<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના અધ્યક્ષતામાં રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે “સંપૂર્ણતા અભિયાન” “સમાપન સમારોહ” યોજાયો

નર્મદા જિલ્લાની સગર્ભા મહિલાઓ, કુપોષિત બાળકોની આંગણવાડીના બહેનો, આશાવર્કર દ્વારા કાળજી કરવામાં આવી રહી છે : નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ :સંપૂર્ણતા અભિયાન” ના “સમાપન સમારોહ” કાર્યક્રમમાં કુલ ૪૦ અધિકારી-કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:કેન્દ્ર સરકારના “નીતિ આયોગ” દ્વારા પ્રેરીત “સંપૂર્ણતા અભિયાન”ની સફળતાના ભાગરૂપે રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં “સંપૂર્ણતા અભિયાન” “સમાપન સમારોહ” યોજાયો હતો.
આ પ્રસંગે નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતુ કે, સરકાર દ્વારા એસ્પીરેશનલ ડીસ્ટ્રીક પ્રોગ્રામના ૬ અને એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામના ૬ એમ કુલ મહત્વના ૧૨ ઈન્ડીકેટર્સને ૪ થી જુલાઈ થી ૩૦ મી સપ્ટેમ્બર-૨૪ સુધી ત્રણ મહિનાના ટુંકા સમયગાળામાં સેચ્યુરેટ કરવાના ઉદ્દેશ્યથી આ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. આજરોજ રાજપીપળા સરદાર ટાઉન હોલ “સમાપન સમારોહ” માં વિવિધ વિભાગોના કર્મીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરી થકી જિલ્લાના અનેક લોકોને સરકારના યોજનાકીય લાભો મળ્યા છે. તે બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. જે અભિનંદનના અધિકારી છે.
વધુમાં જણાવ્યું કે, સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોચાડવા માટે આરોગ્ય, શિક્ષણ, પોષણ, ખેતીવાડી વિભાગ સહિત આંગણવાડીની બહેનો અને એવી જ આશાવર્કર બહેનો થકી ગામોમાં ચાવીરૂપ કામગીરી કરી સગર્ભા મહિલાઓ, બાળકોની કાળજી લેવામાં આવતી હોય છે. આદિવાસી લોકો માટે હર હંમેશ ચિંતા કરનાર સરકારે પ્રધાનમંત્રી જનધન યોજના થકી મફતમાં સારવાર મળી રહે છે જે સૌના માટે આશીર્વાદ સમાન બની રહી છે.
સરકાર દ્વારા સ્વચ્છતા સેવા અભિયાન, પોષણ અભિયાન, એક પેડ માં કે નામ, મિલેટ્સ વર્ષ થકી મુખ્ય ધાન્ય પાકોને આર્થિક, સ્વરોજગાર માટે યુવાધનને પ્રોત્સાહિત કરી રહ્યા છે જેના થકી પોતાનુ જીવન ધોરણ ઊચુ આવે અને પોતાનો વિકાસ કરી શકે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
જિલ્લા કલેકટર એસ.કે. મોદીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યુ હતું કે, આંગણવાડી સાથે સંકળાયેલ આશાવર્કર, આંગણવાડી કાર્યકરને સરકાર દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી નિષ્ઠાપૂર્વક કરી રહી છે. જે પ્રસંશાને પાત્ર છે અને એવી નારી શક્તિને વંદન.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૪ માં ગુજરાત રાજ્યમાં એસ્પીરેશનલ ડીસ્ટ્રીક તરીકે નર્મદા જિલ્લાને પ્રથમ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો થકી જિલ્લાને પાણી, શિક્ષણ, પોષણ, આરોગ્ય, કૃષિની સુવિધાઓ ઉપલબ્ધ કરી જિલ્લાના વિકાસને શ્રેષ્ઠ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
સંપૂર્ણતા અભિયાનની સફળતા માટે વિવિધ કચેરીના કર્મયોગીઓને પ્રોત્સાહિત કરવા નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકીત પન્નુની વિશેષ ઉપસ્થિતમાં કુલ ૪૦ જેટલા આરોગ્ય, પોષણ, શિક્ષણ, ખેતીવાડી અને જિલ્લા ગ્રામ વિકાસ કચેરીના અધિકારી-કર્મચારીઓ, સ્વ સહાય જુથની મહિલાઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
વૉકલ ફોર લોકલ' ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વિવિધ જૂથની બહેનો થકી સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. સાથે આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કેમ્પ યોજી ડાયાબિટીસ, બ્લડ સુગર ચેકઅપ અને પ્રાથમિક દવા વિના મુલ્યે આપવામાં આવી હતી. તદ-ઉપરાંત લાભાર્થીઓ દ્વારા સાફલ્ય ગાથા/પ્રતિભાવો રજુ કરવામાં આવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સંકલન જિલ્લા વહીવટી તંત્ર નર્મદા જિલ્લા આયોજન કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લા આયોજન અધિકારી એમ.આર.રાઉલે સ્વાગત પ્રવચન કર્યુ હતુ

(11:56 PM IST)