<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

રાજપીપલાની સિંચાઈ યોજનામાં જમીન ગુમાવનારા 81 ખેડૂતોને 14 વષૅ વળતર મળ્યું

ધારાસભ્ય ડો દર્શના દેશમુખની મહેનત રંગ લાવી, 81 ખેડૂતોને 8 કરોડની રકમનું વળતર મળ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા  વિભાગની મહત્વની કરજણ સિંચાઈ યોજનાની રિચાર્જ કેનાલમાં જમીન ગુમાવનાર  નાંદોદ અને ગરુડેશ્વર તાલુકા ના આદિવાસી ખેડૂતોને તેમની જમીનના વળતરના નાણા  14 વર્ષ બાદ મળતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ હતી

પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળાની કરજણ નદી પર બંધાયેલ કરજણ ડેમની રિચાર્જ કેનાલો માટે નાંદોદ અને ગરુડેશ્વર તાલુકાના વાવડી , મોટરાયપુરા, જૂનાવદ , સમારીયા,  વેલછંદી , શાકવા , ભીલવાશી ,ગોરા જેવા ગામોના 81 જેટલા ખેડૂતોને છેલ્લા 14 વર્ષથી. તેમની જમીનો નું વળતર મળ્યું નહતું . ખેડૂતોએ 14 વર્ષ દરમ્યાન અનેક. સ્થળે રજૂઆતો કરી , ધરમધક્કા ખાધા પરંતુ ખેડૂતોની વાત કોઈ સાંભળતું નહોતું ત્યારે ખેડૂતોએ મહિલા ધારાસભ્ય ડો દર્શના દેશમુખને આપવીતી જણાવી અને ધારાસભ્ય ડો દર્શના એ ગાંધીનગર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલ તેમજ સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ  બાવળીયાને રજૂઆતો કરી. આખરે ધારાસભ્ય ની મહેનત અને જહેમત રંગ લાવી અને 81 ખેડૂતો ની વળતર ની રકમ 8 કરોડ ના ચેક નું વિતરણ ડો દર્શના દેશમુખ ના હસ્તે આજે કરવામાં આવ્યું કાતિલ મોંઘવારી માં ખેડૂતો ને 14 વર્ષે તેમના હક્ક ના નાણાં મળતા ખેડૂતો માં ખૂશી ની લાગણી ફેલાઈ હતી.

 

(11:51 PM IST)