તા. ૨૮ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૦ બુધવાર
પ્લેન ક્રેશમાં અજીત પવારનું નિધન : શરદ પવારના ભત્રીજા તથા મહારાષ્ટ્રના રાજકરણમાં મોટુ નામ ધરાવતા અને છ વખત રાજયના નાયબ મુખ્યમંત્રી રહેલા અજીત પવારનું વિમાન સવારે બારામતી પાસે તુટી પડયું : વિમાન તુટી પડતા કુલ પાંચ લોકોના મોતઃ અજીત પવાર ૬૬ વર્ષના હતાં મહારાષ્ટ્રમાં શોકનું મોજું: ૩ દિવસનો રાજકીય શોકઃ અકસ્માતની ઘટનાની તપાસ થશેઃ ૬ વખત ડે.સીએમ બન્યા પણ સીએમ બની ન શકયાઃ તેઓ જનતાના નેતા હતાં: વડાપ્રધાન2:59 PM IST
મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના: બારામતીમાં લેન્ડિંગ સમયે નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ, સ્થિતિ ગંભીર, હોસ્પિટલ ખસેડાયા: છ લોકો સાથે હતા : અજિત પવારનું ખાનગી વિમાન બારામતી એરપોર્ટ પર ઉતરાણ (લેન્ડિંગ) કરી રહ્યું હતું ત્યારે જ રનવે પરથી ઉતરી ગયું અને ક્રેશ થયું: પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, અકસ્માત બાદ ઘટનાસ્થળે આગ અને ધુમાડો પણ જોવા મળ્યો હતો9:42 AM IST
ભારતનું ‘ડિપ્લોમેટિક મિશન’: ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં અડધો ડઝનથી વધુ દેશના વડાઓ ભારતની મુલાકાતે આવશે, દિલ્હીમાં જબરદસ્ત હલચલ: ન્યુઝ ફર્સ્ટ : બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા, ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ, કેનેડાના પ્રધાનમંત્રી કાર્ની, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનો સમાવેશ: વિયેતનામ અને મ્યાનમારના રાષ્ટ્રપતિઓ પણ ભારત આવશે11:42 PM IST
સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ભડકો: રાત્રે ૧૦.૪૫ વાગ્યે એમસીએક્સ ઉપર ચાંદીમાં એક જ દિવસમાં ₹૩૧,૦૦૦ અને સોનામાં ₹૮,૦૦૦ નો તોતિંગ ઉછાળો: આ સાથે સોનું પ્રતિ ૧૦ ગ્રામે ₹૧,૬૨,૦૦૦ની સપાટીને સ્પર્શી ગયું : યુદ્ધના ભણકારા અને વૈશ્વિક અસ્થિરતાને પગલે કિંમતી ધાતુઓએ તમામ રેકોર્ડ તોડ્યા: સોનામાં એક જ ઝટકે ૫% નો જંગી વધારો: આ સાથે જ ચાંદીના ભાવ ₹૩,૭૫,૦૦૦ પ્રતિ કિલોની ઐતિહાસિક સપાટી કુદાવી ગયુ11:01 PM IST
તારીખ ફાઇનલ : ૨૭મી ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી ઈઝરાયેલના પ્રવાસે: મિત્ર નેતન્યાહુ સાથે મુલાકાત યોજાશે: ન્યુઝ ફર્સ્ટ : ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે: વૈશ્વિક પરિસ્થિતિ અને મધ્ય પૂર્વના તણાવ વચ્ચે ભારત અને ઈઝરાયેલ વચ્ચેની આ બેઠક વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વની:બંને દેશો વચ્ચે સંરક્ષણ, ટેકનોલોજી અને કૃષિ ક્ષેત્રે નવા કરારો થવાની પણ શક્યતા 11:42 PM IST
હૃદયદ્રાવક: અજિત પવારના અકસ્માત સમયે માતા ટીવી જોતા હતા, સમાચાર સાંભળીને આઘાત ન લાગે તે માટે નોકરોએ અગમ ચેતી વાપરીને ટીવીનું કનેક્શન કાપી નાખ્યું : માતાના મોબાઈલને પણ સેવકોએ તાત્કાલિક 'ફ્લાઈટ મોડ' પર મૂકી દીધો: માતાને અંદરખાને ફાળ પડતા પૂછ્યું- 'શું દાદાને અકસ્માત થયો છે?': ૪ દિવસ પહેલા જ માતા-પુત્રની છેલ્લી મુલાકાત થઈ હતી10:48 PM IST
બાંગ્લાદેશી શૂટરનો ભારત પ્રવાસ: ક્રિકેટમાં 'ના' પછી શૂટિંગમાં 'હા' ; ખેલાડીને ભારતમાં એન્ટ્રી માટે વિઝાની જરૂર નહીં પડે : T20 વર્લ્ડ કપના વિવાદ વચ્ચે બાંગ્લાદેશનો મોટો નિર્ણય: રબીઉલ ઇસ્લામ ઇન્દોરમાં મચાવશે ધૂમ : નૌકાદળના જવાન હોવાથી મળ્યો ખાસ 'પાવર': વિઝા વગર સાત દિવસ ભારતમાં રહી શકશે બાંગ્લાદેશી સ્ટાર શૂટર10:20 PM IST
મહાદેવના ભક્તો માટે લોટરી: 'ભારત ગૌરવ' ટ્રેનમાં કરો ૭ જ્યોતિર્લિંગના દર્શન : રહેવા-જમવાની ચિંતા જ નહીં : ૧૧ માર્ચથી શરૂ થશે ભક્તિનો મહાકુંભ: રેલવે આપી રહી છે ૩૩% સુધીનું ખાસ ડિસ્કાઉન્ટ : ઉજ્જૈનથી સોમનાથ સુધીના દર્શન હવે બજેટમાં, માત્ર ₹૧૮,૮૫૦માં ૯ દિવસની શાહી સુવિધા અને વીમા સાથેની સુરક્ષિત મુસાફરી10:19 PM IST
વકફ વિવાદો પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા: ટ્રિબ્યુનલ પાસે સર્વોચ્ચ સત્તા નથી: સિવિલ કોર્ટના દરવાજા હજુ પણ ખુલ્લા : કલમ ૮૫નું નવું અર્થઘટન: દરેક પ્રોપર્ટી વકફ નથી અને દરેક વિવાદ ટ્રિબ્યુનલનો નથી : ભાડૂઆત, મનાઈ હુકમ અને નોંધણી વગરની મિલકતો પર સામાન્ય કોર્ટ જ નિર્ણય લેશે : સર્વોચ્ચ અદાલતે મર્યાદાઓ નક્કી કરી10:18 PM IST
