News of Monday, 7th October 2024
જીતનગર પોલીસ હેડકવાર્ટરમાં પોલીસ દ્વારા યોજાયેલા ગરબા માં SP, કલેકટર સહિતના અધિકારીઓ ઘૂમ્યા
નર્મદા પોલીસે જીતનગર પોલીસ હેડ ક્વાટરમાં નવલી નવરાત્રીમાં દરેક ખેલૈયાઓ માટે ગરબાનું આયોજન કર્યું છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં નવરાત્રીના પર્વ નિમિત્તે અનેક ઠેકાણે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખેલૈયા મનમૂકીને ગરબે ઘૂમી રહ્યા છે ત્યારે નર્મદા પોલીસે પણ જીતનગર પોલીસ હેડ ક્વાટર ખાતેના વિશાળ ગ્રાઉન્ડમાં નવરાત્રી નિમિત્તે ગરબાનું આયોજન કર્યું અને તેમાં પોલીસ પરિવાર સહિત તમામ ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે છે તેવા આયોજનમાં ત્યાં પણ મોટી જનમેદની ગરબા રમવા આવે છે.
નર્મદા જિલ્લા પોલીસ દ્વારા જીતનગર હેડક્વાટરના વિશાળ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું જેમાં નર્મદા જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેકટર સહિત ના અધિકારીઓ તેમજ પોલીસ ખાતાના અધિકારીઓ સ્થાનિક પદાધિકારીઓ સાથે નવ યુવાનો અને મહિલાઓ પણ સહ પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આરતીમાં જોડાયા હતા અને પોલીસ વડા, કલેકટર સહિત ના અધિકારીઓ ગરબે ઘુમ્યા હતા.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
