News of Saturday, 5th October 2024
ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું વહેલી સવારે દુઃખદ અવસાન: ગાંધીનગર તેમના નિવાસ સ્થાનેથી અંતિમયાત્રા નીકળી

અમદાવાદ (કેતન ખત્રી દ્વારા): ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું વહેલી સવારે દુઃખદ અવસાન શું થયું હતું. ગાંધીનગર ખાતે તેમના નિવાસ સ્થાન સેક્ટર ૩૦થી અંતિમયાત્રા નીકળી હતી
૭૪ વર્ષનાં શંભુજી ઠાકોર લાંબા સમયથી બીમાર હતા. તેઓ ગાંધીનગર દક્ષિણનાં પૂર્વ ધારાસભ્ય હતા.
શંભુજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતાઓ પૈકી એક હતા. વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૭ માં તેઓ ગાંધીનગર દક્ષિણ, વિધાનસભા મત ક્ષેત્રમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જો કે, વર્ષ ૨૦૨૨ ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તેમને આરામ આપ્યો હતો અને તેમની જગ્યાએ અલ્પેશ ઠાકોરને જવાબદારી સોંપી હતી.
શ્રી શંભુજી ઠાકોર ગુજરાત વિધાનસભાનાં ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
