<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

મુખ્‍યમંત્રીથી લઇને વડાપ્રધાન સુધીની સફર ખેડનાર નરેન્‍દ્રભાઇ મોદીના સુશાનકાળને સફળતમ ૨૩ વર્ષ પૂર્ણ

નેશન ફસ્‍ટ ફાઉન્‍ડેશન દ્વારા રજત જયંતિ વર્ષની ઉજવણી કરાશે : તડામાર તૈયારી

રાજકોટ તા. ૫ : દેશના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન અને વિશ્વના સર્વસ્‍વીકળત રાજર્ષિ શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સુશાસનકાળ, પ્રજાલક્ષી સેવાના કાર્યકાળના ૨૩ વર્ષ તા. ૦૭-૧૦-૨૦૨૩ના પૂરા થાય છે. તા. ૦૭-૧૦- ૨૦૦૧ના રોજ મુખ્‍યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યા બાદ, ગુજરાત અને દેશમાં સતત ૨૩ વર્ષ સુધી ‘સુશાસન' કરનારા તેઓ એકમાત્ર રાજપુરુષ છે.

‘મા ભારતી' કાજે પાંચ કરોડ ગુજરાતીઓના હિત માટે, સેવા માટે તા. ૦૭-૧૦-૨૦૦૧થી સમર્પિત થયેલા શ્રી નરેન્‍દ્રભાઈ મોદી ૨૦૧૪ પછી ૧૩૫ કરોડ ભારતીયોના ‘હિત રક્ષક', ‘સુખાકારી રક્ષક'્ર, અને ‘પ્રગતિ દર્શક' બની રહ્યાં છે.

૭મી ઓક્‍ટોબર ૨૦૦૧ના રોજ ગાંધીનગરના હેલીપેડ મેદાન પરના ભવ્‍ય અને ઐતિહાસિક સમારોહમાં ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે ધૂરા સંભાળનારા શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સતત ૨૩-૨૩ વર્ષથી એકપણ ‘રજા' લીધા વિના, એક અદના ‘સેવક' તરીકે ગુજરાતભરની જનતાના સહયોગી રહ્યાં છે.

ગુજરાતના મુખ્‍યસેવક તરીકે એમણે જ્‍યારે જવાબદારી સંભાળી કે તુરંત જ, ત્‍યારે ૨૦૦૧ના ભયાનક ભૂકંપમાં ધ્‍વંશ થઈ ગયેલી માળખાકીય સુવિધા, આર્થિક વ્‍યવસ્‍થા અને જનમાનસને વ્‍યથિત કરતાં ભૂકંપની ભયાનકતા જીરવતા ગુજરાતને ફરી બેઠું જ નહીં પણ દોડતું કરવાનું પ્રણ લીધું અને પછી તો તેમની દૂરંદેશી, સમર્પણ અને કોઠાસૂઝને કારણે તેમણે આફત ને અવસરમાં પલટાવી દીધી અને ખરેખર ગુજરાતને વાઇબ્રન્‍ટ મોડ પર લાવી દીધું.

માત્ર, કામચલાઉ થાગડ-થીગડ નહીં, પરંતુ દૂરંદેશી સાથે લાંબાગાળાના આયોજન સાથે ગુજરાતને તેમણે એક મોડેલ સ્‍ટેટનું સ્‍ટેટસ પ્રદાન કર્યું.

પ્રત્‍યેક પ્રયાસમાં લોકહિત, દેશહિતને પ્રાધાન્‍ય આપીને વિચાર કરવાની ક્ષમતા સાથે સંઘ સંસ્‍કારની સંનિષ્ઠતા સાથે ગુજરાતમાં તાજગીનો નવો તરવરાટ પ્રસ્‍તુત કર્યો.

પછાત ગણાય તેવી જર્જરિત સુવિધા વચ્‍ચે તેમણે રાજ્‍યના પ્રવાસન ક્ષેત્રને નવી ઊંચાઈએ પહોંચાડયું. અન્‍ય રાજ્‍યોના સૂત્રધારો તંત્રવાહકો તેમજ પોતાના રાજ્‍યમાં ઉદ્યોગ ધંધા સ્‍થાપવા માટે કરબદ્ધ કર્તવ્‍ય સાથે અમેરિકા-યુરોપના ઉદ્યોગપતિઓને વિનંતી કરવા જતા હતાં, ત્‍યારે નરેન્‍દ્ર મોદીએ વાઇબ્રન્‍ટ ગુજરાતના આયોજનની ઉત્તમતા સાથે દેશના જ નહીં, પરંતુ દુનિયાના ઉદ્યોગપતિઓને ગુજરાતના આંગણે આવકારીને ગુજરાતની વિકાસયાત્રામાં સામેલ કરવાનો નવો અભિગમ શરૂ કર્યો.

