તા. ૧૭ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૧૫ શુક્રવાર
કેન્દ્ર સરકારને લોકસભામાં મોટો ફટકો : 131મું બંધારણીય સુધારો બિલ જરૂરી બહુમતીના અભાવે પસાર થવામાં નિષ્ફળ : બિલ પર થયેલા મતદાનમાં સરકારના પક્ષમાં 298 મતો પડ્યા હતા, જ્યારે વિરોધમાં 230 સભ્યોએ મતદાન કર્યું : મહિલા અનામત અને સીમાંકન સંબંધિત બિલ પર સરકાર પાસે 2/3 બહુમતી ન હોવાથી પરાજય : વિપક્ષની એકતા સામે એનડીએનું ગણિત ઉંધુ પડ્યું : લોકસભાની બેઠકો 850 કરવાની દરખાસ્ત અટકી7:59 PM IST
દેશભરમાં નારી શક્તિ વંદન અધિનિયમનો અમલ શરૂ : કેન્દ્ર સરકારે મધરાત્રી પછી જાહેરનામું બહાર પાડીને ૨૦૨૩ના મહિલા અનામત કાયદાને સત્તાવાર રીતે લાગુ કર્યો : સંસદમાં ૨૦૨૯થી અનામત આપવા મુદ્દે ગરમાગરમ ચર્ચા વચ્ચે કાયદા મંત્રાલય દ્વારા ૧૬ એપ્રિલ ૨૦૨૬થી કાયદો પ્રભાવી હોવાની જાહેરાત કરાઈ : સીમાંકન અને વસ્તી ગણતરી બાદ જ વાસ્તવિક અમલીકરણ શક્ય બનશે*9:34 AM IST
મુકેશ અંબાણીને પાછળ છોડીને ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક બન્યા : અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરીઃ અદાણીની કુલ સંપત્તિ હવે $૯૨.૬ બિલિયન સુધી પહોંચી ગઈઃ કુલ સંપત્તિ $૮.૧૦ બિલિયન વધી : અંબાણીની કુલ સંપત્તિ $૯૦.૮ બિલિયન રહી છે, જે આ વર્ષે $૧૬.૯ બિલિયનનો ઘટાડો છે10:07 AM IST
બોક્સ એપલનું, પણ સામાન નકલી:ડિલિવરી બોયનું લાખોનું ઓનલાઈન શોપિંગ કૌભાંડ :અનેક રાજ્યોમાં ફેલાયેલું નેટવર્ક : ઈન્દોરમાં પોલીસે એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો જે ઓનલાઈન શોપિંગની આડમાં કંપનીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરતી હતી:પોલીસે જયપુરમાં ગેંગ લીડર અને બે અન્ય આરોપીઓની ધરપકડ કરી 12:21 AM IST
લોકસભામાં મહિલા અનામત બિલ અટકતા ગૃહમંત્રી અમિત શાહ લાલઘૂમ : વિપક્ષના આકરા વિરોધને ‘નારી શક્તિનું અપમાન’ ગણાવ્યું : કોંગ્રેસ, TMC અને સપાએ 33 ટકા અનામતના અધિકારને રોક્યો હોવાનો ગૃહમંત્રીનો આક્ષેપ : બંધારણીય સુધારા માટે જરૂરી 2/3 બહુમતી ન મળતા બિલ પરાજિત : વિપક્ષને મહિલાઓના રોષનો સામનો કરવા તૈયાર રહેવા ચેતવણી11:40 PM IST
તમિલનાડુમાં ગમખ્વાર અકસ્માત : વાલપારાઈના પહાડી માર્ગ પર ટેમ્પો ટ્રાવેલર ખાઈમાં ખાબકતા કેરળના 8 પ્રવાસીઓના કમકમાટીભર્યા મોત : વાલપારાઈના 13માં હેરપિન બેન્ડ પર ચાલકે કાબૂ ગુમાવતા વાહન સીધું 9માં વળાંક પર ખાબક્યું : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી પિનરાઈ વિજયને દુઃખ વ્યક્ત કરી મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરી11:36 PM IST
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આપી મહત્વની માહિતી :પરિણામોની તારીખ સાથે રોકાણકારોને ડિવિડન્ડની પણ જાહેરાત કરી : કંપનીના જણાવ્યા અનુસાર બોર્ડ મીટિંગમાં ક્વાર્ટર અને સંપૂર્ણ નાણાકીય વર્ષ માટે ઓડિટેડ સ્ટેન્ડઅલોન અને કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામોને મંજૂરી આપશે. બોર્ડ ઇક્વિટી શેરધારકોને ડિવિડન્ડની ભલામણ કરવાનું પણ વિચારશે.9:23 PM IST
મૃત્યુ પહેલા માણસને કેવા સપના આવે છે? નવા વૈજ્ઞાનિક સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો; સફેદ ઘોડો, તેજસ્વી પ્રકાશ અને પૂર્વજોના મિલનનું શું છે રહસ્ય? : ઇટાલીના સંશોધકોએ 239 નિષ્ણાતોના અનુભવો પરથી તૈયાર કર્યો રિપોર્ટ; મૃત્યુની અણી પર રહેલા લોકોના સપના માત્ર ભ્રમ નથી પણ મનની શાંતિનો માર્ગ છે, જાણો 'એન્ડ ઓફ લાઈફ ડ્રીમ્સ' પાછળનું વિજ્ઞાન9:12 PM IST
વૈશ્વિક મંચ પર જય શાહનો દબદબો: વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 'યંગ ગ્લોબલ લીડર્સ 2026' યાદીમાં મળ્યું સ્થાન, ક્રિકેટ જગતમાં ભારતનું વધ્યું કદ : ICC ચેરમેન અને BCCI ના પૂર્વ સચિવ જય શાહ 55 દેશોના પ્રભાવશાળી યુવા નેતાઓની ક્લબમાં સામેલ; ઓલિમ્પિકમાં ક્રિકેટની એન્ટ્રી કરાવનાર માસ્ટરમાઇન્ડની વિશ્વ સ્તરે નોંધ લેવાઈ9:09 PM IST
વૈશ્વિક બજારમાં દિવાળી જેવો માહોલ: ઈરાને હોર્મુઝની સામુદ્રધુની ખોલતા જ અમેરિકી શેરબજારમાં તોફાની તેજી, ડાઉ જોન્સ 800 પોઈન્ટ ઉછળ્યો : મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો વિખેરાતા રોકાણકારોમાં ભારે ઉત્સાહ; ક્રૂડ ઓઈલના સપ્લાયની ચિંતા હળવી થતા વોલ સ્ટ્રીટમાં રેકોર્ડબ્રેક રેલી, નાસ્ડેક અને S&P 500 પણ ઓલ-ટાઈમ હાઈ સપાટીએ9:08 PM IST
