News of Monday, 7th October 2024
ખેતી બેંકના આધસ્થાપક સ્વ. ઉદયભાણસિંહજી જેઠવાની ૧૧૫મી જન્મજયંતી નિમિતે ખેતી બેંકની અમદાવાદની વડી કચેરીએ કેક કાપીને ઉજવણી
વડોદરા અને કચ્છ જિલ્લાના પ્રતિનિધિઓનું બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચા દ્વારા સન્માન

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૭: ખેતી બેન્કની આશ્રમ રોડ, અમદાવાદ સ્થિત વડી કચેરીએ બેન્કના આધસ્થાપક સ્વ. ઉદયભાણસિંહજી જેઠવાની પ્રતિમાને બેન્કના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ સુતરની આંટી પહેરાવી ફૂલહાર કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. આ પ્રસંગે પ્રતિનિધિ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
બેન્કની રાજયભરમાં આવેલ ૧૭૭ શાખાઓના પ્રતિનિધીશ્રીઓ અને સભ્યશ્રીઓના સન્માનનો જીલ્લાવાર કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં વડોદરા અને કચ્છ જિલ્લાના પ્રમુખ-પ્રતિનિધિશ્રીઓના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.
વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સતિષભાઇ પટેલ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ. તેઓશ્રીનું બેન્કના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરેલ.
વડોદરા જિલ્લા ડિરેક્ટર ગણપતસિંહ સોલંકી તથા પૂર્વ ડિરેક્ટર હસમુખભાઇ પટેલ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ. બેન્કના ચેરમેને તેઓશ્રીનું શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરેલ.
વડોદરા અને કચ્છ જિલ્લાની શાખા સમિતિના સભ્યો અને પ્રતિનિધીશ્રીઓનું બેન્કના ચેરમેનશ્રીએ ફૂલહાર અને મોમેન્ટો આપી બહુમાન કરેલ. તેઓની બેંક પ્રત્યેની અવિરત સેવાઓને બીરદાવેલ અને આગામી સમયમાં પણ બેન્કની પ્રગતિ અને વિકાસમાં તેઓનો સહયોગ મળી રહેશે તેવી આશા વ્યક્ત કરેલ.
બેન્કના ચેરમેનશ્રીએ વડોદરા અને કચ્છ જિલ્લાના પ્રતિનિધિશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપેલ અને પ્રતિનિધિ અને સભ્ય તરીકે વર્ષો સુધી બેંકમાં જોડાઈ જિલ્લાના ખેડૂતોના પ્રશ્નોના નિવારણ માટે જે ઉમદા કાર્ય કરી રહ્યા છે તે બદલ તેઓનો આભાર વ્યક્ત કરેલ અને આગામી વર્ષોમાં પણ આ જ રીતે બેન્ક સાથે જોડાઈ ખેડૂતોના હિતમાં કામ કરવા અનુરોધ કરેલ છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
