News of Monday, 7th October 2024
સુરત પોલીસનું મિશન કાશ્મીર ઓપરેશન સક્સેસ ૧૯ વર્ષથી વોન્ટેડ નિસાર અંતે સકંજામાં
નો ડ્રગ્સ ઈન સુરત માત્ર સૂત્ર બની રહેવાને બદલે વડોદરા સીપીનાં પ્રથમ કાર્યકાળથી જ લોકોના સહયોગથી હાઈકોર્ટેની વાહવાહી મેળવનાર અનુપમસિંહ ગેહલોત ટીમ પર ખુદ હર્ષ સંઘવી આફ્રિન...ટ્વીટર દ્વારા પીઠ થાબડી : કાશ્મીરમાં આતંકવાદીઓના ગઢમાં ઘૂસી દેશભરની પોલીસ જેને શોધે છે તેવા કુખ્યાત અપરાધીને સુરત એસઓજી દ્વારા આ રીતે ઝડપી લેવાયોઃ અકિલા સમક્ષ પીઆઇ અશોક ચોધરી અત થી ઇતિ સુધીની કથા વર્ણવે છે. : જેસીપીરાઘવેન્દ્ર વત્સ, ડીસીપી રાજદીપસિંહ નકુમનું માર્ગદર્શન...ટીમના હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ તથા રાકેશભાઈ અને પોલિસમેન કૌશલભાઈ વિગેરેની ખાસ ટીમ અસરકારક પુરવાર થયેલ.

રાજકોટ તા.૭: નો ડ્રગ્સ ઈન સુરત સૂત્ર ફકત કાગળ પર જ ન રહે તે માટે સુરતવાસીઓનાં ભરપૂર સહયોગથી અન્ય રાજ્યમાંથી આવા કેફી પદાર્થ ઘુસતા રોકવા વડોદરા સીપી તરીકેના પ્રથમ કાર્યકાળથી અદભુત કાર્ય કરી હાઈકોર્ટ દ્વારા જેમની નોંધ લેવાયેલ તેવા સુરત સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા અન્ય રાજ્યોમાં વસતા હોય તેવા ડ્રગ માફિયાઓની મિલકત કબ્જે કરવા સાથે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવામાં કી રોલ જેમનો હોય છે તેવા કાશ્મીરનાં આતંકવાદીઓના ગઢ સમા વિસ્તારમાં, કાશ્મીરનાં સત્તાવાળાઓ સાથે પોતાના આઇબી વિભાગના કાર્યકાળ દરમિયાનના સંબંધો અંતર્ગત મદદ મેળવી ૧૯ વર્ષથી ફરાર જેને દેશભરની પોલીસ શોધી રહી છે તેવા કુખ્યાત નિસાર અહેમદને મિશન કાશ્મીર કોડવર્ડ અંતર્ગત જેસીપી રાઘવેન્દ્ર વત્સ અને ડીસીપી રાજદીપસિંહ નકુમનાં માર્ગદર્શન હેઠળ આખું ઓપરેશન કેવી રીતે પાર પાડ્યું તેની રસપ્રદ વિગતો જેમની ટીમે આ ભગીરથ કાર્ય પાર પાડ્યું છે તેવા ટીમનું નેતળત્વ કરનાર અશોક ચોધરી દ્વારા વર્ણવામાં આવી છે.