રોહિત શેટ્ટી ફાયરિંગ કેસ: યુપીના આગ્રાથી નવમો 'શાર્પ શૂટર' ઝડપાયો : અંડરવર્લ્ડ કનેક્શનનો પર્દાફાશ! : શુભમ લોંકર ગેંગના ઈશારે બોલિવૂડના દિગ્ગજ દિગ્દર્શકને ડરાવવાનું કાવતરું : મુંબઈ પોલીસ અને UP STFએ સંયુક્ત ઓપરેશનમાં પ્રદીપ કુમારને દબોચ્યો : સોશિયલ મીડિયાના રવાડે ચડી ગુનાખોરીની દુનિયામાં જમાવ્યું હતું વર્ચસ્વ8:59 PM IST
અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરારની તૈયારી: યુદ્ધનો અંત લાવવા માટે ત્રણ પાનાના સમજૂતી કરાર પર સહમતિ સધાઈ: પરમાણુ કાર્યક્રમ રોકવાના બદલામાં ઈરાનને અબજો ડોલરનું ભંડોળ અપાશે : ઈરાન તેના પરમાણુ સંવર્ધન કાર્યક્રમ પર સ્વૈચ્છિક પ્રતિબંધ મુકશે અને અત્યંત સંવર્ધિત યુરેનિયમ અન્ય દેશને સોંપશે. તેના બદલામાં અમેરિકા ઈરાનનું વીસ અબજ ડોલરનું સ્થગિત ભંડોળ મુક્ત કરશે : કરાર મુજબ ઈરાન માત્ર તબીબી ઉપયોગ માટે જ પરમાણુ રિએક્ટર ચલાવી શકશે: તેના તમામ અણુ મથકો જમીનની ઉપર હોવા ફરજિયાત છે: અગાઉ નાશ પામેલા ભૂગર્ભ મથકો કાયમ માટે બંધ રહેશે : પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન અને આરબ દેશોનો આભાર માન્યો પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસીમ મુનીરને શાનદાર વ્યક્તિઓ ગણાવી તેમનો આભાર માન્યો જ્યારે નાટોને કાગળનો વાઘ ગણાવ્યો8:56 PM IST
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કે સટ્ટાબાજીનો કિંગપિન? '3 STUMPS' ગેંગના માસ્ટરમાઇન્ડ બાબુ ખેમાનીની મુંબઈથી ધરપકડ, BMW સહિત 60 લાખનો મુદ્દામાલ જપ્ત : IPL પર સટ્ટો રમાડતું હતું આંતરરાજ્ય નેટવર્ક; મહાદેવ એપની સ્ટાઈલમાં જ ઉભું કર્યું હતું સિન્ડિકેટ, દુબઈ-થાઈલેન્ડ કનેક્શનની તપાસમાં જોડાયેલી પોલીસ8:18 PM IST
ટ્રમ્પની 'યુદ્ધ શક્તિ' પર લગામ લગાવવાનો ડેમોક્રેટ્સનો પ્રયાસ નિષ્ફળ: ભારતીય મૂળના સાંસદોએ રિપબ્લિકન પાર્ટી પર કર્યા આકરા પ્રહાર, માત્ર 1 વોટથી હારી જંગ : "જનતા કરતા રાષ્ટ્રપતિ પ્રત્યેની વફાદારી વધુ વહાલી": અમી બેરા, પ્રમિલા જયપાલ અને સુહાસ સુબ્રમણ્યમે ઈરાન સાથેના 'ગેરકાયદેસર' યુદ્ધ મુદ્દે GOP ને લીધી આડે હાથ8:17 PM IST
હ્યુસ્ટનનું મિડટાઉન પાર્ક યોગમય બનશે: ભારતીય કોન્સ્યુલેટ દ્વારા 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026' ની ભવ્ય ઉજવણી, દરેક વયના લોકો માટે ખુલ્લું આમંત્રણ : 20 જૂને સાંજે 6 વાગ્યાથી હ્યુસ્ટનના હૃદય સમાન પાર્કમાં ગુંજશે શાંતિ અને સ્વાસ્થ્યનો મંત્ર; અનુભવી સાધકોથી લઈને શિખાઉ લોકો સુધી સૌ કોઈ મફતમાં જોડાઈ શકશે8:17 PM IST
અમેરિકામાં ટ્રમ્પની મુશ્કેલી વધશે? ન્યૂ જર્સીની ખાસ ચૂંટણીમાં ડેમોક્રેટ્સનો ભવ્ય વિજય, પ્રગતિશીલ નેતા એનાલિલિયા મેજિયાએ રિપબ્લિકનને પછાડ્યા : બર્ની સેન્ડર્સના સાથીદારની જીતથી યુ.એસ. હાઉસમાં રિપબ્લિકન્સની બહુમતી જોખમમાં; મોંઘવારી અને અર્થતંત્રના મુદ્દે ડેમોક્રેટ્સના આક્રમક પ્રચારે મધ્યસત્ર ચૂંટણી પહેલા જગાવી આશા8:15 PM IST
માત્ર 99 રૂપિયામાં ઘરકામ માટે 'હેલ્પર': ભારતમાં ઉભર્યો ઓનલાઇન મેઇડ સર્વિસનો ક્રેઝ, પણ બંધ દરવાજા પાછળ મહિલાઓની સુરક્ષા કેટલી? : પ્રોન્ટો અને અર્બન કંપની જેવા સ્ટાર્ટઅપ્સ વચ્ચે જામી સ્પર્ધા; $9 બિલિયનના માર્કેટમાં ગૃહિણીઓ બની રહી છે હાઈટેક પ્રોફેશનલ, SOS બટન અને સેલ્ફ-ડિફેન્સની અપાય છે તાલીમ8:14 PM IST
"મહિલાઓના અધિકારો પર તરાપ મારવાનું બંધ કરો": મૈને ગવર્નરની રેસમાં ભારતીય મૂળના નીરવ શાહે ટ્રમ્પ અને રિપબ્લિકન વિરુદ્ધ છેડ્યું યુદ્ધ : ગર્ભપાતના અધિકારોને મૈનેના બંધારણમાં સામેલ કરવાનું નીરવ શાહનું મોટું વચન; પ્રજનન સ્વતંત્રતા અને ડેટા ગોપનીયતાના રક્ષણ માટે વ્યાપક બ્લુપ્રિન્ટ જાહેર કરતા રાજકારણ ગરમાયું8:14 PM IST
ચોથી પાસ ઠગનો બોલિવૂડ સ્ટાઈલ ખેલ: સલીમ ખાનથી લઈને ઉદ્યોગપતિઓ સુધી સૌને પિત્તળ પધરાવ્યું! : સોનાની ચેન અને વીંટીઓના શોખીન સોલંકી પ્રભુએ પિત્તળના સિક્કાને સોનું ગણાવી કરોડો ખંખેર્યા : 4 લગ્ન કર્યા, ગુજરાતી ફિલ્મ બનાવી અને હાઇવે પર હોટેલ ખરીદી : સામાન્ય દેખાતા મજૂરના વેશમાં આચરતો હતો ભયાનક છેતરપિંડી7:38 PM IST
લુટિયન્સ દિલ્હીમાં નીતીશ કુમારનો દબદબો: હવે અમિત શાહ અને રાહુલ ગાંધીના બન્યા પાડોશી! : સુનહરી બાગ રોડ પર 3 એકરમાં ફેલાયેલો 'ટાઇપ-8' VVIP બંગલો ફાળવાયો : 150 મીટરના અંતરે ગૃહમંત્રી અને 100 મીટર પર વિપક્ષી નેતાનું નિવાસસ્થાન : હાઈ-ટેક સુરક્ષા અને આલીશાન લૉન વચ્ચે બિહારના 'બાબુ'નું નવું રાજકીય સરનામું7:37 PM IST
