News of Monday, 7th October 2024
સત્તાના સિંહાસન પર ૨૩ વર્ષથી અવિરત બિરાજતા નરેન્દ્રભાઇ મોદી
સાતમી ઓકટોબર ૨૦૦૧ થી સાતમી ઓકટોબર ૨૦૨૪: વણથંભી વિકાસ યાત્રાના સફળ ૨૩ વર્ષ પૂર્ણ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આશરે ૧૨ વર્ષ સેવા આપ્યા બાદ ૧૧ વર્ષથી દેશના વડાપ્રધાન તરીકે સેવા આપતા નરેન્દ્રભાઇ

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા) વાપીઃ દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વના લોકપ્રિય નેતા એવા આપણા ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે એટલે કે ૭ મી ઓક્ટોબર ૨૦૨૪ના રોજ સત્તાની ધુરા સંભાળ્યાની સફરને ૨૩ વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કરે છે અને હજુ પણ વિકાસ ની વણથંભી યાત્રા ચાલુ જ છે.
ઉત્તર ગુજરાતના ખોબા જેવડા વડનગરના વતની સંઘના રંગે રંગાયા ,સંગઠન ક્ષેત્રે ભાજપની સંજીવની બની દેશભરમાં પક્ષ પ્રત્યે ભાવના જગાવી અનેરી લોકચાહના અપાવી, હાઇકમાન્ડના આદેશને પગલે એક પછી એક રાજ્યમાં પક્ષનો વ્યાપ વધારતા ગયા એટલુંજ નહિ ઉત્તમ કાર્યશૈલીને પગલે પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોમાં પણ લોકપ્રિય બનતા ગયા સંગઠનનો આ જીવ સત્તામાં ..! ના હોય પરંતુમાં વિધાતાએ નરેન્દ્રભાઈના જીવનમાં જાણે સત્તાનો એક રાજયોગ લખ્યો હતો અને તે ભાગ્યોદય ૫૧ માં વર્ષે શરુ થયો.
વર્ષ ૨૦૦૧ દરમ્યાન ગુજરાત માં ભારતીય જનતા પાર્ટીનું સ્થિતી નબળી બની હતી,કુદરતની કારમી થપાટ ભૂકંપ અને ત્યાર બાદ સરકારની નબળી કામગીરીને પગલે લોકોમાં ભાજપ પ્રત્યે રોષને જોતા દિલ્હીમાં હાઈકમાન્ડે કડક નિર્ણય લેવાની ફરજ પડી અને જેમાં નરેન્દ્રભાઈનો સત્તાનો યોગ શરુ થયો.
આમ તો આ ઘણી જૂની વાત છે પરંતુ બહુ ઓછા લોકો આ જાણતા હશે...૧ લઈ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ એક હેલીકોપટર દુર્ઘટનામાં કોંગી અગ્રણી માધવવાઓ સિંધિયા તથા ૪ પત્રકારોના દુઃખદ અવસાન થયેલ હતા જેમાં એક હતા ચેનલ આજતકના કેમેરામેન ગોપાલ ભાઈ,નરેન્દ્રભાઈ દિલ્હી માં ગોપાલ ભાઈ ની અંતિમ સંસ્કાર વિધિમાં સ્મશાન માં હતા ત્યારે ફોન આવ્યો અને સાંજે મળવા બોલાવ્યા ,સાંજે જયારે નરેન્દ્રભાઈ વાજપેયીજીને મળવા ગયા ત્યારે વાજપેયી જી એ કહ્યું કે ‘દિલ્હી મેં પંજાબી ખાના ખા કર મા' ટે હો ગયે હો,અબ ગુજરાત લોટ જાના ચાહિયે' એમ કહી નરેન્દ્રભાઈને ગુજરાતમાં શાસનની ધુરા સંભાળવા આપ્યો આદેશ.
