<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

અંબાજી નજીક લકઝરી બસનો અકસ્માત : 4 મોત : 15 થી વધુ ધાયલ

ફુલ સ્પીડમાં દોડતી બસના ડ્રાઈવરે બેલેન્સ ગુમાવતા બેરીંગ તોડીને સામેની સાઈડમાં અથડાઈ : ડ્રાઇવર નશામાં હોવાનું ખુલ્યું : પોલીસ તપાસનો ધમધમાટ

(કેતન ખત્રી દ્વારા)અમદાવાદ તા.૭ : અંબાજી નજીક આવેલા ત્રિશૂલિયા ઘાટ પાસે આજે સવારે લકઝરી બસનું જોરદાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 4 લાકોના મોત થયા છે. અને 15 જેટલા લોકો ઈજા પહોંચી છે. તમામને પાલનપુર ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અકસ્માત થયો ત્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે. ત્યારે લોકો દર્શન કરવા માટે લોકો  મંદિરે જતા હોય છે. તેવામાં આજે સવારે એક લકઝરી જે યાત્રીકોને લઈને અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટ પાસે પસાર થઈ ગઈ હતી. ત્યારે તે ફૂલ સ્પીડમાં હતી. તેવામાં ડ્રાઈવરે બેલેન્સ ગુમાવતા તે બેરીંગ તોડીને સામેની સાઈડમાં લકઝરી અથડાઈ હતી. અને અકસ્માત થયો હતો. તે અકસ્માત થતા. ત્યાના સ્થાનિક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને લોકોને મદદે લાગ્યા હતા. 

લકઝરીનો અકસ્માત એટલો જોરદાર હતો કે તે અકસ્માતમાં ઘટના સ્થળ પર જ 4 વ્યક્તિના મોત થયા હતા. અને 15થી વધારે મુસાફરો ઘાયલ થયા હતા.  જે લોકોને ઈજા પહોંચી છે. તે લોકોને તાત્કાલિક ખેડાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લોકોનું કહેવુ એ છે કે લકઝરીનો ડ્રાઈવર નશામાં હતો. અને તે નશામાં લકઝરી ચલાવતો હતો. તેના કારણે અકસ્માત સર્જાયો હતો. જ્યારે અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને એમ્બુલન્સને કોલ કર્યો હતો. તાત્કાલિક એમ્બુલન્સ ઘટના સ્થળ પર આવીને લોકોને મદદ પર પહોંચી હતી. તેવામાં 4 લોકો ઘટના સ્થળ જ મોત થયા હતા.  આ વાતની જાણ પોલીસને કરવામાં આવી તો પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચીને તાત્કાલિક પગલા લીધા હતા. અને અકસ્માત કેમ થયો તેની તપાસ કરવામાં લાગી ગઈ હતી.

(11:28 AM IST)