રાહુલ ગાંધીને મોટી રાહત: બ્રિટિશ નાગરિકતા વિવાદમાં લખનૌ કોર્ટે અરજી ફગાવી : અરજદારને લાગ્યો આકરો ફટકો : કોર્ટનો પિત્તો ગયો: "આ સમયનો બગાડ અને કાયદાનો દુરુપયોગ છે" : વિપક્ષી નેતા વિરુદ્ધ FIR નોંધવાની માંગને જજે ફગાવી દીધી: નાગરિકતાનો નિર્ણય લેવો એ કોર્ટના અધિકારક્ષેત્રની બહાર હોવાનું સ્પષ્ટ કર્યું9:18 PM IST
બજેટ ૨૦૨૬: ખેડૂતોના ખાતામાં હવે ₹૬૦૦૦ને બદલે ₹૮૦૦૦ આવશે? નાણામંત્રીના પિટારામાંથી નીકળશે મોટી ભેટ : નાણામંત્રી નિર્મલા સીતારમણ કૃષિ બજેટને ₹૧.૫ લાખ કરોડે પહોંચાડે તેવી શક્યતા: પીએમ કિસાન યોજનાનો હપ્તો વધારવા ખેડૂતોમાં ભારે આશા : નકલી બિયારણ પર લગામ અને જંતુનાશકો પર GST ઘટાડવા 'ભૂમિપુત્રો'ની આતુરતા9:17 PM IST
ટ્રમ્પની ઈરાનને 'ફાઈનલ' ચેતવણી: "શું તમે વિનાશ માટે તૈયાર છો?" : નૌકાદળનો વિશાળ કાફલો ઈરાન તરફ રવાના : 'ઓપરેશન મિડનાઈટ હેમર' જેવો જ ભયાનક અંજામ આવશે: અબ્રાહમ લિંકન જહાજની આગેવાનીમાં અમેરિકી કાફલાએ ઈરાનને ઘેર્યું : પરમાણુ મથકો પર ફરીથી હુમલાની ધમકી આપતા ટ્રમ્પે કહ્યું, "સોદો કરો અથવા પરિણામ ભોગવો.9:16 PM IST
આકાશમાં ભારતનો સુવર્ણ યુગ: ૨૦૪૭ સુધીમાં દેશમાં હશે ૪૦૦ એરપોર્ટ્સ : વિમાન ઉત્પાદનમાં પણ ભારત બનશે 'વર્લ્ડ લીડર' : 'વિંગ્સ ઇન્ડિયા ૨૦૨૬'માં પીએમ મોદીનો હુંકાર: હવે માત્ર હવાઈ મુસાફરી જ નહીં, વિમાન પણ 'મેડ ઇન ઇન્ડિયા' હશે : ૧૦ વર્ષમાં એરપોર્ટ્સની સંખ્યા બમણી થઈ : હવે ટિયર-૨ અને ૩ શહેરો આર્થિક વિકાસના નવા કેન્દ્રો બનશે9:16 PM IST
વૈશ્વિક આતંકવાદનું નવું અને ખતરનાક ગઠબંધન: દોહામાં હમાસ અને લશ્કરના કમાન્ડરોની ગુપ્ત મુલાકાત: ભારત માટે 'રેડ એલર્ટ' : પાકિસ્તાની આતંકી ફૈઝલ નદીમની ચોંકાવનારી કબૂલાત: કાશ્મીરના ગુનેગારો અને હમાસના નેતાઓ વચ્ચે દોહામાં રચાયું ષડયંત્ર : દક્ષિણ એશિયા અને મધ્ય-પૂર્વના આતંકી સંગઠનો હાથ મિલાવતા ભારતીય એજન્સીઓ સતર્ક9:15 PM IST
ભારત-ઇઝરાયલ દોસ્તીનો નવો અધ્યાય: નેતન્યાહૂનું પીએમ મોદીને ખાસ આમંત્રણ: હવે રશિયા જેવો જ મજબૂત સાથી બનશે ઇઝરાયલ : વ્યૂહાત્મક ભાગીદારીમાં 'માસ્ટરસ્ટ્રોક': સુરક્ષા, વેપાર અને આતંકવાદ સામેની લડાઈમાં બંને દેશો એક મંચ પર : ૨૦૨૬માં પીએમ મોદીની સંભવિત ઇઝરાયલ મુલાકાતથી વૈશ્વિક રાજકારણમાં ગરમાવો : યહૂદીઓ માટે ભારત બન્યું સૌથી સુરક્ષિત આશ્રયસ્થાન9:13 PM IST
અજિત પવાર વિમાન દુર્ઘટના: રાજકારણમાં આક્ષેપબાજીનો ગરમાવો : ખડગે અને મમતા બેનર્જીએ કરી સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ : "એજન્સીઓ વેચાઈ ગઈ છે, તપાસ નિષ્પક્ષ થવી જોઈએ": મમતા બેનર્જીનો ગંભીર આક્ષેપ : અજિત પવાર ફરી શરદ પવારના જૂથમાં જોડાવાના હતા તેવા દાવા સાથે વિપક્ષે સુરક્ષા વ્યવસ્થા પર ઉઠાવ્યા આકરા સવાલ9:11 PM IST
બાળકો માટે સોશિયલ મીડિયા 'નો-એન્ટ્રી ઝોન': ફ્રાન્સમાં ૧૫ વર્ષથી નાની ઉંમરના બાળકો પર પ્રતિબંધ : નિયમ તોડ્યો તો એકાઉન્ટ થશે ડિલીટ : રાષ્ટ્રપતિ મેક્રોનનો માસ્ટરસ્ટ્રોક: ડિપ્રેશન અને સાયબર ધમકીઓથી બચાવવા ટિકટોક, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર લાદી પાબંદી : ૨૦૨૬ના શૈક્ષણિક સત્રથી કાયદો થશે કડક: ઉંમર છુપાવવી હવે કંપનીઓને પડશે મોંઘી.9:10 PM IST
આધાર સેન્ટરના ધક્કામાંથી મુક્તિ : UIDAIએ લૉન્ચ કર્યું ‘ન્યૂ આધાર એપ’નું ફૂલ વર્ઝન : હવે ઘરે બેઠા જ મોબાઈલ નંબર અને સરનામું અપડેટ થઈ શકશે : અનેક નવી સુવિધા ઉમેરાય : ૧૩ ભાષાઓમાં ઉપલબ્ધ હાઈટેક એપમાં બાયોમેટ્રિક લોક અને ફેમિલી મેનેજમેન્ટ જેવી સુવિધાઓ : ગુગલ-સેમસંગ વૉલેટમાં ડિજિટલ આધાર સાચવી શકાશે : સોશિયલ મીડિયા અને ૧૮+ વેરિફિકેશન માટે પણ ‘માસ્ટર કી’ બનશે6:49 PM IST
હવે આકાશમાં ગુંજશે 'મેડ ઇન ઇન્ડિયા'નો હુંકાર: HAL બનાવશે સુખોઈ સુપરજેટ-100 : નાના રનવે પર પણ 'બાહુબલી'ની જેમ ઉતરશે : બોઇંગ અને એરબસના એકહથ્થુ શાસનનો અંત: રશિયા સાથેના મેગા કરાર બાદ ભારત પોતે પેસેન્જર એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે : ફાઇટર જેટના DNA ધરાવતું આ વિમાન પહાડી વિસ્તારો અને ટૂંકા રનવે પર ઉતરાણ કરવામાં હશે માહેર.6:49 PM IST