પરંતુ આ એટલું સરળના હતું ગુજરાતમાં એ વેળાએ કેશુભાઈ પટેલનો દબદબો,એમની સાથે ધારાસભ્યોની ફોજ,જ્ઞાતિનો સથવારો તેમજ નરેન્દ્રભાઈના કેટલા હિતશત્રુઓ શકય બનવા દે તેમ ના હતા.વાજપેયી જી એ નરેન્દ્રભાઈના નામ પર સહમતી માટે ૩ અગ્રણી નેતાઓને ગાંધીનગર મોકલાવ્યા જેમાં હતા જનાક્રિષ્ના મૂર્તિ ,કુશાભાઉ ઠાકરે અને મદનલાલ ખુરાના તેઓએ પાંચમી ઓક્ટોબર ૨૦૦૧ની સાંજે ગાંધીનગર આવી કેશુભાઈ પટેલ સાથે મિટિંગ કરી ભારે આનાકાની બાદ કેશુભાઈને સહમત કર્યા,છઠ્ઠી ઓક્ટોબર ૨૦૦૧ના રોજ પક્ષની મિટિંગમાં નવા નેતા તરીકે નરેન્દ્રભાઈના નામ પર મંજૂરી ની મોહર લગાવી અને એજ દિવસે સાંજે કેશુભાઈ પટેલ એ રાજ્યપાલશ્રીને મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપ્યું.
સાતમી ઓક્ટોબર ૨૦૦૧ના રોજ નરેન્દ્રભાઈએ ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે શપથ લઇ શાસનની ધુરા સંભાળી રાજકીય આલમમાં (સત્તા ની) કરી એન્ટ્રી બસ ત્યાર પછી પાછું વળી જોયું નથી ,સંગઠન અને સત્તા પક્ષ અને રાજ્ય કાર્યકરો અને ધારાસભ્યો આ બધા માં ખુબ જ તફાવત હોય છે અને આ સામનો નરેન્દ્રભાઈ એ કરવાનો હતો અલગ રીતે કહું તો સત્તા ની આ આલમમાં નરેન્દ્રભાઈ એ એકલપંડે સામ વહેણમાં તરવાનું હતું.
પરંતુ આ આતો નરેન્દ્રભાઈ હતા સંગઠન હોય કે સત્તા કામ કરવાની હતી આવડત, તેલ જોતા ગયા અને તેલની ધાર જોતા ગયા સુઝબુઝ અને કુનેહને પગલે એક પછી એક પડાવો પાર કરતા ગયા વિપક્ષ તો ઠીક પક્ષમાં જ ભારે નારાજગી,અસંતોષ અને કદાચ બળવા જેવી સ્થિતી સત્તામાં ઝીરો અનુભવ ધરાવતા નરેન્દ્રભાઈએ આヘમાં ઉત્તીર્ણ થઇ ઉભરતા ગયા.
એવામાં આવી પહોંચી વિધાનસભાની ચૂંટણી એક તો સત્તા માં નરેન્દ્રભાઈ નવા બીજી બાજુ વિપક્ષની સાથે સાથે પક્ષમાં પણ લડત આપવાની હતી અને પણ એમાં ગોધરા કાંડે બળતામાં ઘી હોમ્યું હતું અહીં નરેન્દ્રભાઈએ સંગઠન ક્ષેત્રે કરેલ કામગીરી નો અનુભવ કામે લાગ્યો. નરેન્દ્રભાઈ એ ગુજરાત અસ્મિતાના નામે ૮ મી સપ્ટેમ્બર ૨૦૦૨ના રોજ થી રાજ્યભર માં રથયાત્રા કાઢી અને ૧૮૨ વિધાન સભા ક્ષેત્રો પૈકી આશરે ૧૫૦ સિધાનસભા ક્ષેત્રો ખૂંદી વળ્યા. ૧૬ ડિસેમ્બર ૨૦૦૨ના રોજ વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યું જેમાં ભાજપને ૧૮૨માં ૧૨૭ સીટ ઉપર ભવ્ય વિજય મેળવી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજી,લાલ કળષ્ણ અડવાણી,તામિલનાડુ નામુખ્યમંત્રી એસ જયલલિતા સહિતના કેટલાક રાજ્ય ના મુખ્યમંત્રીઓ તથા કેટલા રાજ્યના અગ્રણીઓ ની હાજરી એતિહાસિક સમારોહ માં તારીખ ૨૨ ડિસેમ્બર ૨૦૦૨ના રોજ બીજી વાર (ખરા અર્થમાં પ્રથમ વાર) શપથ લઇ મુખ્યમંત્રી બન્યા. એ પણ ૫૨ વર્ષ ની વયે...!
