<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

ખેલૈયાઓ મોજ કરો, આ અઠવાડીયામાં વરસાદની શકયતા નથી

આગામી બે-ત્રણ દિવસમાં ગુજરાતના બાકીના ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય : જો કે ૧ર-૧૩ ઓકટોબરના સિમિત વિસ્‍તારોમાં ઝાપટા, વરસાદની સંભાવનાઃ વાતાવરણ સુકુ રહેશેઃ અશોકભાઇ પટેલ : તા. ૧૪ થી ર૦ ઓકટોબર દરમ્‍યાન અમુક દિવસે કમોસમી વરસાદની સંભાવનાઃ જો કે વિવિધ ફોરકાસ્‍ટ મોડલમાં મતમતાંતર

રાજકોટઃ આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસુ ગુજરાતના બાકીના ભાગોમાંથી પણ વિદાય લઇ લેશે. આ સપ્તાહમાં વરસાદની સંભાવના નહીવત છે. સિવાય કે ૧ર-૧૩ ઓકટોબરના સિમિત વિસ્‍તારોમાં ઝાપટા, વરસાદની સંભાવના હોવાનું વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્‍યું છે.

તેઓએ જણાવેલ કે ચોમાસુ વિદાય રેખા ર૯ નોર્થ અને ૮૪ ઇસ્‍ટ, સુલતાનપુર, પન્ના, નર્મદાપુરમ, નંદનબાર, નવસારી, ર૦ નોર્થ અને ૭૦ ઇસ્‍ટમાંથી પસાર થાય છે. આગામી બે-ત્રણ દિવસમાં ગુજરાતના બાકીના ભાગોમાંથી તેમજ મધ્‍યપ્રદેશ અને મહારાષ્‍ટ્રના કેટલાક ભાગોમાંથી દક્ષિણ-પヘમિ ચોમાસુ પાછુ ખેંચાવા માટે અનુકુળ સંજોગો છે.

એક યુએસી કેરળ અને આસપાસના વિસ્‍તારમાં આવેલું છે.જે નીચલા ઝાડ લેવલ સુધી વિસ્‍તરે છે. એક રૂફ દક્ષિણ પヘમિ બંગાળની ખાડીથી દક્ષિણ કેરળ અને આસપાસના વિસ્‍તારમાં આવેલ યુએસી સુધી લંબાય છે તેના પ્રભાવ હેઠળ તા. ૯ ઓકટોબર આસપાસ લક્ષદીપ અને આસપાસના દક્ષિણ પુર્વ અને મધ્‍ય પુર્વ અરબી સમુદ્રમાં લોપ્રેસર સર્જાવાની શકયતા છે. આ સિસ્‍ટમ્‍સ ઉતર પヘમિ તરફ આગળ વધે તેવી શકયતા છે.

વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે તા. ૭ થી ૧૩ ઓકટોબર સુધીની આગાહી કરતા જણાવેલ કે ગુજરાત રાજયમાં એકંદરે વરસાદી ગતિવિધિનો વિરામ રહેવાની શકયતા છે. આગાહીના સમયગાળા દરમ્‍યાન સમગ્ર ગુજરાતમાંથી ચોમાસુ પાછુ ખેંચાય તેવી શકયતા છે. સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતના મોટાભાગમાં વધુ દિવસો સુકુ વાતાવરણની શકયતા છે. જો કે સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં ૧ર-૧૩ ઓકટોબરે આઇસોલેટેડ (સિમીત વિસ્‍તાર) માં ઝાપટા, વરસાદની શકયતા છે. આગાહી સમયમાં અરબી સમુદ્રમાં લોપ્રેસર થવાની સંભાવના છે.

આગોતરૂ એંધાણ

તા.૧૪ થી ર૦ ઓકટોબર (પરીણામની વિશ્વસનીયતા ૬૦ ટકા) બંગાળની ખાડીની સીસ્‍ટમ્‍સ વધુ મજબુત થવાની ધારણા છે. જે મુખ્‍યત્‍વે ઉત્તર પヘમિ તરફ ગતિ કરશે. વિવિધ કોરકાસ્‍ટ મેડલ વચ્‍ચે સિસ્‍ટમ્‍સ ટ્રેક બાબતે બહુ મોટો ફર્ક છે.

છતાં ગુજરાત રાજયમાં૧૪ થી ર૦ ઓકટોબર દરમ્‍યાન અમુક દિવસ કમોસમી વરસાદની શકયતા છે. વરસાદનું પ્રમાણ વિવિધ પરીબળો પર આધારીત છે જેમકે પ્રારંભીક લોપ્રેસર જયાં થવાનું છે ત્‍યાં અને તે સમયગાળા દરમ્‍યાન સીસ્‍ટમ્‍સ માર્ગદર્શન પરીબળો પર આધાર રાખે છે.

(4:22 PM IST)