News of Monday, 7th October 2024
શાળાઓની ફી વધવાના એંધાણ ! સંચાલક મંડળે એફઆરસીએ નિર્ધારિત કરેલા ફીના સ્લેબમાં ૫૦ ટકા વધારો કરવાની માંગ કરી
વાલીઓની કમર તૂટી જશે

અમદાવાદ, તા.૭: મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા પર ફરી એક વધારાનો બોજ પડવાના એંધાણ છે. વાલીઓ પહેલાથી જ શાળાઓની તગડી ફીનો સામનો કરી રહ્યાં છે. તેવામાં ફરી એકવાર વાલીઓએ વધુ ફી ભરવાની તૈયારીઓ કરવી પડે તેવા સમાચાર સામે આવ્યા છે.
રાજ્યના શાળા સંચાલક મંડળે એફઆરસીએ નિર્ધારિત કરેલા ફીના સ્લેબમાં ૫૦ ટકા વધારો કરવાની માંગ કરી છે. જે માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. સરકાર જો આ માંગ સ્વીકારે છે તો વાલીઓએ વધુ ફી ભરવા તૈયાર રહેવું પડશે. વર્ષ ૨૦૧૭માં ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળાઓ માટે ફી નિયમન સમિતિનો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં સરકાર દ્વારા પ્રાથમિકમાં ૧૫ હજાર, માધ્યમિકમાં ૨૫ હજાર અને ઉચ્ચતર માધ્યમિકમાં ૩૦ હજારના ફીનો સ્લેબ નક્કી કરવામાં આવ્યો હતો. હવે આ ફી નિયમનને લાગુ કર્યાને ૭ વર્ષ જેટલો સમય વિતી ગયો છે. હાલમાં એ ફી જ લાગુ છે. પરંતુ હવે તેમાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી છે.

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે FRCના ફીની રકમ સ્લેબમાં વધારો કરવા માટે મહત્વપૂર્ણ માંગ કરી છે. શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે સરકાર દ્વારા રાજ્યમાં જ્ઞાન સાધના અને જ્ઞાન શક્તિ જેવી સ્કૂલો શરૂ કરવામાં આવી છે અને સરકારે આ શાળાઓમાં વાર્ષિક સાત ટકા ફી વધારો કરવા જણાવ્યું છે, એટલે સરકાર પણ એમ માને છે કે તેમના સરકારી પ્રોજેક્ટમાં પણ મોંઘવારી નડે છે અને તેને કારણે તેમને વધારો આપવો જરૂરી છે. ત્યારે ખાનગી શાળાઓમાં છેલ્લા સાત વર્ષથી કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી, ત્યારે સાત વર્ષ બાદ શાળાના સ્લેબમાં ૫૦ ટકા વધારો થવો જોઈએ.

શાળા સંચાલક મંડળની માંગ છે કે, FRCએ ફી સ્લેબમાં -ાથમિક વિભાગમાં ૧૫ હજારથી વધારી ૨૨૫૦૦, માધ્યમિક વિભાગમાં ૨૦ હજારથી વધારી ૩૦ હજાર, ઉચ્ચતર વિભાગમાં સામાન્ય પ્રવાહમાં ૨૫ હજારથી વધારી ૩૭૫૦૦ કરવા આવે. ઉપરાંત ઉચ્ચતર વિભાગમાં સાયન્સ વિભાગમાં ૩૦ હજારથી વધારી ૪૫ હજાર ફી સ્લેબ નક્કી કરવામાં આવે. મહત્વનું છે કે, હાલ તો શાળા સંચાલક મંડળ દ્વારા ફી વધારાને લઈને સરકારમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ જો સરકાર આ રજૂઆત પર અમલ કરે અને સંચાલક મંડળની માંગ સ્વીકારે તો વાલીઓ પર ફી વધારાનો બોજ પડશે તે નક્કી છે.
(4:37 PM IST)

છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 