તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Monday, 7th October 2024
ડેડીયાપાડા તાલુકાના એક ગામમાં સગીર દીકરીને લગ્નની લાલચે ભગાડી લઈ જઈ દુષ્કર્મ કરતા ચકચાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના એક ગામની સગીર વયની બાળકીને લગ્નની લાલચ આપી ઘરે થી ભગાડી લઈ જઈ દુષ્કર્મ કરતા ફરિયાદ થઈ છે
મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના એક નાનકડા ગામમાં રહેતી લગભગ ૧૬ વર્ષ ની સગીર દીકરીને એક યુવાન લગ્ન કરવાના ઇરાદે પટાવી ફોસલાવી તેના વાલીપણામાથી ભગાડી લઇ જઇ ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તપાસ સર્કલ પોલીસ.ઇન્સ્પેક્ટર, પી.જે. પંડયા દેડીયાપાડા પોલીસ સ્ટેશન નાઓ કરી રહ્યા છે.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