એસ.ઓ.જી..ના એચસી રામજીભાઈ મોહનભાઈ નાઓને ઉપરોક્ત નાસતો-ફરતો આરોપી જમ્મુ કાશ્મીરના અનંતનાગના ખીણ વિસ્તારના એક ગામડામાં છુપાઈને રહે છે તેવી બાતમી મળેલ જે બાતમીની એસ.ઓ.જી.. પોલીસ ઇન્સ્પેક્ટરનાઓ ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમનસોર્સીસ મારફતે ખાત્રી કરતા સાચી જણાયેલ તેમજ આરોપી જે વિસ્તારમાં રહે છે. તે વિસ્તારમાંની પરીસ્થીતીથી વાકેફ થયેલ જેમાં જણાઈ આવેલ કે, અનંતનાગ વિસ્તારમાં અવાર-નવાર આંતકવાદી હુમલાઓ બનતા હોય અને આ વિસ્તારમાં ઓપરેશન પાર પાડવુ મુશકેલ હોય જેથી આ બાબતે કાશ્મીર લોકલ એસ.ઓ.જી..તથા સ્થાનીક બાતમીદારોનો સપર્ક કરી સુરત શહેર એસ.ઓ.જી..ના એચસી રામજીભાઈ મોહનભાઈ, એચસી રાકેશભાઈ વલ્લભભાઈ તથા પીસી કૌશલકુમાર કનૈયાલાલ નાઓની સ્પેશ્યલ ટીમ બનાવી ‘‘મીશન કાશ્મીર'' ઓપરેશન હાથ ધરવામાં આવેલ.
ઉપરોક્ત ટીમ સુરત થી આશરે ૧૮૦૦ કિ.મીનો પ્રવાસ કરી જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બીજબહેરા ખાતે પોંહચી ત્યાંના વિસ્તારથી વાકેફ થયા જેમાં જણાઈ આવેલ કે, આરોપી જે વિસ્તારમાં રહેતો હોય તે વિસ્તાર અનંતનાગ જિલ્લાના આંતકવાદી હુમલા માટેનો અંત્યદ સંવેદનશીલ વિસ્તાર ગણાતો હોય તેમજ ચાર વર્ષ પહેલા આરોપી જે વિસ્તારમાં રહેતો હોય તે વિસ્તારના બીજાબહેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આંતકવાદી સાથેની મુઠભેડમાં શહીદ થયેલ હતા. જેથી આરોપીને પકડવા કશ્મીરની અનંતનાગ જિલ્લાની લોકલ સ્પેશ્યલ ઓપરેશન ગળપ તથા લોકલ બાતમીદારની મદદ મેળવી આરોપીના રહેણાંક મકાન તથા તેની દિનચર્યા બાબતે માહિતી મેળવી આરોપીને ઝડપી પાડવા એક્શન પ્લાન તૈયાર કરી આરોપીના રહેણાંક મકાને વહેલી સવારના રેડ કરવાનું આયોજન કરી અનંતનાગ એસ.ઓ.જી..અને સુરત શહેર એસ.ઓ.જી..એ સયુંક્ત ઓપરેશન પાર પાડી આરોપીના ઘરે વહેલી સવારના રેડ કરી ગામના લોકો કાંઈ સમજે તે પહેલાજ આરોપી નિશાર અહેમદ ગુલામનબી દાર રહે. ગામ તુલકાન થાના. બીજબહેરા જિ. અનંતનાગ (કાશ્મીર) વાળાને ઉંધતોજ ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
મજકુર આરોપીને સુરત શહેર ખાતે લાવી વધુ પુછપરછ કરતા જણાઈ આવેલ કે, આરોપી જે વિસ્તારમાં રહેતો હોય તે વિસ્તારમાં પાકીસ્તાન અને અફઘાનીસ્તાન ખાતેથી High Purity વાળુ ચરસ આવતુ હોય અને આ ચરસની ડીમાન્ડ આખા ભારતમાં હોય જેથી તે અલગ અલગ રાજ્યોમાં ચરસ સપ્લાય કરતો હોય અને સને-૨૦૦૬ માં તેણે ૧૦ કિલોથી વધુ ચરસ ગુજરાતના સુરતના વેપારીઓને વેચાણથી આપેલ હતુ અને તે ચરસ પકડાઈ જતા જે-તે સમયે સુરત શહેર પોલીસ તેને શોધવા અનંતનાગ તેના વતન ખાતે આવેલ પરંતુ તે પોલીસને ચક્રમો આપી નાસી ગયેલ હોવાની હકીકત જણાવેલ હતી.
જેથી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબ્જો મહિધરપુરા પોલીસને સોંપી આપેલ છે.
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
