<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રવિવારે ઇમર્જન્સી બેઠક બોલાવી : અચાનક કેબિનેટની મીટિંગથી મંત્રીઓ-અધિકારીઓને આશ્ચર્ય

રજાના દિવસે બેઠકના કારણે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર કંઈક નવી-જૂની કરે તેવી પણ સંભાવના

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલની આગેવાનીમાં આવતી કાલે રવિવારે 4:30 વાગ્યે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે કેબિનેટની બેઠક દર બુધવારે મળે છે, પરંતુ આ વખતે રજાના દિવસે કેબિનેટની બેઠક બોલાવવાના કારણે અધિકારીઓ તેમજ મંત્રીઓને પણ નવાઈ લાગી છે. 

રવિવારે કેબિનેટની બેઠકના કારણે અધિકારીઓ અને મંત્રીઓ ચકરાવે ચઢ્યા છે. રજાના દિવસે બેઠકના કારણે ભૂપેન્દ્રભાઈ  પટેલ સરકાર કંઈક નવી-જૂની કરે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે. સામાન્ય રીતે કોઈ મહત્ત્વના નિર્ણય લેવાના હોય ત્યારે જ આ પ્રકારે ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવે છે. ત્યારે જોવાનું રહ્યું કે, આ બેઠકમાં રાજ્ય સરકાર કયાં મહત્ત્વના નિર્ણય લે છે કે કેમ?

નોંધનીય છે કે, 7 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 23 વર્ષ પૂરા થવાના છે. ત્યારે એવી પણ સંભાવના સેવાઈ રહી છે કે, આ મુદ્દે પણ કોઈ મહત્ત્વના નિર્ણય લેવામાં આવી શકે. આજથી 23 વર્ષ પહેલાં 7 ઓક્ટોબરના દિવસે જ તેમણે પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધી હતી. જોકે, નરેન્દ્રભાઈ  મોદીએ ગુજરાતમાં સંઘ પ્રચારક તરીકે તેમની કામગીરીની શરુઆત કરી હતી.  આ પહેલાં વર્ષ 2018માં રૂપાણી સરકારમાં રજાના દિવસે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી. 

(1:09 PM IST)