<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

જીતનગર ગામમાં એક શખ્સ પર સરપંચના પતિ સહિત ચાર વ્યક્તિઓનો હુમલો : વડોદરા સારવાર કરાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીતનગર ગામમાં સરપંચ ના પતિ સહિત ચાર વ્યક્તિઓએ એક શખ્સને માર મારતા પોલીસ ફરિયાદ થવા પામી છે
    પ્રાપ્ત માહિતી અનુસાર ભોગ બનનાર અશ્વિનભાઈ જશુભાઈ વસાવા (ઉ.વ.૩૭)(, રહે-જીતનગર તળાવ ફળીયુ) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ જીતનગર ગામ માં આવેલ મોહનભાઈ વસાવા ની દુકાનની પાસે તેઓ તેમના ગામના ઘર વપરાશનો સામાન લઈ ઘરે જતા હતા ત્યારે મોહનભાઈની દુકાન નજીક ગામના મહિલા સરપંચ ના પતિ (૧) સુરેશભાઈ રસિકભાઈ વસાવા તથા (૨) કૌશિકભાઈ ભુદરભાઈ વસાવા તથા (૩) નિકુંજભાઈ અરવિંદભાઈ વસાવા તથા (૪) જીગ્નેશભાઈ ધર્મેશભાઈ વસાવા (ચારેય રહે- જીતનગર તા-નાંદોદ જી-નર્મદા )નાઓ એ તેમને કહેવા લાગેલ કે તુ અમારા ફળીયામાં કેમ આવી ઉભો રહે છે, તારૂ કામ છે અમે તને કેટલા દિવસથી મળવા માગીએ છીએ તેમ કહી મને મા-બેન સમાણી બોલતા, ગાળો બોલવાની ના પાડતા સરપંચ કરી સુરેશભાઈ એ તેમને ગાલ ઉપર બે તમાચ માર્યા તથા કૌશિકભાઈ વસાવા એ મોઢા ઉપર તમાચો મારી તથા તેઓનુ ઉપરાણુ લઈ નિકુંજભાઈ વસાવા અને જીગ્નેશભાઈ વસવા ત્યાં આવું બરડાના ભાગે ઢીકો મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એકબીજાની મદદગારી ગુનો કરતા રાજપીપળા પોલીસે ઉપરોક્ત ચાર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:52 PM IST)