સ્માર્ટફોન કંપનીઓ સામે કેન્દ્ર સરકારનો નરમ અભિગમ : મોબાઈલમાં આધાર એપ પ્રી-ઈન્સ્ટોલ કરવાનો વિવાદાસ્પદ પ્રસ્તાવ પડતો મૂકાયો : એપલ અને સેમસંગ જેવી દિગ્ગજ કંપનીઓના વિરોધ બાદ આઈટી મંત્રાલયનો મહત્વનો નિર્ણય : સુરક્ષા, પ્રાઈવસી અને વધારાના ઉત્પાદન ખર્ચના મુદ્દે ઉદ્યોગ જગતે ઉઠાવ્યા હતા ગંભીર સવાલો7:25 PM IST
રાજકીય હરીફની હત્યાનું પાપ પડ્યું ભારે: ભાજપ નેતાના ખૂન કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય વિનય કુલકર્ણીને આજીવન કેદ, ખાસ અદાલતનો ઐતિહાસિક ચુકાદો : 10 વર્ષ જૂના કેસમાં CBI એ ધારાસભ્યને ગણાવ્યા 'મુખ્ય કાવતરાખોર'; કુલકર્ણી સહિત 17 દોષિતોને જેલના સળિયા પાછળ ધકેલાયા, ધારાસભ્ય પદ ગુમાવવાની પણ લટકતી તલવાર7:00 PM IST
રાહુલ ગાંધીનો 'નંબર 16' નો રહસ્યમય કોયડો: સંસદથી સોશિયલ મીડિયા સુધી હલચલ, શું મોદી સરકારના ભવિષ્યનો સંકેત આ આંકડામાં છુપાયેલો છે? : "બધું આ સોળ નંબરમાં જ છે, જે સમજાય તે મને ટ્વિટર પર જણાવે": વિપક્ષી નેતાના એક નિવેદને દેશભરમાં અટકળોનું બજાર ગરમ કર્યું; TDP ના 16 સાંસદો કે કોઈ આંતરરાષ્ટ્રીય કૌભાંડ?7:00 PM IST
રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવા અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ : બેવડી નાગરિકતાના વિવાદમાં રાયબરેલી પોલીસને ગુનો દાખલ કરવા નિર્દેશ : બ્રિટિશ નાગરિક હોવાના આક્ષેપોની તપાસ કરવા ઉત્તર પ્રદેશ સરકારને આદેશ : રાજ્ય સરકાર પોતે તપાસ કરે અથવા કેન્દ્રીય એજન્સીને કેસ સોંપે તેવો લખનૌ બેન્ચનો ઐતિહાસિક ચુકાદો 5:35 PM IST
લોહાણા સમાજને ‘રાજકીય' અન્યાયઃ કાલે ‘રઘુવંશી સ્વાભિમાન'સંમેલન : ભાજપ સહિતના પક્ષોએ ટિકીટ ફાળવણીમાં ઘોર અવગણના કરતા લોહાણા સમાજમાં ભભૂકતો પ્રચંડ રોષ : હવે ‘‘ધોકો પછાડવા''ના દિવસોઃ સમાજ અવગણના-અન્યાય સહન નહિ કરેઃ યુવાનો અક્રમકઃ વારંવાર પત્તા કાપી નખાતા ભારે કચવાટ-નારાજગીઃ સંમેલનમાં ભાવિ રણનીતિ ઘડાશે2:53 PM IST
સોના-ચાંદીના બજારમાં તેજીના સંકેત : અક્ષય તૃતીયા પૂર્વે કેન્દ્ર સરકારે 15 બેંકો માટે આયાતના દ્વાર ખોલ્યા : આગામી ત્રણ વર્ષ સુધી સપ્લાય રહેશે અવિરત : SBI, HDFC અને એક્સિસ સહિતની બેંકોને 2029 સુધીના લાઈસન્સ ફાળવાયા : કિંમતોમાં 15 ટકાનો ઘટાડો અને સરકારના આ નિર્ણયથી જ્વેલરી માર્કેટમાં ગ્રાહકોની ભારે ભીડ ઉમટવાની શક્યતા 4:58 PM IST
ઈરાન-અમેરિકા યુદ્ધનો 47મો દિવસ : ટ્રમ્પનો દાવો - યુદ્ધ અંતની નજીક : ઈઝરાયેલ-લેબનોન વચ્ચે 10 દિવસના યુદ્ધવિરામની ટ્રમ્પની જાહેરાત : બીજી તરફ અમેરિકાએ ઈરાનની કમર તોડવા દરિયાઈ નાકાબંધી અને ઉર્જા ક્ષેત્રો પર હુમલાની આપી આખરી ચેતવણી : સમજો સંપૂર્ણ ઘટના ક્રમ 10 પોઇન્ટમાં : વિશ્વ પર આર્થિક મંદી અને અન્ન સંકટનું જોખમ : પાકિસ્તાન મધ્યસ્થી તરીકે સક્રિય : આઈએમએફ દ્વારા વિકાસ દરમાં કાપ : ઈરાન દ્વારા લાલ સમુદ્ર બંધ કરવાની ધમકી વચ્ચે 22મી એપ્રિલે અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ પૂર્ણ થશે 12:58 PM IST
' હું ગર્ભવતી છું' : ધર્માંતરણ અને જાતીય સતામણીના ખુલાસા બાદ ફરાર HR મેનેજર નિદા ખાનનું લોકેશન મળ્યું :કોર્ટમાં આગોતરા જામીન માંગ્યા : ફરાર 'દબંગ મેમ' નિદા ખાનના પરિવાર મુજબ તે હાલ મુંબઈમાં છે અને ગર્ભવતી છે. ફરાર નિદા ખાને નાસિકની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જેમાં મેડિકલ સ્થિતિને મુખ્ય આધાર બનાવ્યો12:10 PM IST
'તમારી પત્નીને મારી પાસે મોકલો': નાસિક TCS કાંડમાં નવો ધડાકો; મહિલાઓ બાદ હવે પુરુષ કર્મચારીએ ખોલ્યા અધિકારીઓના કાળા કરતૂતોના રાજ : નાસિક TCSમાં ધર્માંતરણ-જાતીય સતામણી કાંડ: સાત પુરુષ આરોપીઓએ ગેંગ બનાવી મહિલા કર્મચારીઓને ટાર્ગેટ કરી, HR-ઓપરેશન્સ હેડે ફરિયાદ દબાવી; પુરુષ કર્મચારીએ પણ લગાવ્યા ગંભીર આક્ષેપ4:53 PM IST
શેરબજારમાં ‘સુપર ફ્રાઈડે’: મિડ-કેપ શેરોએ મચાવી ધૂમ, રોકાણકારોની સંપત્તિમાં ₹14 લાખ કરોડનો તોતિંગ વધારો: દિવસના અંતે સેન્સેક્સ 505 પોઈન્ટ વધીને 78,494 પર અને નિફ્ટી 24,350 ની સપાટી વટાવીને બંધ : વૈશ્વિક તણાવ ઘટવાની આશાએ બજારમાં પ્રાણ ફૂંક્યા; સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળ્યો, સુઝલોન અને RVNL જેવા શેરો તેજીના હીરો બન્યા: ભારતીય રૂપિયો પણ ડોલર સામે મજબૂત થઈને 92.93 પર બંધ રહ્યો4:47 PM IST
