News of Monday, 7th October 2024
ગુજરાત, દમણ અને દિવ નેવલ એરિયાના ફ્લેગ ઓફિસર કમાન્ડીગ રિઅર એડમિરલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાતે
તેમણે રાજ્યના ૧૬૦૦ કિ.મી. લાંબા સમૃદ્ધ કિનારાની વ્યુહાત્મક્તા અંગે પણ ચર્ચા-વિમર્શ કર્યા

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાત ગુજરાત, દમણ અને દિવ નેવલ એરિયાના ફ્લેગ ઓફિસર કમાન્ડીગ રિઅર એડમિરલ સતિષ વાસુદેવે ગાંધીનગરમાં લીધી હતી.
૧૯૯૩માં ભારતીય નૌ સેનામાં જોડાયેલા સતિષ વાસુદેવ ૨૦૨૪ના ઓગસ્ટ મહિનાથી ગુજરાત, દમણ અને દિવ નેવલ એરિયાના ફલેગ ઓફિસર કમાન્ડીગ તરીકે નિયુક્ત થયેલા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની તેમની આ સૌજન્ય મુલાકાતમાં તેમણે રાજ્યના ૧૬૦૦ કિ.મી. લાંબા સમૃદ્ધ કિનારાની વ્યુહાત્મક્તા અંગે પણ ચર્ચા-વિમર્શ કર્યા હતા.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