કળષિ માટે અદભૂત વૈજ્ઞાનિક એપ્રોચનો ઉત્‍સાહ લાવી ગુજરાતની ખેતીની આવક ત્રણથી ચાર ગણી વધારી દીધી.

રમત-ગમત ક્ષેત્રમાં ખેલ મહાકુંભ, ખેલો ગુજરાત જેવા પ્રેરણાદાયી આયોજન થકી તેમણે રમત- ગમત ક્ષેત્રે ગુજરાતને આગવું સ્‍થાન આપ્‍યું.

જ્‍યોતિગ્રામ જેવી ક્રાંતિકારી ઊર્જા વ્‍યવસ્‍થાને કારણે દેશભરમાં ગુજરાતને એક એવું રાજ્‍ય બનાવ્‍યું. જ્‍યાં દરેક ગામને ૨૪ કલાક વીજળી ઉપલબ્‍ધ થઈ.

પંચામળતની અદભૂત આયોજન વ્‍યવસ્‍થાને કારણે સબકા સાથ, સબકા વિકાસને સાર્થક કર્યું. ઊર્જા હોય કે ઉદ્યોગ, કળષિ હોય કે શિક્ષણ હોય, મુલ્‍કી વહીવટી તંત્ર હોય કે માર્ગ-મકાન હોય, સોલાર સિસ્‍ટમ, પીવાના પાણીની વ્‍યવસ્‍થા હોય, એકપણ ક્ષેત્ર એવું નહોતું જ્‍યાં ક્રાંતિની લહેર ઓછી ન રહી હોય.

આ સઘળી જ સગવડતાઓ અને સુવિધાઓ થકી તેઓ ૨૦૧૪માં ભારતના પ્રધાનમંત્રી બન્‍યા ત્‍યારથી ભારતની ‘આન, બાન, શાન' જ બદલાઈ ગઈ અને આજે ભારત તેમના નેતળત્‍વ તળે દુનિયાના શક્‍તિશાળી રાષ્‍ટ્ર તરીકે ભારતની ગણના થવા લાગી.

નરેન્‍દ્રભાઈ મોદીની આ ૨૩-૨૩ વર્ષની તપસ્‍યાના ફળ થકી દેશ તેનો ઋણી રહ્યો છે. ત્‍યારે નરેન્‍દ્ર મોદીએ શૂન્‍યમાંથી કેવું સર્જન કર્યું છે, તેની ઝાંખી કરાવતા એક અનોખા કાર્યક્રમની શ્રળંખલા ૦૭-૦૧-૨૦૨૪થી શરુ કરીને ચાલુ વર્ષે વિવિધ તબક્કે ઉજવવા નેશન ફસ્‍ટ ફાઉન્‍ડેશને નક્કી કર્યું છે. ૨૪મું સંપૂર્ણ વર્ષ વિવિધ તબક્કે વિવિધ કાર્યક્રમો યોજાશે અને ૦૭-૦૧-૨૦૨૫ને ૨૫મા વર્ષે તેની ભવ્‍યતમ ઊજવણી કરશે.

આ માટે જે કોઈએ નરેન્‍દ્રભાઇને કોઇપણ રીતે યોગદાન કર્યું હોય કે અન્‍ય રીતે તેમની સાથે જોડાયેલા રહ્યાં છે, તેવા દરેક ક્ષેત્રના આગેવાનો, સચિવો, અમલદારો, પત્રકારો, મહિલાઓ, યુવાનો વગેરેની એક સંકલન સમિતિ બનાવાઈ રહી છે.

નેશન ફસ્‍ટ ફાઉન્‍ડેશનની સ્‍થાપના માટે શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની પ્રરણા જ રહી છે. નરેન્‍દ્રભાઇ હંમેશા કહે છે કે, ‘મારા માટે રાષ્‍ટ્ર પ્રથમ’ર. આ રાષ્‍ટ્ર પ્રથમ, નેશન ફસ્‍ટનો આ મંત્ર જ સંસ્‍થાએ અપનાવ્‍યો છે.

આ વિચારને અનુલક્ષીને ‘નેશન ફસ્‍ટ ફાઉન્‍ડેશન' દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. તેમ નેશન ફર્સ્‍ટ ફાઉન્‍ડેશનના કન્‍વીનર અક્ષય ઠક્કર અને ચેરમેન હિતેષ પંડયા તેમજ વર્કીંગ કમીટીના હેમરાજ રાણા, વનરાજભાઈ ગરૈયા, મૌલિકભાઈ આસોડિયા, ધીમંતભાઈ શેઠની યાદીમાં જણાવાયુ છે.

 

(11:07 AM IST)