News of Saturday, 5th October 2024
સરકારને કારણે ગરીબ પરિવારોને તહેવાર સમયે જ અનાજનો જથ્થો મળી શક્યો નથી :સરકાર સાથેની બેઠકો નિષફળ ગઈ: પ્રહલાદ મોદી
ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ શોપ એસો.ના પ્રમુખ પ્રહલાદ મોદીની સૌરાષ્ટ્રભરના દુકાનદારો સાથે સર્કિટ હાઉસમાં બેઠક

રાજકોટ - સસ્તા અનાજના દુકાનદારોની હળતાલ મામલે આજે ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ શોપ એસો.ના પ્રમુખ પ્રહલાદ મોદીની આજે સૌરાષ્ટ્રભરના દુકાનદારો સાથે સર્કિટ હાઉસમાં બેઠક યોજાઈ હતી
દરમિયાન એસો,ના પ્રમુખ પ્રહલાદ મોદીનુ મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું હતું કે
સરકારને કારણે ગરીબ પરિવારોને તહેવાર સમયે જ અનાજનો જથ્થો મળી શક્યો નથી,.
સરકાર સાથેની બેઠકો નિષફળ ગઈ છે સોમવારે ફરી બેઠક કરવા બોલાવ્યા છે પરંતુ મેં લેખિત પત્ર લખી બોલાવવા માંગણી કરી છે., સરકારે 20 હજાર કમિશન નક્કી કર્યું અમારી માંગણી 30 હજારની હતી.
તેમણે વધુમાં જણાવાયું હતું કે પરિપત્ર બનાવ્યો ત્યારે અમારી શરતો મુજબ બન્યો નહિ...
સરકારની શરત ગુજરાતી કહેવત જેવી છે જેમાં ''કૂવામાં હોઈ તો અવેળામાં આવે'' તેવી છે...
સરકારે શરત 7માં 97 ટકા ફિંગર પ્રિન્ટની વાત કરી છે..જો 100 ટકા ફિંગર પ્રિન્ટ થયું હોય તો સરકાર લેખિતમાં પુરાવો આપે...કામ જ નથી થયું અને અમારી પાસે માંગણી કરી રહ્યા છે...
બાયોમેટ્રિક કામ કર્યું હોય તો ગુજરાતમાં આ પરિસ્થિતિ જ ન થઈ હોય...
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