ચરાડવા શ્રી મહાકાળી આશ્રમે રવિવારે પૂ.દયાનંદગીરીજી મહારાજની પ્રેરણાથી ગુરૂ આશીર્વાદ સમુહ લગ્નોત્સવ : દિકરીનું સ્વરૂપ લઇ ઇશ્વરને અનરાધાર વરસવાનું મન થયુ....ધન્યએ મા-બાપ, ધન્ય એ ઘર- જયાં દિકરીને અવતરવાનું મન થયુ.... : પૂ.અમરગીરીજી મહારાજના સાનિધ્યમાં તડામાર તૈયારીઃ સ્વ.કમલેશભાઇ રાવલના સ્મરણાર્થે આયોજનઃ બાવન નવદંપતિ લગ્નગ્રંથીથી જોડાશેઃ સંતો આર્શિવચન પાઠવશેઃ પરસોતમભાઇ રૂપાલા, કાંતિભાઇ અમૃતિયા, ત્રિકમભાઇ છાંગા, જીતુભાઇ વાઘાણી સહિતના હાજરી આપશે11:59 AM IST
‘મોન્ટી બાબા' બની ૬૦થી વધુ મહિલાઓનું કર્યુ શોષણ : મહારાષ્ટ્રમાં વધુ એક કપટી બાબાનો પર્દાફાશ થયોઃ મોન્ટી બાબા સૂર્યાસ્ત પછી સક્રિય હતોઃ રાત્રે ૮ વાગ્યાથી સવારે ૭ વાગ્યા સુધી પોતાનો દરબાર ભરતો હતોઃ ગર્ભધારણ માટે સંઘર્ષ કરતી મહિલાઓને નિશાન બનાવતો : મુંબઈ પોલીસે રિધમ પંચાલ ઉર્ફે મોન્ટી બાબાની ધરપકડ કરી છે, જે એક જીમ ટ્રેનર બન્યો અને તાંત્રિક બન્યો10:11 AM IST
પત્નીને મોઢું કેમ બતાવું? હું ઘરે સામનો કેવી રીતે કરીશ? : ગેસ સિલેન્ડર ન મળતા શખસે પોતાને કરી દીધો લોહીલુહાણ : બાલચંદ નેમાને છેલ્લા કેટલાક દિવસોથી ઘરેલુ ગેસ સિલિન્ડર મેળવવા માટે એજન્સીના વારંવાર ચક્કર લગાવી રહ્યા હતાઃ જોકે, સતત પ્રયાસો છતાં, તેમને ગેસ સિલિન્ડર ન મળતાં તેઓ ગુસ્સે ભરાયા 10:11 AM IST
સોલર ટેન્ડર પ્રક્રિયામાં અદાણી ગ્રુપ અને એઝ્યુર પાવર વિરુદ્ધની ફરિયાદને સીસીઆઈએ ફગાવી : સ્પર્ધાના નિયમોના ઉલ્લંઘનના આક્ષેપોમાં તથ્ય ન જણાયું : ભારતીય વીજ ઉત્પાદન બજારમાં ટાટા, રિલાયન્સ અને ટોરેન્ટ જેવા અનેક સક્ષમ ખેલાડીઓની હાજરી વચ્ચે અદાણી ગ્રુપનું પ્રભુત્વ હોવાના પુરાવા નથી : કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાનો મહત્વનો આદેશ10:46 PM IST
"તમને જોઈને આનંદ થયો": પીએમ મોદી સામે નાની બાળકીએ આત્મવિશ્વાસથી ગાયત્રી મંત્રનું પઠન કર્યું, વીડિયો જોઈને તમે પણ કહી ઉઠશો- ‘વાહ!’ : નાગરકોઇલમાં ૩૦ વર્ષ જૂના પરિચિતને મળ્યા વડાપ્રધાન; બાળકીના શુદ્ધ સંસ્કૃત ઉચ્ચારણ અને "તમને જોઈને મજા આવી" એવી નિર્દોષ વાતચીતે સોશિયલ મીડિયા પર જીત્યા લાખો લોકોના દિલ.9:01 PM IST
સમુદ્રમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: 'હોર્મુઝના દ્વાર' પર ભારત અને પાકિસ્તાનના યુદ્ધ જહાજો આમને-સામને, માત્ર 33 કિમીનું અંતર અને તોળાતું જોખમ! : પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ઓમાનના અખાતમાં દુર્લભ સૈન્ય જમાવટ; હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીને પગલે બંને દેશોની નૌકાદળ હાઈ-એલર્ટ પર, વેપારી જહાજોને બચાવવા જામ્યો જંગ.9:04 PM IST
અવકાશમાં ભયાનક ટક્કર ટળી: નિસાર અને ચંદ્રયાન-2 સામે ‘યમરાજ’ બનીને આવ્યો કાટમાળ, ISRO એ છેલ્લી ઘડીએ ચમત્કાર કરી બચાવ્યા અબજોના મિશન! : અવકાશ ટ્રાફિક અને કાટમાળ વચ્ચે ભારતીય સેટેલાઇટ્સ પર મોટું સંકટ; ISRO એ ૧૮ વખત રસ્તા બદલીને સેટેલાઇટ્સને અથડાતા બચાવ્યા, નાસા સાથેના સંકલનથી ટળી મોટી દુર્ઘટના.9:06 PM IST
ભારતીય રેલવેના ગૌરવના 173 વર્ષ: બોરી બંદરથી થાણે સુધીની એ પ્રથમ ઐતિહાસિક સફરની વર્ષગાંઠ, મંત્રી અશ્વિની વૈષ્ણવે શેર કરી દુર્લભ તસવીરો! : 16 એપ્રિલ 1853ના રોજ દેશમાં દોડી હતી પ્રથમ પેસેન્જર ટ્રેન; રેલવે મંત્રીએ આર્કાઇવલ તસવીરો અને આધુનિક 'અમૃત ભારત એક્સપ્રેસ'નો કોલાજ શેર કરી વારસાને બિરદાવ્યો.9:24 PM IST
પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા અમેરિકાના સક્રિય પ્રયાસો વચ્ચે ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે 10 દિવસના યુદ્ધવિરામની જાહેરાત : હોર્મુઝ જલમાર્ગ પર વધતી તણાવપૂર્ણ સ્થિતિ : રાષ્ટ્રપતિ ટ્રમ્પની મધ્યસ્થીથી 34 વર્ષ બાદ સીધી વાર્તાના એંધાણ છતાં હિઝબુલ્લાહના હુમલા જારી : અમેરિકા દ્વારા ઈરાની નાકાબંધીને લઈને કડક ચેતવણી : સંભવિત હુમલાની તૈયારીઓ9:30 PM IST
રશિયાનો યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી ભીષણ ડ્રોન અને મિસાઇલ હુમલો : 700 થી વધુ હથિયારો વડે કરાયેલા હુમલામાં માસૂમ બાળક સહિત 18 ના કરુણ મોત : ઓડેસા, નીપ્રો અને કિવમાં મચાવી ભારે તબાહી છતાં યુક્રેને 600 થી વધુ ડ્રોન તોડી પાડ્યા : સામે પક્ષે યુક્રેનના વળતા પ્રહારમાં રશિયાના ક્રાસ્નોદર વિસ્તારમાં પણ બે ના મોત9:34 PM IST
ધોલેરામાં દેશનો પ્રથમ ચિપ ફેબ્રીકેશન પ્લાન્ટ સ્થપાશે ટાટા સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે કેન્દ્ર સરકારે સૂચિત કર્યો : આ નોટિફિકેશન સાથે, 91,000 કરોડના ખર્ચે સાકાર થનારા આ પ્રોજેક્ટના નિર્માણ માટેના તમામ નિયામક અવરોધો દૂર :આ પ્લાન્ટ માત્ર ભારતની આયાત નિર્ભરતા ઘટાડશે અંદાજે 21,000 લોકોને રોજગારીની તકો પણ પૂરી પાડશે.9:37 PM IST