સુપ્રીમ કોર્ટનો 'ચાબખો': ઝારખંડનો નસબંધીનો ડેટા નકલી ઠર્યો : રખડતા કૂતરા મામલે રાજ્યોને સુપ્રીમ કોર્ટની જોરદાર ફટકાર : ૨ મહિનામાં ૧.૬ લાખ કૂતરાઓની નસબંધીનો દાવો જોઈ જજ ભડક્યા: આસામમાં કરડવાના આંકડાએ મચાવ્યો ખળભળાટ: "હવામાં કિલ્લા ન ચણો જમીન પર કામ કરો" : શાળાઓ અને હોસ્પિટલોમાંથી કૂતરાઓને તાત્કાલિક હટાવવા આદેશ.6:47 PM IST
શેરબજારમાં દિવાળી : રોકાણકારોની મિલકતમાં એક જ દિવસમાં ₹6 લાખ કરોડનો તોતિંગ વધારો : સેન્સેક્સ-નિફ્ટીમાં વિસ્ફોટક તેજી : ભારત-EU વેપાર સોદાની જાદુઈ અસર: માર્કેટ બંધ થવાના અંતિમ કલાકોમાં શોર્ટ કવરિંગ અને નવી ખરીદીએ સેન્સેક્સને 82,300ની પાર પહોંચાડ્યો : BEL અને સ્ટારલાઇટ જેવા શેરોમાં રોકાણકારો માલામાલ.6:46 PM IST
ડિજિટલ દુનિયાનું કાળું પાસું: એપલ અને ગુગલ પ્લે સ્ટોર પર 'ડર્ટી એપ્સ'નો આતંક : મહિલાઓના ફોટા સાથે થઈ રહી છે છેડાછાડી : AI ના નામે અશ્લીલતાનો ખેલ: સામાન્ય ફોટામાંથી કપડાં હટાવી દેતી ૧૦૦થી વધુ એપ્લિકેશન્સ હજુ પણ સક્રિય : ૭૦ કરોડથી વધુ ડાઉનલોડ્સ અને કરોડોની કમાણી કરતું આ ગેરકાયદેસર નેટવર્ક તમારી પ્રાઈવસી માટે મોટો ખતરો6:45 PM IST
સંસ્કારી નગરી વડોદરામાં ભક્તિનો મહાકુંભ : ૨ ફેબ્રુઆરીએ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ૯૨મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી : ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા અપાશે બે બહુમાનપત્રો: જુઓ વિડીયો : ૩૫૦ એકરના વિશાળ મહોત્સવ સ્થળે ૧૪,૦૦૦ સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ : ૧૫,૦૦૦ બાળકો દ્વારા ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના મુખપાઠ અને વિશ્વમાં સૌથી વધુ મંદિરોના નિર્માણ બદલ લંડનથી આવેલા અધિકારીઓ સ્વામીશ્રીને સન્માનિત કરશે5:41 PM IST
ઓપરેશન સિંદુરમાં વિશ્વએ નિહાળ્યું ભારતનું સાહસ : સંસદના બજેટ સત્રના પ્રારંભે બંને ગૃહોની સંયુકત બેઠકને સંબોધતા રાષ્ટ્રપતિઃ વિરાસત અને વિકાસનો આપ્યો સંદેશ : રાષ્ટ્રપતિએ ગણાવી સરકારની ઉપલબ્ધીઓઃ છેલ્લા ૧૦ વર્ષમાં ભારતના દરેક ક્ષેત્રમાં વિકાસ થયોઃ પ્રવચન દરમ્યાન વિપક્ષની નારેબાજીઃ હંગામો3:57 PM IST
જમ્મુ -કાશ્મીરને ભારતથી અલગ કરવા માંગતો હતોઃ ખતરનાક ઇરાદા હતા : આતંકવાદીએ અનેક લોકોની હત્યા કરવાનું કાવતરું જ નહોતું ઘડ્યું, પરંતુ ભારત સામે યુદ્ધ છેડવાનો અને જમ્મુ અને કાશ્મીરથી અલગ થવાનો ઇરાદો પણ રાખ્યો હતો : આરોપી આતંકવાદી વિચારધારાથી ખૂબ પ્રેરિત હતો અને સશષા સંઘર્ષ દ્વારા જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરવાનું સ્વપ્ન જોતો હતો3:57 PM IST
ચાંદીમાં ૧૯૦૦૦-સોનામાં ૭૦૦૦ નો જંગી ઉછાળો : તેજીનું તાંડવ યથાવત : ચાંદી ૧ કિલોના ભાવ વધીને ૩,૭૭,૦૦૦ અને સોનુ ૧૦ ગ્રામના ભાવ ૧,૭૧,૦૦૦ રૂા.ની નવી ઐતિહાસિક સપાટીએ : સવારે ચાંદીના ભાવ ર૩,૦૦૦ વધીને ૩,૭૭,૦૦૦ની નવી સપાટી બનાવ્યા બાદ ભાવો ઘટયાઃ ચાંદીની પાછળ સોનાના ભાવો પણ સળગ્યા : બે દિ'માં ૧૦ ગ્રામે સોનામાં ૯,પ૦૦ રૂા. વધી ગયા : અમેરીકા-ઇરાન વચ્ચે યુધ્ધના ભણકારાના પગલે બંને કિંમતી ધાતુઓમાં રેકર્ડ વોર2:52 PM IST
નરેન્દ્રભાઇના નેતૃત્વમાં છેલ્લા ૧૧ વર્ષથી સનાતન સંસ્કૃતિને મહત્વ આપનારી સરકાર ચાલી રહી છેઃ અમિતભાઇ શાહ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીનું ગાંધીનગર ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા લિખિત ‘શિક્ષાપત્રી'ના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આયોજિત ‘સમૈયો મહોત્સવ' ને સંબોધન : ‘સર્વજન હિતાય' નો સંદેશ આપનારી ‘શિક્ષાપત્રી' જીવનનું નૈતિક બંધારણ છે, યુવાનોએ તેનો અભ્યાસ કરવો જોઈએ12:21 PM IST
અરિજીત સિંહની નેટવર્થ ૪૧૪ કરોડ રૂપિયાઃ ૮ કરોડનો એપાર્ટમેન્ટ છે : અરિજીત સિંહ એક ૨ કલાકના લાઇવ કોન્સર્ટ માટે ૧૪ કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છેઃ જ્યારે નાના કે પ્રાઇવેટ શો માટે તેની ફી ૨ કરોડ રૂપિયાથી શરૂ થાય છે : અરિજીત ભલે ચપ્પલ પહેરીને ફરતો જોવા મળે, પરંતુ તેનો પોર્ટફોલિયો ખૂબ જ મજબૂત છે10:14 AM IST
