News of Saturday, 5th October 2024
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી મિશન 'એરાથોન ભારત' નો પ્રારંભ : ભારતના 25 રાજ્યોમાં 25000 કિલોમીટરનું ભ્રમણ કરશે
આ મિશનનો ઉદ્દેશ્ય આબોહવાના પડકારો વિશે જાગૃતિ વધારવા અને સ્થિર ગતિશીલતા સાથે પરિવર્તન માટે ભારતના લોકોને એક કરવાનો છે: MATTERએ નીતિ આયોગના શૂન્ય - ઝીરો પોલ્યુશન મોબિલિટી કેમ્પેઈનનું ગૌરવપૂર્ણ ભાગીદાર છે. એરાથોનને EARTHDAY.ORG જેવી સંચાલિત સંસ્થાઓ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક મોબિલિટી કંપની, MATTER ગ્રૂપે આજે સત્તાવાર રીતે તેના મિશન, ‘એરાથોન ભારત’ ની શરૂઆત પ્રતિષ્ઠિત સ્થાન ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ થી કરી છે. એરાથોન ભારત એ અગ્રણી પહેલ છે જે ભારતના લોકોને એક પ્લેટફોર્મ પર એકસાથે લઈ આવે છે, અને નવીન અને સ્થિર ગતિશીલ સોલ્યુશન અંગે જાગૃતિને પ્રોત્સાહન આપે છે. જે સર્વતોમુખી અને વિશ્વસનીયતા સાથે તૈયાર કરવામાં આવે છે, જે આપણા મહાન રાષ્ટ્રના વિવિધ પ્રદેશોમાં સમૃદ્ધ છે.
સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટેના સ્થાન પરથી આ મહત્ત્વાકાંક્ષી પ્રવાસનો પ્રારંભ, એ ભારતની શક્તિ, એકતા અને ઉચ્ચ વિચારસરણીનું પ્રતીક છે. તે ભારતને સ્થિર અને ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટેશન તરફ લઈ જવા માટે MATTER ના મિશનની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્ય પૃષ્ઠભૂમિની સામે, એરાથોન ભારત ઇલેક્ટ્રિક વાહનોની દુનિયામાં પરિવર્તનશીલ ચળવળ માટે એક ભવ્ય વાતાવરણ સેટ કરે છે.
MATTER ટીમની સાથે, MATTER ના સ્થાપકોએ પર્યાવરણ પ્રત્યે કંપનીની અતૂટ પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, “મેટરમાં, અમારું લક્ષ્ય અશ્મિભૂત ઇંધણમાંથી સ્થિર ઊર્જા અને ગતિશીલતા સાથેના વિકલ્પોમાં સંક્રમણ કરવા માટે એક ઉત્પ્રેરક બળ બનવાનું છે. અમારો ધ્યેય એવું પરિવહન પ્રદાન કરવાનું છે જે જીવનને સમૃદ્ધ બનાવે છે અને સાથે સાથે પૃથ્વીની રક્ષા કરે છે અને આ ઇલેક્ટ્રિક મોટરબાઈક, રોજિંદા દિવસોમાં મુસાફરી હોય કે નવી ક્ષિતિજો માટેના સાહસ હોય, દરેક રાઈડ સ્વતંત્રતાની ભાવના જગાડે છે.”
એરાથોન ભારત એ મેટરનું ઉત્સર્જન વિના લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેનું મહત્ત્વાકાંક્ષી મિશન છે. આ અસાધારણ સફર 25 રાજ્યોમાં 25,000 કિલોમીટરની યાત્રા કરશે, જે ભારતના વૈવિધ્યસભર લેન્ડસ્કેપ્સને પાર કરશે અને દરિયાકાંઠાના મેદાનો અને પર્વતોના માર્ગોથી લઈને ભીડ વાળા શહેરો અને શાંત ગામડાઓ સુધી સફર કરશે. ગુજરાતમાંથી શરૂ થનારી આ યાત્રા અસંખ્ય સાંસ્કૃતિક અને પર્યાવરણીય સીમાચિહ્નો પર રોકાશે, અને ભારતના સમૃદ્ધ વારસા અને કુદરતી સૌંદર્યની ઉજવણી કરશે. આ રાઈડ ઇલેક્ટ્રિક મોટરબાઈક દ્વારા ઓફર કરવામાં આવતી વૈવિધ્યતા અને નવા અનુભવોનું પ્રદર્શન છે, જે દેશની ગતિશીલતાને પ્રોત્સાહિત કરવા, સ્થાનિક સમુદાયો સાથે જોડાણ કરવા અને જે પર્યાવરણીય પડકારોનો આપણે સામનો કરી રહ્યા છીએ તે અંગે જાગૃતિ લાવવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કે છે અને MATTER ઉચ્ચ પસંદગીની હિમાયત કરતા વ્યક્તિઓને પ્રેરણા આપવાનો પ્રયત્ન કરે છે અને દેશના સમુદાયો "ઇનોવેટ ઇન ઇન્ડિયા" અને "મેક ઇન ઇન્ડિયા" પહેલને સમર્થન આપતા લોકો અને પૃથ્વી ગ્રહની સુખાકારી માટે સ્વચ્છ પરિવહન સોલ્યુશન છે.