સંસદમાં 'સાસ-બહુ' ડ્રામા: અખિલેશના કટાક્ષ પર સ્મૃતિ ઈરાનીનો તીખો પલટવાર, કહ્યું- 'વારસાની રાજનીતિ છોડો' : લોકસભામાં મહિલા આરક્ષણ બિલ પર ચર્ચા દરમિયાન સપા પ્રમુખે કરેલી અંગત ટિપ્પણી બાદ રાજકીય ગરમાવો : પૂર્વ કેન્દ્રીય મંત્રીએ વળતો પ્રહાર કરી અખિલેશ યાદવને સીરિયલ અને સંસદ વચ્ચેનો તફાવત સમજાવ્યો9:58 PM IST
દિલ્હીમાં 'મેયર'ની ખુરશી માટે જંગ જામ્યો: 23મી સુધી જંગનું મેદાન તૈયાર થશે અને 29મીએ ખેલાશે 'મહાસંગ્રામ' : રાજધાનીમાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો : મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠકો માટે સત્તાના દાવપેચ શરૂ થઈ ગયા છે : આમ આદમી પાર્ટીનો ગઢ બચાવવા સામે ભાજપના દિગ્ગજોએ મજબૂત વ્યૂહરચના ઘડી કાઢી છે10:50 PM IST
ટાઈમ મેગેઝિન દ્વારા વર્ષ 2026ની વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી હસ્તીઓની યાદી જાહેર : ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ સ્થાન પામ્યા : વડાપ્રધાન મોદી યાદીમાંથી ગાયબ! : ગૂગલના સુંદર પિચાઈ, અભિનેતા રણબીર કપૂર અને શેફ વિકાસ ખન્નાએ મેળવ્યું સ્થાન, જ્યારે નેપાળ અને બાંગ્લાદેશના વડાપ્રધાનો પણ વિશ્વના શક્તિશાળી લોકોમાં ચમક્યા11:42 PM IST
પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે પીએમ મોદી અને ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે ટેલિફોનિક મંત્રણા : હોર્મુઝની સામુદ્રધુનીમાં નેવિગેશનની સુરક્ષા પુનઃસ્થાપિત કરવા પર ભાર : ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત હુમલા બાદ વૈશ્વિક સ્થિતિ અંગે બંને નેતાઓ વચ્ચે ઊંડી ચર્ચા : પાકિસ્તાની પ્રતિનિધિ મંડળ તેહરાન પહોંચતા રાજકીય ગરમાવો : શાંતિ અને સ્થિરતા માટે ભારત-ફ્રાન્સ સહયોગ વધારશે12:01 AM IST
વિશ્વ શાંતિ માટે આશાસ્પદ સંકેત : ઈરાન પરમાણુ હથિયારો નહીં બનાવવા સંમત થયું હોવાનો ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો : જુઓ વિડીયો : 'કંઈક ખૂબ જ સકારાત્મક બનવા જઈ રહ્યું છે' - ટ્રમ્પે વાટાઘાટોને અત્યંત પ્રોત્સાહક ગણાવી ૨૦ વર્ષથી વધુ સમયના લાંબા ગાળાના કરાર અને 'ન્યૂક્લિયર ડસ્ટ' પરત મેળવવાની આપી ખાતરી12:04 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાભાજપા સરકાર હંમેશા પ્રજાના પ્રતિભાવોના આધારે કાર્યરત છે, જેના પરિણામે લોકોમાં સુશાસન પ્રત્યે અતૂટ વિશ્વાસની લાગણી: મુખ્યમંત્રી : ભૂપેન્દ્રભાઈ પટેલ : માત્ર બે-ચાર શહેરો નહીં, પરંતુ છેવાડાના માનવી સુધી સર્વાંગી વિકાસ પહોંચાડવો એ ભાજપા સરકારનો મુખ્ય ધ્યેય: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ભાજપા ઉમેદવારોના સમર્થનમાં જાહેરસભાને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ8:25 PM IST
ગુજરાતના ચૂંટણી કમિશનર ઍસ. મુરલી ક્રિષ્નને આજે સાંજે 4 વાગ્યા પછી ટોપ ટુ બોટમ પગલાઓથી પોલીસ મહાનિર્દેશક માહિતગાર કરશે : ભારે ધમધમાટ : લો એન્ડ ઓર્ડર, અટકાયતી પગલાં, સંવેદનશીલ બુથો વિગેરેની ડૉ કે એલ એન.રાવ જાતે ઉપસ્થિત રહી ચૂંટણી પંચ સમક્ષ સમીક્ષા કરશે : ઇલેક્શનના ગરમા ગરમ વાતાવરણમાં જવાબદાર અધિકારીઓને પોતાના શહેર જિલ્લામાં રહેવું આવશ્યક હોય , ગાંધીનગર રૂબરૂ બોલાવવાના બદલે વિડિઓ કોન્ફરન્સથી જોડવા દૂરંદેશી ભર્યો મુખ્ય પોલીસ વડાનો નિર્ણય : તમામ રેન્જ વડા, કલેકટરો, જીલ્લા પોલીસ વડાઓ પરોક્ષ રીતે લેટેસ્ટ અપડેટ સાથે સામેલ થશે3:51 PM IST
વાવ થરાદના ડોડગામે કરુણાંતિકા :તળાવમાં ડૂબી જતા ભાઈ અને બે બહેનોના કરૂણમોત:ખેત મજૂર પરિવાર પર આભ ફાટ્યું : ફોઈના દીકરાનો પદ લપસતાં ડૂબવા લાગતા તેને બચાવવા નાની બેહને પ્રયાસ કરતા તે બંનેને ડૂબતા જોઈ મોટી બહેન પણ પાણીમાં કૂદી : બે સગી બહેનો અને મામાના ઘરે આવેલા ફોઈના દીકરાનું તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત થયું 1:22 PM IST
બેવફા સોન્ગની ક્વીન કાજલ મહેરિયાનો લગ્ન વિવાદ સામે આવ્યો! : હવે સિંગર કાજલ મહેરિયા પ્રેમલગ્નને લઈ વિવાદમાં: પરિવારની જાણ બહાર લગ્ન કર્યા? : વિવાદના પોસ્ટર સોશિયલ મીડિયામાં થઇ વાયરલ મહેસાણાના ગોઢવા ગામના તેમના પરિવારે સમાજ પાસે સમર્થન માંગ્યું છે અને સામાજિક મર્યાદા ભંગનો આક્ષેપ કર્યો છે. હાલમાં સિગર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ સમાજમાં આ મુદ્દે ભારે ચર્ચા જાગી છે10:46 AM IST
