<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

ભારતીય સંસ્કૃતિની મહેક એટલે પરંપરાગત આભૂષણોના વૈભવ ને વૈશ્વિક ઓળખ આપવી

ન્યૂયોર્ક બાદ પેરિસ ફેશન શો માં ભારતીય આભૂષણો અને પોશાક દ્વારા વિદેશીઓમાં છવાઈ ગયેલ નિધિ શાહ વોરા ‘ARNI Fashion’

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સપ્ટેમ્બર ૨૦૨૪ માં યોજાયેલ ફેશન-શો માં ગુજરાતની નવરાત્રીના ચણિયાચોળી ની ભાતીગળ ડિઝાઇન આધારીત થીમ થી ‘ARNI Fashion Design’ દ્વારા નોર્થ કેરોલીના (શાર્લોટ શહેર) સ્થિત અમદાવાદની ફેશન ડિઝાઇનર નીધિ શાહ વોરા એ વધુ એક કદમ વિરાટ ડગ માંડી ફ્રાંસના પેરિસ શહેરમાં યોજાયેલ ફેશન-શો માં ૧૬ અમેરિકા સ્થિત ભારતીય મોડલ દ્વારા ફરી એકવાર ભારતીય સંસ્કૃતિની મહેકને પરંપરાગત દુલ્હન આભૂષણો અને પોશાક દ્વારા વૈશ્વિક ઓળખ અપાવી છે. જેનાથી ભારતીય મૂળના નિવાસીઓ તથા ફેશન પ્રેમી વિદેશીઓએ અભિભૂત થઈ પ્રશંસા કરી હતી.
અમેરિકા સ્થિત નિધિ શાહ વોરા એ પોતાની ફેશન ડિઝાઇનની કાબેલીયત અને કોઠાસૂજથી ન્યુયોર્કમાં ગુજરાતી પોશાક બાદ પેરિસ ખાતે ભારતીય સંસ્કૃતિની દુલ્હન જ્વેલરી ડિઝાઇન તથા પોશાકને વૈશ્વિક વિરાસત તરીકે જાણીતું કરી અમદાવાદ શહેરને આગવી ઓળખ અપાવી લોકચાહના પ્રાપ્ત કરેલ છે ‘ARNI Fashion’ દ્વારા રજુ થયેલ મોડેલ્સને વિશ્વના અગ્રેસર  ફેશન મેગેઝીનમાં સ્થાન મળેલ છે જેને વૈશ્વિક મીડિયાએ પણ નોંધ લઇ સરાહના કરેલ છે નિધિ શાહ વોરા ARNI Fashion ધ્વારા આગામી ફેબ્રુઆરી ૨૦૨૫ માં યોજાનાર ફેશન-શો માં ભારતીય પરંપરાની વધુ એક ઓળખ આપવા જઈ રહેલ છે


 

(8:14 PM IST)