<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

વડોદરામાં નવરાત્રી પર્વમાં સામૂહિક દુષ્કર્મના બનાવથી હા હાહાકાર : ભાયલીમાં મિત્ર સાથે બેસેલી સગીરા પર 3 શખ્સે દુષ્કર્મ આચર્યુ : વડોદરા તાલુકા પોલીસ દ્વારા નરાધમોને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ

સગીરા તેના મિત્ર સાથે એક અવવારૂ જગ્યાએ બેઠા હતી તેવામાં પાંચ જેટલા શખ્સો ત્યાં આવી પહોંચ્યાં હતા અને સગીરાના મિત્રને માર મારી બેસાડી દઇ પાંચ પૈકીના ત્રણ નરાધમોએ બાળકીને પીંખી નાખી

વડોદરા તા.૫ : સમગ્ર રાજ્યમાં નવરાત્રી પર્વને મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં ગેંગરેપની ઘટના સામે આવી છે. ભાયલી વિસ્તારમાં મિત્ર સાથે બેસેલી સગીરા સાથે ત્રણ શખ્સો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. બનાવની જાણ થતાં વડોદરા તાલુકા પોલીસે નરાધમોને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

આ અંગે પોલીસ સૂત્રો દ્વારા મળતી પ્રાથમિક માહિતી અનુસાર, શહેરના ગોરવા વિસ્તારમાં અંદાજીત 16 વર્ષીય સગીરા ગરબા રમાવા ઘરેથી નિકળી હતી. શહેરના છેવાડા આવેલ ભાયલી બિલ રોડ તરફ તેના મિત્ર સાથે રાતના 12 વાગ્યાની આસપાસ જઈ રહ્યા હતા. 

સગીરા તેના મિત્ર સાથે એક અવવારૂ જગ્યાએ બેઠા હતા, તેવામાં પાંચ જેટલા શખ્સો ત્યાં આવી પહોંચ્યાં અને સગીરાના મિત્રને માર મારી બેસાડી દઇ પાંચ પૈકીના ત્રણ નરાધમોએ સગીર બાળકીને પીંખી નાખી હતી. ઘરે પહોંચેલી સગીરાને અસહ્ય દુખાવો ઉપડતા સમગ્ર ઘટનાની જાણ માતાને કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. 

સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જાણવ્યું હતું કે, પીડિતા પોતાના મિત્રને રાત્રીના 11.30 વાગે મળી હતી અને રાત્રે 12 વાગે સગીરા તેના મિત્ર સાથે એક અવવારૂ જગ્યાએ બેઠી હતી તે દરમિયાન બે બાઈક પર સવાર 5 લોકોએ આવ્યા હતા. પીડિતા અને તેના મિત્ર સાથે માથાકૂટ કરી હતી જેમાં 5 માથી 2 વ્યક્તિ નીકળી ગયા અને 2 યુવકોએ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જયારે એક યુવકે પીડીતાના મિત્રને પકડી રાખ્યો હતો. 

જિલ્લા પોલીસ વડાએ ગેંગરેપ થયાની પુષ્ટિ કરતા વધુ માં જાણવ્યું હતું કે, સગીરા પીડિતા પરપ્રાંતીય છે હાલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને ઘટના ગંભીર હોય જિલ્લા પોલીસની સાથે શહેર પોલીસ પણ તપાસમાં જોડાઈ છે આરોપી 30 થી 35 વર્ષના હોવાનું પોલીસ અનુમાન છે. જોકે પીડિતા ગરબા રમવા નથી ગઈ. પીડિતા ચણિયાચોળીમાં નહોતી નોર્મલ ડ્રેસમાં જ હતી અને આ કેસ પોલીસ માટે ખુબ ચેલેન્જિંગ છે.

(4:43 PM IST)