સુરતના સચીનમાં પીસીબીનો સપાટો : એક જ ક્રેટામાં ચાર નંબર પ્લેટ બદલી દારૂની હેરાફેરી કરતો ઓમપ્રકાશ લખારા 6 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો : હાઈવે પર પોલીસને થાપ આપવા લક્ઝરી કારમાં અલગ-અલગ નંબર પ્લેટ વાપરતા બુટલેગરને પીસીબીની ટીમે દબોચ્યો : દમણના જ્યોતિ અને વેસુના ચિંતન ઉર્ફે ચિન્ટુને વોન્ટેડ જાહેર કરાયા11:37 AM IST
માંડલ-બેચરાજી SIRમાં રોષ :10 વર્ષથી ફાઇનલ પ્લોટ ન મળતા ભારે આક્રોશ: તંત્રને એક મહિનાનું અલ્ટીમેટમ :આત્મવિલોપનની ચીમકી : હાંસલપુર, સીતાપુર અને ચાંદણકી ગામના ખેડૂતોમાં વર્ષોથી દબાયેલો રોષ હવે ઉગ્ર સ્વરૂપ બન્યું :કલાકો સુધી રાહ જોતા ખેડૂતોને હતું કે સમસ્યાનો ઉકેલ આવશે. પરંતુ કલેક્ટરના આ વલણથી ખેડૂતોમાં રોષ 3:53 PM IST
ટીમ ભાજપા લોકોના સુખ-દુખમાં સાથે ઉભી રહેવા અને સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ: હર્ષભાઈ સંઘવી : ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતાએ સબક શીખવવાનું નક્કી કરી લીધું છે :સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા અને ચોટીલા ખાતે ભાજપા ઉમેદવારોના સમર્થનમાં ચુંટણીસભાઓ ગજવતાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી10:46 PM IST
ગાંધીનગરમાં એસીબીનો મોટો સપાટો : ૯.૫૦ લાખની લાંચ માંગનાર નાયબ મામલતદાર બિપીનચંદ્ર પરમાર અને વચેટીયો પટાવાળા દિનેશ વાળંદ ૪.૫૦ લાખ લેતા ઝડપાયા : જુઓ વિડીયો : પ્રોપર્ટી કાર્ડ બનાવવાના બદલામાં લાંચ માંગનાર મહેસૂલ અધિકારી અને નિવૃત્ત કર્મચારી વિરુદ્ધ મદદનીશ નિયામક એ.કે. પરમાર અને ઇન્ચાર્જ અધિકારી હરેશ મેવાડાના સુપરવિઝન હેઠળ પી.આઈ. કે.કે. દેસાઈ અને એ.કે. પરમારની ટીમે કરી લાલ આંખ7:08 PM IST
ભાજપા સરકાર ગુનાહિત તત્વોને શોધી-શોધીને જેલમાં ધકેલી કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવી રાખવા કટિબદ્ધ:નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ગર્જના : મોરબી જિલ્લાના આમરણ ખાતે ચુંટણીસભા ગજવતાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ગુજરાતને કોંગ્રેસના કુશાસનમાંથી વિકાસના માર્ગે લાવવાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને જાય છે:હર્ષભાઈ સંઘવી6:40 PM IST
અમદાવાદ એસીબીની સફળ ટ્રેપ : અમરાઈવાડીના હેડ કોન્સ્ટેબલ કિશનકુમાર અગ્રાવત અને હોમગાર્ડ કેતન જોશી વતી લાંચ લેતા વિષ્ણુ પટેલ ઝડપાયા : જુઓ વિડીયો : વોરંટની બજવણી કરવા માટે ૩,૦૦૦ની લાંચ માંગનાર પોલીસકર્મી અને હોમગાર્ડ વોન્ટેડ જાહેર : પો.ઇન્સ. વી.ડી. ચૌધરી અને મદદનીશ નિયામક એમ.એચ. પુંવારના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી 4:40 PM IST
ભાજપની કાર્યપદ્ધતિ માત્ર ચૂંટણીલક્ષી નહીં, પણ જનસેવાલક્ષી : ચૂંટણી પત્યા પછી વિપક્ષના ઉમેદવારો ક્યારેય જનતાની વચ્ચે આવતા નથી : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાં વિકાસની કેડી કંડારી જેનાથી કામને આધારે મત માંગવાની પ્રણાલી શરૂ થઈ : ભુપેન્દ્રભાઈ પટેલ : આખા દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય જો કોઈ હોય તો તે ગુજરાત છે : ભુપેન્દ્રભાઈ પટેલ : ૨૬ તારીખે ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહ્વાન કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : અરવલ્લી જિલ્લાના સાઠંબા ખાતે વિકાસ સંકલ્પ સભાને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ3:30 PM IST
આસારામના આશ્રમની હારઃ નિયમો તોડયા છે : જમીન સરકારને સોંપવી જ પડશે : ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલી વિવાદિત જમીન મામલે ઐતિહાસિક ચુકાદો આપ્યો : ડિવિઝન બેન્ચે આસારામ આશ્રમ ટ્રસ્ટની તમામ અપીલો ફગાવી દેતા હવે ૪૫,૦૦૦ ચોરસ મીટરથી વધુ કિંમતી જમીન રાજ્ય સરકારના હસ્તક પરત આવશે3:18 PM IST
ચોટીલા પાસે રેન્જ આઇજીની ટીમે સવા કરોડનો દારૂ ઝડપ્યો : નિર્લીપ્ત રાયની સુચના અંતર્ગત જાનીવડલા નજીક નેશનલ હાઇવે પર કાર્યવાહીઃ ભાણવડના બૂટલેગરનો ‘માલ' હતો : ભાણવડના ચના રબારીએ મંગાવેલો દારૂ ભરેલો ટ્રક લઇ એમપી બોર્ડરથી આવી રહેલા ભાણવડના શાહિદ હીંગોરાને ઝડપી લેવાયોઃ પોલીસ ઇન્સ્પેકટર રોહન બારની રાહબરીમાં પીએસઆઇ ભાનુભાઇ સી. મિયાત્રા અને ટીમની કાર્યવાહી10:20 AM IST
