News of Monday, 7th October 2024
નેત્રંગમાં ચેકડેમના દરવાજા બંધ નહીં કરતાં વરસાદના અમુલ્ય પાણીનો વ્યય
જળસંચય માટેનો કરેલો લાખો રૂપિયાનો ખચઁ પાણીમાં:પીવા -સિંચાઈના પાણીના નિવારણ માટે જળસંચય થવું જરૂરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નેત્રંગ તાલુકાના ગામે-ગામ પીવા-સિંચાઈના પાણી માટે ધરતીપુત્રોને ઉનાળા-શિયાળાની સિઝનમાં ભારે હાડમારીનો સામનો કરવો પડે છે. સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે ખેડુતોનો પાક બળીને ખાખ થઇ રહ્યો છે.પીવાના પાણી માટે રહીશોને બોર-મોટર અને કુવા ઉપર નિભઁર રહેવું પડે છે. તેવા સંજોગોમાં ધરતીપુત્રોને પીવા-સિંચાઈ માટેનું પુરતુ પાણી મળી શકે અને જળસંચય થાય તો બોર-મોટર અને કુવામાં પાણીના સ્તરમાં વધારો થાય તે માટે લાખો રૂપિયાના ખચઁ કરાય છે, નદી-નાળા ઉપર ચેકડેમ બનાવામાં આવ્યા છે.જે આનંદની બાબત છે.પરંતુ નેત્રંગ તાલુકામાં કેટલાક ચેકડેમ આયોજન વગર બનાવી દેવામાં આવ્યા છે, અને બીલ પાસ કરી લેવામાં આવ્યા છે. અમરાવતી નદી ઉપરમા ચેકડેમના દરવાજા બંધ નહીં કરતાં વરસાદના અમુલ્ય પાણીનો હાલ સતત વ્યય થઇ રહ્યો છે.જળસંકટ ટાળવા માટે જળસંચય થવું અત્યંત જરૂરી બન્યું છે
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
