<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

નિર્દોષ લારી-ગલ્લાવાળા કોઈને નડતરરૂપ નથી તેમના પર દાદીગીરી કરવી કેટલી યોગ્ય....? :સાંસદ મનસુખભાઇ વસાવા

નેત્રંગમાં ગેરકાયદેસર દબાણ હટાવાની કડક હાથની કામગીરીથી ભારે ઉહાપોહ :બુલડોઝર ચલાવી રોજગાર-ધંધા રફેદફે કરાતાં સાંસદ નારાજ થયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નેશનલ-સ્ટેટ હાઇવે ઓથોરીટી અને જવાબદાર વિભાગના અધિકારીઓએ નેત્રંગ ચારરસ્તાથી માંડવી રોડ ઉપર આવેલ ગ્રા.પંચાયત બાગ સુધી, નેત્રંગ ચાર રસ્તાથી લાલમંટોડી સુધી, નેત્રંગ ચાર રસ્તાથી કોસ્યાકોલાના નાળા સુધી, નેત્રંગ ચાર રસ્તાથી ગેસ્ટહાઉસ સુધી અને નેત્રંગ ભાવના પાનથી ગ્રા.પંચાયત કચેરી સુધીના દબાણો હટાવા માટેની ગ્રામજનોને નોટીસ આપી પુરતા પોલીસ બંદોબસ્ત સાથે એક જ દિવસમાં સફાયો કરી દેતા તેના ઘેરા પ્રત્યાઘાતો ગાંધીનગર સુધી પડ્યા હતા.

તેવા સંજોગામાં ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવાએ જીલ્લા કલેકટરને નિર્દોષ લારી-ગલ્લાવાળા જે કોઈને નડતરરૂપ નથી તેમના પર દાદીગીરી કરવી કેટલી યોગ્ય છે ? પોલીસના કાફલા સાથે વાઘ મારવાની સ્ટાઇલથી સવારના ૭ થી સાંજના ૭ વાગ્યા સુધી જેસીબી અને બુલડોઝર ચલાવી, ગરીબોની આજીવીકાને નુકસાન પહોંચાડવું કેટલું યોગ્ય ? મેં કહ્યું જ હતું કે, મને થોડો સમય આપો જે પણ નડતરરૂપ લારી-ગલ્લાં છે તે હું જાતે જ હટાવી દઈશ. તો પણ સરકારમાં બેઠેલા પદાધિકારીઓ-અધિકારીઓના આદેશથી ગરીબોના જે રોજગાર-ધંધા રફે-દફે કરાયા છે તેનાથી હું ખુબ જ દુઃખી છું તેવી લેખિત રજુઆત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ભરૂચ જીલ્લામાં તુટેલા રોડ-રસ્તાના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે.આદેશ આપનાર ગાંધીનગરમાં એ.સી કચેરીઓમાં બેસેલા એક દિવસ અંકલેશ્વરથી નેત્રંગ, નેત્રંગથી રાજપારડી-ગોવાલી અને ગુમાનદેવ થઇને ભરૂચથી દહેશની પ્રદક્ષિણા કરવાનું જણાવ્યું હતું.ભરૂચના ખેડુતોને  જમીન સંપાદનમાં અન્ય જીલ્લા કરતાં ઓછું વળતર આપવામાં આવે તેવા પણ ગંભીર આક્ષેપ સાંસદ મનસુખભાઇ વસાવાએ કરતા રાજકારણ ગરમાયું હતું.

(10:39 PM IST)