રાજકોટના સાગરને ભચાઉમાં ભાવેશ-અજયએ પતાવી દીધો : રામનાથપરામાં પરિવાર સાથે રહી ફુલ વેંચતો ૨૩ વર્ષનો યુવાન ૮મીએ આયુષ્યમાન કાર્ડ કઢાવવા, આધારકાર્ડ પાનકાર્ડ લિંક કરાવવા ભચાઉ ગયો ત્યારે મામાના ઘરે લઇ જવા બાબતે ખોટુ બોલી બે શખ્સોએ પોતાના ઘરે લઇ જઇ બાંધીને ધોકા-પાઇપથી ફટકાર્યો હતોઃ નવ દિવસની સારવાર બાદ મોત : સારવાર દરમિયાન સાગરે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલ્ટાયોઃ ભચાઉ પોલીસે આરોપીઓને દબોચી લીધાઃ આરોપીના ઘરની મહિલા સાથે સાગરને આડાસંબંધ હોવાની શંકા રાખી હત્યા કરાયાનું ખુલ્યું: યુવાન દિકરાની હત્યાથી દેવીપૂજક પરિવારમાં કલ્પાંત3:52 PM IST
કોંગ્રેસ અને AAPના મજબૂત ચહેરાઓની યાદી બનાવી હરાવવાનો માસ્ટર પ્લાન : RMC ની ચૂંટણીમાં થશે ખરાખરીનો જંગ-વિપક્ષના મજબુત ચહેરા સામે ભાજપની રણનિતી ! વોર્ડ નંબર ૩,૬,૧૫અને ૧૬ માં કોંગ્રેસનું ધ્યાન કેન્દ્રીત, આપ માટે ૪ અને ૧૧ મહત્વના વોર્ડ : પ્રભારી મંત્રીએ કાર્યકર્તાઓને એકજુટ થઇને ચૂંટણી લડવાની સલાહ આપી3:47 PM IST
જગદગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૫૪૯માં પ્રાગટય ઉત્સવની રાજકોટમાં ઉમંગભેર ઉજવણી : ૧૫ થી વધુ વૈષ્ણવાચાર્યોની પદયાત્રા સાથે યોજાઇ શોભાયાત્રા : હજારોની સંખ્યામાં વૈષ્ણવ સમુદાય જોડાયા : કળશધારી બાળાઓના મંગલગાન સાથે સ્વયં આચાર્યશ્રીઓએ શ્રીવલ્લભ પ્રભુની પાલખીને ખંભે વહન કરી જય ઘોષથી માર્ગો ગજાવ્યા હતા : શોભાયાત્રા પૂર્ણ થયે ધર્મસભા અને મહાપ્રસાદમાં પણ વૈષ્ણવોએ બહોળી સંખ્યામાં લાભ લીધો2:31 PM IST
રીબડા ઇન્ડસ્ટ્રીયલમાં ઓમ પેકેજીંગમાં ભીષણ આગ ભભૂકી : રાત્રે ૩ વાગ્યે લાગેલી આગને કાબુમાં લેવા ૩૦ થી વધુ ફાયર કર્મચારીઓ દ્વારા પાણીનો મારો ચાલુઃ કરોડોના નુકશાનની ભીતી : સળગતા પુઠામાંથી ઝેરીલો ધુમાડો અને ગેસના કારણે શ્વાસ લેવામાં તકલીફઃ ફાયર ફાઇટરો ઓકસીજન કિટ સાથે આગ બુઝાવવાની કામગીરી કરી રહયા છે11:29 AM IST
જિલ્લા પંચાયતમાં ફરી ભાજપની સત્તા આવે તો રાજુ ડાંગર, અર્જુન ખાટરિયા અથવા સંજય પીપળિયા પ્રમુખ : કલ્પનાના ઘોડા હણહણ્યાઃ પરિણામ પછી દાવેદારો સવારી કરી રેસમાં જોડાશે : ૩૬ બેઠકો માટે ભાજપના ૩૬, કોંગ્રેસના ૩૪, ‘આપ'ના ૩૩ સહિત કુલ ૧૦૯ ઉમેદવારો : પ્રમુખપદ બક્ષીપંચ માટે અનામતઃ અન્ય અમૂક નામ પણ ચર્ચામાં: પાટીદારને ઉપપ્રમુખ અથવા કારોબારી અધ્યક્ષ પદ12:13 PM IST
સાચી મોજ આંતરિક શાંતિ, મનનો સંતોષ, સ્નેહસભર સંબંધો, કળતજ્ઞતા અને પરમાત્માના સ્મરણમાં સમાયેલી છે : પૂ.અપૂર્વમુનિ સ્વામી : માનવ ઉત્કર્ષ મહોત્સવની પૂર્ણાહુતિએ માનવને મોજમાં રહેવાના સોનેરી સૂત્રો સાથે સ્વઉત્કર્ષની યાત્રાનો આરંભ કરાવતા પૂ.અપૂર્વમુનિ સ્વામી આજે સાંજે ૬ થી ૯ દરમિયાન ‘લક્ષ્મણ રેખા' થીમ હેઠળ મહિલા પાંખ દ્વારા વિશાળ મહિલા સંમેલન 3:30 PM IST
રાજકોટ ભાજપનો નવો ચૂંટણી ઢંઢેરો ઝાંઝવાના જળ સમાન : ‘સ્માર્ટ સિટી'ના અધૂરા સપનાં વચ્ચે હવે ‘મેટ્રો સિટી'ની ગુલાબી વાતો! : ગત ટર્મનો હિસાબ આપવામાં નેતાઓ ગલ્લાંતલ્લાં : જૂથ બદલાતાં ચૂંટણીના મુદ્દાઓ પણ બદલાઈ ગયા હોવાની શહેરમાં ચર્ચા : પાયાની સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષાના નામે પોકળ દાવા : વાસ્તવિકતામાં હજુ છેવાડાના વિસ્તારો વિકાસથી વંચિત.3:32 PM IST
ગીર સોમનાથના દરિયાઈ પટ્ટીમાં અભેદ સુરક્ષા કવચ: પોલીસ કાફલાએ સંવેદનશીલ વિસ્તારોમાં ધામા નાખ્યા : મેગા સર્ચ ઓપરેશનમાં મરીન કમાન્ડો ફોર્સ, SOG અને સોમનાથ મરીન પોલીસની સંયુક્ત ટુકડીઓ જોડાઈ :આધુનિક શસ્ત્રો અને સાધનોથી સજ્જ સુરક્ષાકર્મીઓએ હીરાકોટ બંદરથી લઈને સુત્રાપાડા સુધીના કિલોમીટર લાંબા દરિયાઈ પટ્ટાને બારીકાઈથી તપાસ્યો7:44 PM IST
જામનગરમાં ચૂંટણી પૂર્વે જ રાજકીય જંગ તેજ: કોંગ્રેસના મહિલા ઉમેદવારને 'જાનથી મારી નાખવાની' ધમકી મળતા પોલીસ રક્ષણ માંગ્યું: "પ્રચાર કેમ કરો છો?" કહીને આપી ધમકી : ભાજપ ઉમેદવારના પુત્ર પર ફોર્મ ખેંચવા દબાણ અને પ્રચાર અટકાવવાનો ગંભીર આક્ષેપ; વોર્ડ નંબર 10 માં લોકશાહીના પર્વ વચ્ચે વિવાદનો મધપૂડો છેડાયો5:08 PM IST
સુપેડી ગામ સજ્જડ બંધ: 700 વર્ષ જૂના મુરલી મનોહર મંદિરના વહીવટને લઈ ગ્રામજનોમાં ભારે રોષ, ચૂંટણી બહિષ્કારની ઉગ્ર ચીમકી ઉચ્ચારાઈ : ધોરાજીના સુપેડીમાં કલેક્ટરે નવી કમિટી બનાવી જૂના ટ્રસ્ટ અને મહંત રવિદાસ બાપુને હટાવતા વિવાદ વકર્યો; અન્નક્ષેત્ર-ધ્વજારોહણ બંધ, 35 ગામના લોકોએ ધરણા કરી, રવિદાસ બાપુએ કરી સ્પષ્ટતા4:51 PM IST