દુબઈમાં હવે સોનાથી થશે ખરીદીઃ લોન્ચ થયું વિશ્વનું પ્રથમ ગોલ્ડ-બેક્ડ માસ્ટરકાર્ડ : હવે દુબઈમાં સોનું માત્ર રોકાણનું સાધન નહીં, પણ ખિસ્સામાં રહેલા રોકડ નાણાંની જેમ જ કામ કરશે : કાર્ડ ધારકોને એરપોર્ટ પર લક્ઝરી લાઉન્જ એક્સેસ, આંતરરાષ્ટ્રીય હોટલોમાં ડિસ્કાઉન્ટ અને મોટી બ્રાન્ડ્સ પર સ્પેશિયલ ઓફર્સ જેવી સુવિધાઓ મળશે10:13 AM IST
કાશ્મીરના સોનમર્ગમાં રાત્રે ભયાનક હિમસ્ખલન: બરફના તોફાને હોટલોને લપેટમાં લીધી, સીસીટીવીમાં દ્રશ્યો કેદ: ન્યુઝ ફર્સ્ટ : કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં વિખ્યાત પર્યટન સ્થળ સોનમાર્ગમાં મંગળવારે રાત્રે ૧૦:૧૩ વાગ્યે કુદરતનો પ્રકોપ જોવા મળ્યો, સદનસીબે જાનહાનિ ટળી પરંતુ ભારે હિમવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત : ભારે બરફવર્ષાને કારણે કાશ્મીરનો સંપર્ક દેશના અન્ય ભાગો સાથે તૂટી ગયો: જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પણ રસ્તા પર જમા થયેલા બરફને કારણે બંધ કરી દેવામાં આવ્યો: જેના કારણે હજારો વાહનો અટવાઈ પડ્યા9:48 AM IST
ટેક્સાસમાં આવેલી નોકરીઓ પર પ્રથમ અધિકાર અમેરિકન નાગરિકોનો: અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં એચ-વન બી વિઝા પર મોટો પ્રતિબંધ: ગવર્નર ગ્રેગ એબોટનો આદેશ: ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક : પ્રતિબંધ ૩૧ મે, ૨૦૨૭ સુધી અમલમાં: આગામી દોઢ વર્ષ સુધી ટેક્સાસની કોઈ પણ રાજ્ય સરકાર હસ્તકની એજન્સી કે યુનિવર્સિટી નવા વિદેશી કર્મચારીઓને એચ-વન બી વિઝા હેઠળ નોકરી પર રાખી શકશે નહીં10:03 AM IST
હવે સનાતન ધર્મના અનુયાયીઓને નિરાશ થવું પડે તેવી સરકાર કે તેમનુ શાસન ક્યારેય આવવાનું નથી :' સમૈયા' માં અમિતભાઇ શાહનું નિવેદન : સામૈયા મહોત્સવના પ્રથમ દિવસે વડાપ્રધાન મોદીએ હરિભક્તોને વીડિયો સંદેશ પાઠવ્યો: કાલુપુર સ્વામિનારાયણ મંદિર ના મુખ્ય ગાદીપતિ કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજ તથા વ્રજેન્દ્રપ્રસાદ જી (લાલજી) મહારાજ એ શિક્ષાપત્રી અને તેના મૂલ્યો લોકો સુધી પહોંચાડવા હરિભક્તોને અપીલ કરી11:39 PM IST
સંગીત જગતમાં સ્તબ્ધતા! : અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગને કાયમ માટે કહ્યું ‘અલવિદા’ : સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી નિવૃત્તિની જાહેરાત કરી : “હવે હું કોઈ નવો પ્લેબેક અસાઈનમેન્ટ નહીં લઉં” – દિલ જીતનારા અવાજે ફિલ્મી સંગીત સફર પર વિરામ મૂક્યો : સ્વતંત્ર કલાકાર તરીકે શીખવાનું ચાલુ રાખશે : જૂના કોન્ટ્રાક્ટના ગીતો હજુ રિલીઝ થશે9:10 PM IST
"શંકરાચાર્ય દરજ્જાનો પુરાવો માંગવો એ શિષ્ટાચારનું ઉલ્લંઘન છે," :સ્વામી અવિમુક્તેશ્વરાનંદના સમર્થનમાં ભાજપ નેતા ઉમા ભારતી : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ કહ્યું- વહીવટીતંત્રે કાયદો અને વ્યવસ્થાનું કડક નિયંત્રણ કરવું જોઈએ. જોકે, કોઈના શંકરાચાર્ય દરજ્જાનો પુરાવો માંગવો એ શિષ્ટાચારનું ઉલ્લંઘન છે; ફક્ત શંકરાચાર્ય અથવા વિદ્વત પરિષદ જ આ કરી શકે છે."1:21 AM IST
બિહારમાં સુરક્ષાનું નવું ગણિત: તેજસ્વી યાદવનું સુરક્ષા કવચ ઘટ્યું, ગિરિરાજ સિંહ અને નીતિન નવીન બન્યા વધુ સુરક્ષિત : ગૃહ વિભાગનો સપાટો: વિરોધ પક્ષના નેતા તેજસ્વી અને શત્રુઘ્ન સિંહાની સુરક્ષામાં કાપ : જ્યારે ભાજપના નવા સુકાની નીતિન નવીનને હવે 'Z' શ્રેણીનો ઘેરો : રાજકીય ગલિયારાઓમાં તેજ બની ચર્ચાઓ.10:25 PM IST
વિધવાઓના હક માટે ઐતિહાસિક ચુકાદો: પુનર્લગ્ન પછી પણ પતિનું પેન્શન ચાલુ રહેશે : હાઈકોર્ટે સામાજિક સુરક્ષા પર લગાવી મહોર : દિલ્હી હાઈકોર્ટનો માનવતાવાદી અભિગમ: નિઃસંતાન વિધવાને આર્થિક રીતે લાચાર ન છોડી શકાય : પુનર્લગ્ન એ સામાજિક સુરક્ષાનો ભાગ : નિયમ ૫૪ ની બંધારણીય માન્યતા યથાવત રાખતા પેન્શન રોકવાની અરજી ફગાવી10:30 PM IST
ગુનેગારો હવે આર્થિક રીતે પણ પાયમાલ થશે: એસિડ એટેક કરનારાઓની મિલકતો હરાજી કરી પીડિતોને વળતર આપવા CJI સૂર્યકાંતનો આદેશ : માત્ર જેલની સજા પૂરતી નથી, ગુનેગારની સંપત્તિ જપ્ત કરી પીડિતના જીવનની સુધારણા માટે વાપરવામાં આવશે: સુપ્રીમ કોર્ટે રૂ. ૩ લાખની સરકારી સહાયને ગણાવી અપૂરતી : શાહીન મલિકની ૧૬ વર્ષની લડત રંગ લાવી10:30 PM IST