એરાથોન ભારત મિશનનું મૂળ આબોહવા પરિવર્તનનો સામનો કરવાની અને સ્થિર વિકલ્પોને અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવાની તાત્કાલિક જરૂરિયાત માટે છે. આ પ્રવાસ દ્વારા, MATTER નો ઉદ્દેશ્ય આબોહવા પરિવર્તનની અસરોને દર્શાવવાનો છે - જેમ કે ઇકોસિસ્ટમમાં ફેરફાર, વધતું જતું તાપમાન અને જૈવવિવિધતાને થતું નુકસાન – અને ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં આ અસર વધારે છે. આ રાઈડ સ્થાનિક ચેન્જમેકર્સ અને પ્રથાઓને સમર્પિત સંસ્થાની પણ ઉજવણી કરશે, તેમની સાથે અર્થપૂર્ણ સંવાદ અને સહયોગને પ્રોત્સાહન આપશે. આ રૂટ પરના દરેક રોકાણમાં સમુદાય સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવામાં આવશે, અને MATTER પર્યાવરણને અનુકૂળ પહેલ માટે હિમાયત કરશે. ઇલેક્ટ્રિક વાહનોને અપનાવવા, કાર્બન ઉત્સર્જન ઘટાડવા, નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ કરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરીને સલામત મુસાફરી માટે લોકોને પ્રોત્સાહન આપશે.
ગિયર ઇલેક્ટ્રિક મોટરબાઈક, AERA સાથે, MATTER વ્યક્તિઓનું સશક્તિકરણ કરવા, પર્યાવરણીય નુકસાન ઘટાડવા અને જીવનની ગુણવત્તા વધારવા માટે આધુનિક ઇલેક્ટ્રિક વાહનોની પરિવર્તનશીલ સંભવિતતા દર્શાવે છે. એરાથોન ભારત એક એવી રાઈડ છે જે ભવિષ્યમાં હરિયાળા ભારતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જે આજના પર્યાવરણીય પડકારો માટે વ્યવહારુ સોલ્યુશન આપે છે. આ આનંદકારક પ્રવાસમાં અમારી સાથે જોડાવા માટે સૌને વિનંતી કરતાં, અમે ભારતના વૈવિધ્યસભર લેન્ડસ્કેપ્સને નેવિગેટ કરીએ છીએ, પ્રેરણાદાયી પરિવર્તનકર્તાઓ સાથે જોડાઈએ છીએ અને સ્વચ્છ, વધુ સુંદર અને સુરક્ષિત ભવિષ્ય માટે સાથે મળીને કામ કરીએ છીએ. આ ગતિશીલતાને ટકાવી રાખવા માટે, એરાથોન ભારત એ ટકાઉ ભવિષ્ય તરફ વૈશ્વિક ચળવળ સાથે ભારતની ભવ્ય ભાવના અને પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન આપે છે.
MATTER એ NITI આયોગના શૂન્ય- ઝીરો પોલ્યુશન મોબિલિટી કેમ્પેઈનનું ગૌરવપૂર્ણ ભાગીદાર છે અને એરાથોન પહેલને EARTHDAY.ORG વેસ્ટર્ન ઈન્ડિયા ઓટોમોટિવ એસોસિએશન જેવી અગ્રણી સંસ્થાઓનું સમર્થન છે
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