૬૫ વર્ષીય વૃદ્ધાનું અપહરણ- દુષ્કર્મ- હત્યા કરનાર આરોપીને ફાંસીની સજાઃ બે લાખનો દંડ : કચ્છના રતાડીયા (મુન્દ્રા) ના બનાવને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણી ભુજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આરોપીની વિકળત માનસિકતાના કારણે પત્નીએ છોડ્યો, પિતાએ ગામ છોડ્યું, કોર્ટની આકરી નોંધ આપણા દેશની સંસ્કળતિ અનુસાર વળદ્ધસ્ત્રીઓ માતા સમાન પણ આરોપીએ રાક્ષસી કળત્ય આચરી પવિત્રતાને લાંછન લગાડયું 12:01 PM IST
ગોંડલ માર્કેટયાર્ડમાં કપાસ, મગફળી, સુકા મરચા અને શાકભાજીના ભાવમાં વધધટ : રાજકોટ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, જામનગર, દ્વારકા જિલ્લાના ખેડૂતો માટે ગોંડલ યાર્ડ મુખ્ય વેચાણ કેન્દ્ર : ગોંડલ APMCમાં ઘઉંનો સરેરાશ ભાવ રૂ.2240 પ્રતિ ક્વિન્ટલ, કેરી રૂ.10500 પ્રતિ ક્વિન્ટલ : બજારમાં કેરીનો સરેરાશ ભાવ રૂ.160 પ્રતિ કિલો રહ્યો : 1 ક્વિન્ટલ કેરીનો ભાવ રૂ.16000 બોલાયો4:49 PM IST
કચ્છમાં રોંગ સાઇડમાં આવતા ટ્રક હડફેટે કારઃ દંપતી અને પુત્રીના મોત : કચ્છના નખત્રાણા પાસે ગમખ્વાર અકસ્માતઃ અમદાવાદથી સમૂહલગ્નમાં આવતા પાટીદાર પરિવાર ઉપર કાળ ત્રાટકયોઃ અરેરાટીભર્યા માર્ગ અકસ્માતમાં ત્રણના મોતને પગલે લોકોમાં શોકનું મોજું, રોંગ સાઈડથી આવતી ટ્રક અને કાર વચ્ચેની ટક્કર બની જીવલેણ12:02 PM IST
ચૈત્રી દનૈયા જોતા આ વર્ષના ચોમાસાના મિશ્ર સંકેતોઃ અખાત્રીજ પર વાયુ અને વાદળો જોવાનું મહત્વઃ કિશોર ભાડજા : પ્રારંભિક બે દનૈયા નબળા રહ્યા, ત્યારબાદ સાત દનૈયા સારા સંકેતો મળ્યા, પરંતુ ત્યાર પછીનો એક દનૈયો નબળો, આઠમો દનૈયો સારો અને ચૌદસનો દનૈયો ફરી નબળો રહ્યો : અખાત્રીજ આ વર્ષે ૧૯ એપ્રિલ ૨૦૨૬, રવિવારે સવારના ૧૦:૫૧ મિનિટથી શરૂ થશે અને ૨૦ એપ્રિલ સવારના ૭:૨૯ મિનિટ સુધી રહેશે 11:24 AM IST
કાલથી પાલિતાણાના શ્રી કૈલાસ ટેકરી પર પૂ.મોરારીબાપુના વ્યાસાસને રામકથાઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ : સગાપરાધાર ઉપર આયોજનઃ શ્રી લાલગીરીબાપુના સાનિધ્યમાં પાલિતાણાથી નીકળશે ભવ્ય પોથીયાત્રા, ગણેશ-હનુમાન મંદિર પ્રાણપ્રતિષ્ઠા સાથે તા. ૧૮થી ૨૬ સુધી કથાનો લાભ; રાષ્ટ્રીય સંતો-મહંતો ઉપસ્થિત રહેશે11:46 AM IST
"મારી દાદીને તો દીકરો જોઈતો હતો": સાઇના નેહવાલે વર્ણવી વિશ્વ નંબર-1 બનવા સુધીની સંઘર્ષગાથા, લિંગભેદ પર આપ્યો સણસણતો જવાબ : ઓલિમ્પિક મેડલ વિજેતા સાઇનાએ 'નારી શક્તિ' કાર્યક્રમમાં દિલ ખોલીને કરી વાત; કહ્યું- "હરિયાણામાં માનસિકતા બદલાઈ છે, હવે રમતગમતમાં સન્માન ઓળખથી નહીં પણ પરફોર્મન્સથી મળે છે"6:59 PM IST
આફ્રિકાના મેદાન પર જામશે મહિલા શક્તિનો જંગ: ICC એ જાહેર કર્યું 'ચેલેન્જ ટ્રોફી'નું શિડ્યુલ! : રવાન્ડાના કિગાલીમાં 19 એપ્રિલથી પાંચ દેશો વચ્ચે ખેલાશે રોમાંચક ટી20 ટુર્નામેન્ટ : નેપાળ, ઈટાલી અને અમેરિકા જેવી ઉભરતી ટીમો વિશ્વકપના રોડમેપ માટે આમને-સામને : એસોસિયેટ દેશો માટે ક્રિકેટના નવા દ્વાર ખુલશે9:01 PM IST
રિચા ચઢ્ઢાનો બોલિવૂડના 'કાસ્ટિંગ કલ્ચર' પર પ્રહાર: "જો એક્ટર થીયેટરમાં ભીડ ન લાવી શકે, તો સ્વતંત્ર (Indie) ફિલ્મોમાં સ્ટાર્સની પાછળ દોડવાનો શું અર્થ?" : સ્વતંત્ર ફિલ્મોના આત્માને બચાવવા રિચાની હાકલ; કહ્યું- પાંચ મોટા કલાકારોની મંજૂરીની રાહ જોશો તો ફિલ્મ ઉદ્યોગ ખાડે જશે, વાર્તાને અનુરૂપ કલાકારો જ ખરા 'સ્ટાર'8:22 PM IST
"મેં પર્વત નથી ખાધો, એક બાળકને જન્મ આપ્યો છે": ગર્ભાવસ્થા પછી વજન વધવા પર ટ્રોલ કરનારાઓને પત્રલેખાએ બરાબરની ઝાટકી, સોશિયલ મીડિયા પર ઠાલવ્યો રોષ : માતૃત્વ અને ફિઝિકલ ફેરફારો પર સવાલ ઉઠાવનારાઓને પત્રલેખાનો જડબાતોડ જવાબ; "મેં નવા જીવનને જન્મ આપ્યો છે, લોકો દયાળુ બને તે જરૂરી", રાજકુમાર રાવની પત્નીની ભાવુક અપીલ8:22 PM IST
ભણસાલીનો 'માસ્ટરસ્ટ્રોક': રણબીર, આલિયા અને વિકી કૌશલની ત્રિપુટી 'લવ એન્ડ વોર'માં મચાવશે ધમાલ, 2027ના રિપબ્લિક ડે વીકેન્ડ પર રિલીઝ ડેટ લોક! : 'સાંવરિયા' પછી રણબીર અને 'ગંગુબાઈ' પછી આલિયાની ભણસાલી સાથે ઘરવાપસી; પહેલીવાર વિકી કૌશલ બનશે એપીક લવ સ્ટોરીનો હિસ્સો, ભાવનાઓ અને સંઘર્ષનો જબરદસ્ત જંગ8:21 PM IST







































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી
























































































































































































