નકલી બિયારણના ખેલ ખતમ: કેન્દ્ર સરકારનો નવો કાયદો : હલકી ગુણવત્તાના બિયારણ વેચનારને ₹30 લાખનો દંડ અને જેલ : ૧૯૬૬ના જૂના કાયદાના સ્થાને નવું 'સીડ બિલ' તૈયાર: બિયારણના પેકેટ પર QR કોડથી ટ્રેકિંગ થશે : ઉત્પાદનથી ડિલિવરી સુધીની તમામ વિગતો આંગળીના ટેરવે હશે : ખેડૂતોની આજીવિકા સાથે રમત કરનારાઓ હવે બચી શકશે નહીં10:31 PM IST
કોઈ ભેદભાવ નહીં થાય, કાયદાનો દુરુપયોગ કરી શકશે નહીં: નવા યુજીસી નિયમોથી વિવાદ બાદ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું મોટું નિવેદન : આ નિયમો જાતિ આધારિત ભેદભાવની બિન-સમાવેશક વ્યાખ્યા અપનાવે છે અને ચોક્કસ શ્રેણીઓને સંસ્થાકીય સુરક્ષામાંથી બાકાત રાખ્યાનો સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલ અરજીમાં આરોપ10:46 PM IST
ગૃહમંત્રી અમિતભાઈ શાહની ગર્જના - "સનાતન મૂલ્યોનું અપમાન કરનારાઓ માટે સત્તાના દ્વાર હવે કાયમ માટે બંધ, સંતોના આશીર્વાદ વગર ગાદી અશક્ય" : ભગવાન સ્વામિનારાયણ રચિત ‘શિક્ષાપત્રી’ના ૨૦૦ વર્ષની ઉજવણીમાં ગૃહમંત્રીનો વિપક્ષ પર આડકતરો પ્રહાર : પીએમ મોદીના નેતૃત્વમાં સાંસ્કૃતિક વારસાના પુનરુત્થાન અને રામ મંદિર નિર્માણને સરકારની મોટી ઉપલબ્ધિ ગણાવી12:30 AM IST

ધરણા.....

ગાંધી માર્ગે.....

સુનાવણી

સાંસ્કૃતિક કાર્યક્રમ....
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાત સરકારે નવું હેલિકોપ્ટર ખરીદવાનો નિર્ણય કર્યો :ખાસ કમિટીની રચના કરાઈ : રાજ્યની હવાઈ સેવાઓને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવા માટે નિર્ણય લેવાયો : હાલમાં હેલિકોપ્ટર છે તેની 2007માં કરી હતી ખરીદી: તકનિકી ક્ષમતાઓ, સુરક્ષા માપદંડો અને ખર્ચ જેવા તમામ મુદ્દાઓનું મૂલ્યાંકનકરવા કમિટી બનાવાઈ 11:00 PM IST
સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના માળખામાં મોટો ફેરફાર : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ‘વાઈસ ચેરમેન’ તરીકે વરણી કરાઈ : ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગનો મહત્વનો નિર્ણય : નિવૃત્ત IAS અધિકારી આઈ.કે. પટેલને ગવર્નિંગ કાઉન્સિલમાં ‘મેમ્બર સેક્રેટરી’ તરીકે નિયુક્ત કરાયા : રાજ્યપાલના આદેશથી નવો સુધારો અમલી5:41 PM IST
સુરતમાં ગજેરા બંધુ ઉપર આઇટીના દરોડા : ૩૦ સ્થળોએ સર્ચ : લક્ષ્મી ડાયમંડ, મીલેનીયમ ગ્રૃપ, મની એક્ષ્પોર્ટ સહિતના ગ્રૃપ અને તેમના સહયોગી ઉપર સવારથી પ-૩૦ થી તપાસનો ધમધમાટઃ મોટી રોકડ રકમ મળી ? : વડોદરા-રાજકોટ-અમદાવાદના ૧પ૦ થી વધુ આઇટી અધિકિારીઓ તપાસમાં જોડાયા : હવાલા નેટવર્કની ચર્ચા : થોકબંધ દસ્તાવેજોની તપાસ : રાજકીય સામાજીક ક્ષેત્રે અનેકવિધ ચર્ચા 2:52 PM IST
નવી શિક્ષણ નીતિ મુજબ તૈયાર કરાયેલા"આધારશિલા" અભ્યાસક્રમને રાજ્યની તમામ આંગણવાડીઓમાં જૂન ૨૦૨૬થી અમલી બનાવાશે : આધારશિલા અભ્યાસક્રમ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે: મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો. મનીષાબેન વકીલ : આંગણવાડીમાં બાળકોને ૪ કલાકના દૈનિક સમયપત્રક મુજબ રમત-ગમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાશે : બાળકો માટે ઉંમર મુજબની ‘પ્રવૃત્તિ પુસ્તિકા’ અને કાર્યકરો માટે ‘એક્ટિવિટી બેંક’ તૈયાર કરાઈ : સ્ટેટ ઈ.સી.સી.ઈ. (ECCE) કાઉન્સિલની બેઠકમાં અભ્યાસક્રમ સાથે બાળકોના વિકાસના માપદંડ ધરાવતી પુસ્તિકા “મારી વિકાસ યાત્રા”ને પણ મળી મંજૂરી5:15 PM IST
ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં ૧,૬૧૪ પરાઓમાં રૂ. ૨,૬૦૦ કરોડના ખર્ચે ૨૦૨૦ કિમીના પાકા બારમાસી રસ્તા તૈયાર કરાશે- પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટમાં આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વધુ એક મહત્વનો નિર્ણય : પરાઓને પાકા બારમાસી રસ્તાઓથી જોડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ૬૦ ટકા અને રાજ્ય સરકાર દ્વારા ૪૦ ટકા રકમ ચૂકવવામાં આવે છે4:57 PM IST
અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે 'વિકાસદીપ' યોજના અંતર્ગત બંદીવાનોના તેજસ્વી સંતાનોનું બહુમાન : એક બંદીવાનનો પુત્ર લોકરક્ષક અને બીજા બંદીવાનનો પુત્ર જુનિયર ક્લાર્ક તરીકે ઉત્તીર્ણ:બંને તેજસ્વી યુવાનો રૂા. ૧૫,૦૦૧/- નું રોકડ પુરસ્કાર, મોમેન્ટો તેમજ પ્રશંસાપત્રથી સન્માનિત:પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના હસ્તે અપાયા રોકડ પુરસ્કાર: જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી પણ સુધારણાની પાઠશાળા, બંદીવાનોના બાળકો શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધી ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે માટે જેલ વિભાગ સતત પ્રયત્નશીલ છે: રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ2:15 PM IST
ધો.૧૨ સાયન્સના ૧ લાખથી વધુ વિદ્યાર્થીની ૫ ફેબ્રુઆરીથી પ્રાયોગિક પરીક્ષા યોજાશે : પ્રાયોગિક પરીક્ષા માટેની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડ દ્વારા ઓનલાઈન અપલોડ કરવામાં આવી : પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા દરેક સેન્ટર પર એક બાહ્ય નિરીક્ષકની નિમણૂક કરવામાં આવશે : પરીક્ષાના દિવસે જ વિદ્યાર્થીઓના ગુણ કેન્દ્ર સંચાલક દ્વારા શિક્ષણ બોર્ડને મોકલી આપવામાં આવશે10:06 AM IST
ગુજરાતમાં વાહનચોરી .માટે કૂવિખ્યાત ચોગડ ગેંગના ૧૩ ગુન્હામા વોન્ટેડ : ૨૧ વર્ષના યુવાન રાકેશને ક્રાઈમ બ્રાન્ચ મધ્ય પ્રદેશથી ઉપાડી લાવી નો વોન્ટેડ ઇન સુરત, સીપીનું અભિયાન કાગળ પર નહિ હોવાનું કાબિલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે વધુ એક વખત સિધ્ધ કરતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા તમામની પીઠ થાબડી જોઇન્ટ સીપી રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શનમાં અને ડીસીપી ભાવેશ રોજિયાના નેતૃત્વ હેઠળ ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર રઘુરાજસિંહ આઈ. જાડેજા સ્ટાફના નાસ્તા ફરતા સ્કોડની બાતમી આધારે સફળ ઓપરેશન2:15 PM IST
અમદાવાદ- મહેસાણા વચ્ચેના ૫૧ કિમીના હાઇવેને રૂ. ૨,૬૩૦ કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાના પ્રોજેક્ટને મુખ્યમંત્રી દ્વારા મંજૂરી: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી : અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતા આ હાઇવે પર દૈનિક એક લાખથી વધારે વાહનોની અવરજવર : મુખ્ય માર્ગનું આઠ માર્ગીયકરણ કરવાની સાથે રસ્તાની બંને બાજુ ૭ મીટર પહોળો સર્વિસ રોડ તૈયાર કરાશે: કુલ ૫૧ કિ.મી.ના માર્ગમાં ૧ એલિવેટેડ કોરીડોર, ૮ ફ્લાયઓવર તેમજ ૮ અંડરપાસ તૈયાર કરાશે7:02 PM IST
સ્થળે, તમામ ૫૧ શકિતપીઠના દર્શનનો લહાવો: પરિક્રમાનો દિવ્ય સંગમ: જાણો મહિમા : આધ્યાત્મિક ઉન્નતિ સાથે સંસ્કૃતિનું જતન અને રક્ષણ થાય એ માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૮માં ૫૧ શકિતપીઠની આધારશિલા રાખી હતી:આગામી ૩૦ જાન્યુઆરી થી ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ ત્રણ દિવસીય ૫૧ શકિતપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાશે6:58 PM IST
જેલ કેદીના એક પુત્ર પોલીસ બન્યા, બીજા કેદીના પુત્ર પણ સરકારી નોકરી મેળવી સિદ્ધિ મેળવી : ગુજરાતના જેલ સુધારણા ગૃહમાં ગુજરાતના મુખ્ય પોલીસ વડા અને ઇન્ચાર્જ મુખ્ય પ્રિઝન વડા, ડો. કે. એલ .એન.રાવના માર્ગદર્શનમાં શરૂ થયેલ યોજના સફળતાના શિખરો સર કરી રહી છે જેલ કેદી પરિવારના તેજસ્વી સંતાનોને પ્રોત્સાહિત કરવા ડો.ઇન્દુ રાવના સહયોગથી શરૂ થયેલ ઉમ્મીદ યોજના અંતર્ગત ઈનચાર્જ મુખ્ય જેલ સુધારણા વડા અને નાયબ પ્રિઝન વડા અશ્વિન ચૌહાણ વિગેરેના માર્ગદર્શનમાં સફળતાના નવા શિખરો સર કરી રહી છે, રોકડ પુરસ્કારથી વિભૂષિત કરાયા3:31 PM IST
રાજકોટ જિલ્લા ભાજપનું નવું સંગઠન માળખું જાહેર : ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રી સહિતના હોદ્દેદારોની નિમણૂક સાથે સંગઠનને અપાયો નવો વેગ : જુઓ સંપૂર્ણ સૂચિ : પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સૂચનાથી રાજકોટ ગ્રામ્ય સંગઠનમાં જ્ઞાતિ અને વિસ્તારના સમીકરણો સાધી ૨૧ મુખ્ય હોદ્દેદારો તેમજ વિવિધ મોરચાના પ્રમુખ - મહામંત્રીઓની વરણી કરવામાં આવી8:03 PM IST
