<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th October 2024

ગાંધીનગરમાં રાત્રે ગરબા રમવા ગયેલી બે સગીરા ભેદી રીતે ગાયબ

ઇન્ફોસિટી પોલીસ મથકમાં અજાણ્યા શખ્શો સામે અપહરણનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ

ગાંધીનગરમાં રાત્રે ગરબા રમવા ગયેલી બે સગીરા ભેદી રીતે થઈ ગાયબ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. ઇન્ફોસિટી પોલીસ મથકમાં અજાણ્યા શખ્શો  સામે અપહરણનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. ગાંધીનગર પોલીસે અલગ અલગ 7 ટિમો બનાવી તપાસ હાથ ધરી છે. વવોલમાં રહેતી 14 વર્ષની બે દીકરી ભેદી રીતે ગાયબ થઈ છે. બન્ને બાળકી સરગાસણ ખાતે કલાસીસ કરતી હતી. કલાસીસના સંચાલક દ્વારા ગરબાનું આયોજન કર્યું છે, તેવું જણાવી બન્ને બાળકી ગરબા રમવા ગયેલી અને ગાયબ થઈ છે. અત્યાર સુધીમાં ગાંધીનગર પોલીસે 20 જેટલા CCTV તપાસી વધુ આગળની તપાસ હાથ ધરી છે.

(5:10 PM IST)