ષ પહેલા બન્યો હતો જે વધુ જર્જરિત હોય ક્યારે પણ દુર્ઘટના બની શકે તેમ હોય આ બ્રીજને બંધ કરી જરૂરી માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો અને ટેક્નિશિયનો દ્વારા ચકાસણી કરતા આ બ્રીજ તોડી જેની જગ્યા એ નવો બ્રીજ બનાવવાની જરૂર જાણતા નર્મદા જિલ્લા માર્ગ મકાન વિભાગની ટીમ દ્વારા એક એસ્ટીમેન્ટ બનાવી સરકારમાં મંજૂરી માટે મોકલતા રાજ્યસરકારે આ કરજણ નદી પરનો બ્રીજ મંજુર કરી 22 કરોડ રૂપિયા ફાળવ્યા છે જેથી હાલ જુના બ્રિજને તોડી નવો બનાવવામાં આવશે.
આ બાબતે કાર્યપાલક ઈજનેર સતીશ મોદી એ જણાવ્યું છે કે 1959 માં બનેલ બ્રીજ ખુબ જર્જરિત હતો જેથી નવા બ્રીજની દરખાસ્ત મુકતા નવો બ્રીજ 22 કરોડ મંજુર કર્યા, જેની મંજૂરી મળતા ટેન્ડર કર્યું ખુલ્યું અને હાલ કામગીરી ચાલી રહી છે. આ નવો બ્રિજ 18 મહિનામાં બની જશે 180 મીટર લાંબો બનશે હાલ બાજુના બ્રીજ પરથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
