News of Monday, 7th October 2024
વડોદરા ભાયલી વિસ્તારમાં સગીરા પર ગેંગરેપમાં 5 આરોપીની ધરપકડ
આરોપીઓને ઝડપી પાડવા 200થી વધુ પોલીસ જવાનોએ આકરી મહેનત કરી: ક્રાઇમ બ્રાન્ચે 45 કિ.મી.ના 1100થી વધુ સીસીટીવી ચેક કર્યા અને 5 આરોપીને ઝડપી પાડ્યા

વડોદરાના ભાયલી વિસ્તારમાં બે દિવસ પૂર્વે સામુહિક દુષ્કર્મની ઘટના બની હતી. એક સગીરા પોતાના મિત્ર સાથે બેઠી હતી ત્યારે નરાધમો ત્યાં આવ્યા હતા અને સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ હરકતમાં આવી હતી. આરોપીઓને ઝડપી પાડવા 200થી વધુ પોલીસ જવાનોએ આકરી મહેનત કરી હતી. આ ચકચારી દુષ્કર્મ કેસમા વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે 45 કિ.મી.ના 1100થી વધુ સીસીટીવી ચેક કર્યા અને 5 આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓને મેડિકલ પરીક્ષણ માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા છે. આરોપીઓનું મેડિકલ પરીક્ષણ કરી મીડિયા સમક્ષ રજૂ કરાશે. જે આરોપીઓને મેડિકલ માટે લઇ જવાયા છે. તેમાં અલ્તાફ બંજારા, શાહરુખ ઇસ્માઇલ બંજારા અને મુન્ના અબ્બાસ બંજારા છે. ઝડપાયેલા આરોપીઓને પોલીસ પૂછપરછ બાદ સ્ટ્રેચર બેસાડીને મેડિકલ માટે લઇ જવા પડે તેવી તેમની હાલત હોવાનું જણાઈ આવ્યું છે.
સગીરા સાથે સામુહિક દુષ્કર્મ ની ઘટના નો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા રાત દિવસ એક કરી આખરે આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે. ચકચારી દુષ્કર્મ કેસમાં આરોપીઓને ઝડપવા પોલીસનો મોટો કાફલો જોડાયો હતો. IG,SP,3 DYSP,5 PI,15 PSI સહિત 200 પોલીસ જવાનોની ટીમ સહિત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી. દુષ્કર્મની ઘટનામા ત્રણ કિમી વિસ્તારના 1 હજાર ઘરોમા પોલીસે તપાસ કરી હતી.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
