News of Sunday, 6th October 2024
યાત્રાધામ પાવાગઢ ખાતે શનિ - રવિવારે માઇ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું:માતાજીના જયઘોષ સાથે ડુંગર ગૂંજ્યો
દુધિયા તળાવથી નિજ મંદિર સુધી ભક્તોની ભીડ:વહેલી સવારે નિજ મંદિરના દ્ધાર દર્શનાથે ખુલ્લા મુકાતા જય માતાજીના જયઘોષ સાથે ડુંગર ગૂંજી ઉઠ્યો

પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા પાવાગઢ મહાકાળી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીના ત્રીજા અને ચોથા નોરતે શનિ રવિવાર હોવાથી ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના મહાગૌરી સ્વરૂપની પૂજા અર્ચના અને દર્શન કરવા મધ્યરાત્રી થી ભક્તોની કતારો લાગી હતી. દુધિયા તળાવથી નિજ મંદિર સુધી ભક્તોની ભીડ જોવા મળી હતી. વહેલી સવારે નિજ મંદિરના દ્ધાર દર્શનાથે ખુલ્લા મુકાતા જય માતાજીના જયઘોષ સાથે ડુંગર ગૂંજી ઉઠ્યો હતો.
પાવગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા વહેલી સવારથી નિજ મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. મંગળા આરતી સાથે મહાકાળી માતાના જયકારા વચ્ચે માઇ ભક્તોએ માતાજીના દર્શનનો લ્હાવો લીધો હતો. હાલ ચૈત્રી નવરાત્રી ચાલતી હોવાથી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં માઇ ભક્તો માતાજીના દર્શન અર્થે પાવાગઢ આવી રહ્યા છે. ત્યારે શનિવાર અને આજે રવિવારની રજા હોય લાખોની સંખ્યામાં માઇ ભક્તોનું કીડિયારું પાવાગઢ ડુંગર ખાતે ઉભરાઈ આવ્યું છે.
ચૈત્રી નવરાત્રીમાં શક્તિપીઠ એવા પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના મહાગૌરી સ્વરૂપના દર્શનનું ખાસ મહત્વ રહેલું હોવાથી આ દિવસે અનેક સંઘો પગપાળા માતાજીના દર્શને પાવાગઢ ખાતે પહોંચતા હોય છે. માતાજીના મહાગૌરી સ્વરૂપના દર્શન કરવા પાવાગઢથી મંદિર ચોક અને ડુંગર ઉપર ભક્તોનો ધસારો પહોંચી ગયો હતો. વહેલી સવારે માઈભક્તોએ મંદિર તરફ પ્રસ્થાન કરતા દુધિયા તળાવ પગથિયાંથી મંદિર સુધીનો માર્ગ ભક્તોની ભીડથી ઉભરાઈ ગયો હતો
(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