બસ પછી તો જાણે નરેન્દ્રભાઈ ને ચૂંટણીઓ જીતવાની આદત પડી ગઈ હતી. ૨૫ મી ડિસેમ્બર ૨૦૦૭ ના રોજ (૫૭ માં વર્ષે) ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા ગુજરાતને મોદીજીનું નેતળત્વ અને માર્ગદર્શન મળતું ગયું વિકાસ યાત્રા આગળ વધતી ગઈને ગુજરાતનો ડંકો દ્દેશભરમાં વાગવા લાગ્યો ફરી આવી વિધાન સભાની ચૂંટણી ફરીવાર નરેન્દ્રભાઈએ ભાજપને જીત અપાવી અને ૨૬મી ડિસેમ્બર ૨૦૧૨ના રોજ (૬૨માં વર્ષે) ચોથી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
જોકે આ જીત બાદ પત્રકાર પરિષદ માં નરેન્દ્રભાઈ એ પત્રકારો ને ગુજરાતી ના બદલે હિન્દી માં ભાષણ આપ્યું અને માર્મિક ઈશારો કરી દીધો કે ‘મેં દિલ્હી આ રહા હું' કારણ કે હવે એમને ગુજરાતનું આકાશ નાનું લાગવા લાગ્યું હતું એક રાજ્ય ની સેવા કરવાના બદલે તેઓ સમગ્ર દેશની સેવા કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા હતા, આ નરેન્દ્રભાઈ હતા માત્ર સ્વપ્ન જોવામાં નહિ સાકાર કરવામાં માનનારા હતા નરેન્દ્રભાઈ વિષે લખવા બેસીયે તો સમય પણ ઘટે.
૨૦૧૪ના વર્ષમાં લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈએ પક્ષને ઐતિહાસિક જીત અપાવી ૨૬મીમેં ૨૦૧૪ના રોજ (૬૪ વર્ષે) દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા ,ફરી એક વાર શરુ થઇ નરેન્દ્રભાઈ ની અગ્નિ પરીક્ષા,વિકાસકાર્યોની વણથંભી વણઝાર,જે બોલી એ કરી બતાવ્યું દેશ હિટ માટે કઠોર નિર્ણય લેવામાં પણ પાછળ ના પડ્યા,વિશ્વમાં ભારત એક આગવી ઓળખ અપાવી ,ફરી લોકસભાની ચૂંટણી આવી પહોંચી વર્ષ ૨૦૧૯માં પણ ભાજપે જીત મેળવી અને ૩૦ મી મેં ૨૦૧૯ ના રોજ (૬૯ વર્ષે) બીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા.
ફરી શરુ થયો વિવાદ સાથે વિકાસ નો દોર અનેક વિડમ્બણાઓને પાર પાડી દેશને આર્થિક ક્ષેત્રે મજબુત બનાવી અર્થતંત્રને વેગવંતુ બનાવ્યું ફરી ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી આવી આ વેળાએ પણ નરેન્દ્રભાઈએ બાજી મારી તારીખ ૯ મી જૂન ૨૦૨૪ના રોજ (૭૪ વર્ષે)દેશના વડાપ્રધાન તરીકે ત્રીજી વખત શપથ લીધા અને મોદી શાસન ૩.૦નો આરંભ ખેડૂતોના હિતલક્ષી નિર્ણય થી કર્યો..
આમ ૭મી ઓક્ટોબર ૨૦૦૧ થી આજે ૭ મી ઓક્ટોબર ૨૦૨૪ શાસન ના ૨૩ વર્ષ પૂર્ણ કરી સતત આગળ ધપી રહ્યા છે
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