ડો. યાજ્ઞિક રોડ પર મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ શો રૂમમાં ગ્રાહક બનીને આવેલી મહિલા ૪.૭૫ લાખનો ચેઇન ચોરી ગઇ : સીસીટીવી કેમેરામાં કેદ થતાં એ-ડિવીઝન પોલીસે મેનેજર વિજયભાઇ બુલચંદાણીની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ શરૂ કરી : સોની બજારમાં ગ્રાહક બનીને આવેલી મહિલા શ્રીકુંજ જ્વેલર્સમાંથી ચાંદીના ચેઇન, બાલી ચોરી ગઇઃ શકમંદ મહિલા હાથવેંતમાં 4:04 PM IST
ગુજરાતમાં પ્રાચીન સંસ્કૃતિના સ્થળો બચાવવા સરકારમાં અલગથી ‘‘સંસ્કૃતિ મંત્રાલય'' જરૂરી : જયાબેન ફાઉન્ડેશનના પરેશ પંડયાની માંગણી : પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીને રજુઆત ગુજરાતમાં ૩૬૩ રક્ષિત સ્મારકો છે, સોૈરાષ્ટ્રમાં ૧૯૯ છે, નવા સંશોધનો કેમ થશે ? પુરાતત્વ ખાતામાં સ્ટાફ-સાધનોની ભારે કમી ૨૬ જાન્યુ.થી ૧૨ ફેબ્રુ. પુરાત્વવિદ પી.પી. પંડયાની પૂણ્યતિથિ સુધી ૧૮ દિવસો પત્રથી રજુઆત થશે2:06 PM IST
વોર્ડ નં.૧૮માં પેવીંગ બ્લોક નખાશે3:51 PM IST
મખમલી અવાજથી લોકોના હૃદયમાં વસે છે અરિજીત સિંહ : તેમણે ફિલ્મી ઝાકઝમાળથી દૂર રહીને પોતાના મૂળ સંગીત તરફ વળવાનો નિર્ણય લીધો છે : હવે તેઓ ભારતીય શાષાીય સંગીત અને સ્વતંત્ર આલ્બમ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે : તેમના પિતા પંજાબી અને તેમની માતા બંગાળી છે : તેમની સંગીતની શરૂઆતની તાલીમ તેમના ઘરેથી તેમની દાદી પાસેથી થઇ અરિજીત સિંહ રાજેન્દ્ર પ્રસાદ હઝારી પાસેથી શાસ્ત્રીય ગાયન શીખ્યા અને તબલા વાદનની તાલીમ ધીરેન્દ્ર પ્રસાદ હઝારી પાસેથી લીધી તેમણે લગભગ દરેક ભાષામાં ૪૦૦થી વધુ ગીતો ગાયા છે4:05 PM IST
ભાજપ સામે પૂરા જોમ-જુસ્સાથી લડીશુ : ડો. મહેશ રાજપુત : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી ડિપાર્ટમેન્ટના નવનિયુક્ત ચેરમેન ડો. મહેશ રાજપુત ‘અકિલા'ના આંગણે : અમે અમિત ચાવડાની આગેવાનીમાં આંદોલન કર્યા બાદ ઓબીસી સમાજને ૨૭ ટકા આપવા કમીટીની રચના કરાઇ, ગરીબ વ્યક્તિનો વિકાસ થવો જોઇએ પરંતુ ભાજપના શાસનમાં તો માત્ર રૂપિયાવાળા લોકોનો જ વિકાસ થઇ રહ્યો છે, બજેટમાં ઓબીસી જ્ઞાતિના લોકોના વિકાસ માટે રકમ ફાળવવામાં આવે3:41 PM IST
કોળી સમાજ હજુ આક્રમક મૂડમાં : જયરાજ આહીરની ધરપકડ છતાં જીતુભાઇ વાઘાણીના મતવિસ્તારમાં ' ન્યાય સભા' યોજશે : ભાવનગરમાં ઠેર-ઠેર કોળી સમાજના સંમેલનના બેનરો લાગ્યા: કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદોને આમંત્રણ અપાયું : બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા પ્રકરણમાં ન્યાય માટે કોળી સમાજ મેદાને 11:18 PM IST
જામનગર ભાજપનું નવું સંગઠન માળખું જાહેર : બીનાબેન કોઠારીએ પ્રદેશ નેતૃત્વના પરામર્શ બાદ વિવિધ મોરચાના હોદ્દેદારોની કરી વરણી : જુઓ સંપૂર્ણ સૂચિ : ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રીઓ સહિત યુવા, મહિલા, કિસાન અને લઘુમતી મોરચામાં નવા ચહેરાઓને સ્થાન : શહેરના તમામ વોર્ડ અને મંડલોને સંતુલિત પ્રતિનિધિત્વ આપી સંગઠનને મજબૂત બનાવવાનો પ્રયાસ3:24 PM IST
કચ્છના આડેસરમાં ૪૭ લાખના બિયર-દારુના જથ્થાનો નાશ : દારુ બિયરની નદી વહેતી થયેલી નિહાળીને અનેક પ્યાસીઓની જીભ ઠંડીમાં લબકારા મારતી જોવા મળી : જુઓ વિડીયો : જુદા જુદા વિસ્તારોમાં થી ૨૩ ગુના માં પ્રોહિબિશન અંગે ના દરોડા દરમિયાન પકડવામા આવેલ બિયર નંગ ૫૯૮૯, કવોટરીયા ૩૪૯, બોટલો ૨૯૧૬ સહિત ૯૨૫૪ નંગ બોટલ નો નાશ કરાયો3:21 PM IST
ગોંડલમાં સાળાની લાશ બનેવીએ બારોબાર દાટી દીધી! : લીલા ત્રોફામાં ગુપ્તાંગ ફસાઇ જતાં સારવાર બાદ ગોંડલ બહેન-બનેવી સાથે રહેતાં યુવાને આપઘાત કર્યો કે અન્ય કંઇ બન્યું? : ૧૮ વર્ષના યુવાનને ઇજાની સારવાર બાદ અમદાવાદથી રજા અપાયા પછી બહેન શિલ્પા અને બનેવી ભાવેશ સાથે રહેતો હતોઃ ૨૨મીએ માતા ગૂમ થતાં શિલ્પા તેને શોધવા નીકળી પરત ઘરે આવી ત્યાં ભાઇ ગૂમ હતોઃ પતિને પુછતાં તેણે કહ્યું-તારો ભાઇ ઘરેથી નીકળી ગયો છેઃ સતત બે દિવસની પુછતાછ બાદ પતિ ભાવશે કબુલ્યું-તારા ભાઇએ આપઘાત કર્યો હતો, તને આઘાત ન લાગે એટલે મેં બારોબાર લાશ દફનાવી દીધી છેઃ ગોંડલ પોલીસે મૃતદેહ બહાર કઢાવી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડયો11:13 AM IST
