<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

નરહરિ અમીને રાજકીય ચડાવ-ઉતાર વચ્‍ચે સેવાકાર્યો અવિરત રાખ્‍યાઃ અમિતભાઇ શાહ

વિવિધ ક્ષેત્રે સાંસદના યોગદાનને બિરદાવતા કેન્‍દ્રીય ગૃહમંત્રી

રાજકોટ તા. પ :.. ગાંધીનગરના અડાલજ ખાતે જન સહાયક ટ્રસ્‍ટ દ્વારા રૂપિયા પ૦ કરોડના ખર્ચે નિર્મિત કરવામાં આવેલા હીરામણિ આરોગ્‍યધામ ઉદઘાટન કરીને કેન્‍દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહે જણાવ્‍યું હતું કે, સતત સક્રિય રહીને સમાજ સેવા કરવાના નરહરિભાઇ અમીનના ઉમદા ભાવના કારણે તેમના માતા-પિતાની સ્‍મૃતિમાં આ હીરામણી આરોગ્‍યધામનું નિર્માણ થયું છે.

શ્રી અમિતભાઇએ રાજયસભાના સભ્‍યશ્રી નરહરિ અમીનને સેવાભાવનાને બિરદાવતા જણાવેલ કે રાજનીતિમાં ઘણાના જીવનમાં ચડાવ-ઉતાર આવતા હોય છે. નરહરિભાઇના જીવનમાં પણ આવ્‍યા છે. પણ તેઓ કોઇને કોઇ માધ્‍યમથી સદાય સમાજ સેવામાં કાર્યરત રહ્યા છે. આવા બહુ ઓછા લોકો હોય છે. ક્રિકેટ એસો.ના માધ્‍યમથી તેમણે ખેલાડીઓ માટે ઉત્તમ સુવિધા ઉપલબ્‍ધ કરાવેલ. શિક્ષણ સમાજ સેવા વગેરે ક્ષેત્રે યોગદાન બાદ આરોગ્‍ય ક્ષેત્રે સેવા માટે હીરામણી આરોગ્‍યધામ નિર્માણ કર્યુ છે તે અભિનંદનને પાત્ર છે.

(12:24 PM IST)