જામનગરના એક અગ્રણી ઉદ્યોગપતિ સામે દુષ્કર્મની ફરિયાદ બાદ તેના જ ભાગીદાર ને રિવોલ્વરની અણીએ પતાવી દેવાની ધમકી : જમીન મકાનના લેન્ડ ડેવલોપર અશોક દેવશીભાઈ અકબરીની અગ્રણી ઉદ્યોગપતિ અને જનક ઓઇલ મિલના માલીક વિશાલ મહેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ ભાગીદારીમાં ખરીદ કરેલી જમીનના ભાવ આસમાને પહોંચતાં દાનત બગડી હોવાની ફરિયાદ: પોતાના ભાગીદાર લેન્ડ ડેવલોપરને પોતાની મિલમાં બોલાવી ઢોર માર માર્યો : લેન્ડ ડેવલોપરે જિલ્લા કલેકટર સમક્ષ છેલ્લા પાંચ વર્ષથી પોતે પરેશાન અને ધમકીનો શિકાર બન્યા ની રજૂઆત કરતાં તાત્કાલિક ગુનો દાખલ કરવા આદેશ 9:46 AM IST
જામનગર મહાનગરપાલિકાની પંદર દિવશે મળતી બેઠક આઠ દિવસ માં જ મળી : ત્રીજુ સ્મશાન બનાવવા ૬ કરોડ ના ખર્ચને સૈધાંતિક મંજૂરી : વર્તમાન સત્તાધારી પક્ષ ની વર્તમાન બોડી ની મુદત પૂર્ણ થતી હોવાથી કરોડો ના ખર્ચાઓ ને ધડાધડ અપાતી મંજૂરીઓ : બેઠક માં કુલ રૂા. ૨૯ કરોડ ૫૪ લાખ ના કુલ ખર્ચ ને મંજૂરી આપવામાં આવી9:46 AM IST
જામનગર શહેરમાં ગઈકાલે ખેડૂતો ના હિત ના પ્રશ્ને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ પદયાત્રા યોજાઈ : જુઓ વિડિયો : જામનગર જિલ્લાભરના ખેડૂતો નાખેતરોમાંથી કઢાતી વીજલાઈનોના વળતર મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું : ટેલીગ્રાફ એક્ટ-૧૮૮૫ મુજબ નોટીસો અપાય છે : ખેડૂતોને આ કાયદા મુજબ વળતર આપવા ની માંગણી બુલંદ કરાઈ11:42 AM IST
વિકસિત ભારત - જી રામ જી અધિનિયમ’ અંગે વ્યાપક જનજાગૃતિ લાવવા કચ્છ ભાજપ દ્વારા આહવાન : પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યશાળાનું આયોજન : કેન્દ્ર સરકારનો આ અધિનિયમ લોકોપયોગી અને નાના માણસને વધુ ફાયદો અપનારો બની રહેશે જેથી તેનો યોગ્ય પ્રચાર પ્રસાર થાય તે માટે દરેક મંડળ સહિત સમગ્ર જિલ્લા ભાજપ સંગઠન કાર્ય કરશે : જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ9:51 AM IST
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રી હરિ મંદિરના ૨૦મા પાટોત્સવ મહા મહોત્સવ ૨૦૨૬ અંતર્ગત ધાર્મિકકાર્યો સાથે-સાથે માનવ સેવાના મહાયજ્ઞ સમા મેડિકલ કેમ્પસનું આયોજન થયુ : સાંદિપની ગુરુકુળ ખાતે સેવાયજ્ઞની "પૂ.ભાઈશ્રી" રમેશભાઈ ઓઝાના દ્વારા મંત્રોચ્ચાર સાથે "દીપ પ્રાગટ્ય" કરી શુભ શરૂઆત કરવામાં આવેલ : પોરબંદર જિલ્લા કલેકટર , પોરબંદર પોલીસ અધિક્ષક , પોરબંદર મેડિકલ કોલેજના ડીન સહિતનાની ઉપસ્થિતિ2:38 PM IST
દેશવ્યાપી બેંક હડતાલમાં સ્થાનિક બેંક કર્મચારીઓ સામેલ : જામનગરમાં બેંક કર્મીઓ - યુનિયન દ્વારા પડતર માંગને લઇ સૂર થયો બુલંદ : જુઓ વિડીયો : સાપ્તાહિક ૫ દિવસ વર્કીંગ ડે ની પ્રચંડ માંગ : શનિ રવિ અને પછી સોમવારે પ્રજાસતાક પર્વની રજા પછીનાં દિવસે હડતાલને કારણે સતત ૪ દિવસ બેંકો બંધ રહેતા અનેક લોકો મુશ્કેલીમા મુકાયા9:49 AM IST
પોરબંદરમાં વંદેમાતરમ્ કોસ્ટલ સાયકલોથોનઃ ૧૦૦થી વધુ સાઇકલ સવારો જોડાશે : ‘વંદેમાતરમ્' ગાનના ૧પ૦ વર્ષની સ્મૃતિમાં રાષ્ટ્રીય સ્તરની કોસ્ટલ સાયકલોથોનનું આયોજન દરિયા કાંઠાની સુરક્ષા અંગે જાગૃતિ લાવવા પોરબંદર કાંઠાથી ફેબ્રુઆરીમાં સાયકલ રેલી પસાર થશે માધવપુરમાં ફલેગ ઓફ કાર્યક્રમઃ અન્ય વિવિધ કાર્યક્રમો વિસાવાડા અને કડછમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પોરબંદર જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને વંદેમાતરમ કોસ્ટલ સાયકલોથોનના આયોજન-તૈયારી અંગે બેઠક મળી હતી. તે તસ્વીર. 12:07 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
T20 વર્લ્ડકપ ટ્રોફીની રેપ્લિકા અમદાવાદ લવાઈ: ICC ટ્રોફી ટૂરમાં બુમરાહની સ્કૂલમાં પહોંચી : સ્કૂલમાં આચાર્ય રહેલા બુમરાહના માતા પણ ઉપસ્થિત:‘ક્લાસ ઓફ 26’ પહેલના ભાગ રૂપે, ટ્રોફી અમદાવાદમાં :બુમરાહની માતાએ બાળકો પર ભણતરનુ દબાણ ન કરવા સૂચન આપ્યુ. બાળકોને પસંદગીની ફિલ્ડમાં જવા સપોર્ટ કરવા સૂચન કરાયું 1:57 PM IST










































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


















































































.jpg)






































































































































